Go Back
+ servings
રગડા પુરી - panipuri ragda - ragda puri recipe - ragda pani puri - pani puri ragda - pani puri ragda recipe - ragda pani puri recipe - ragda pani puri recipe in gujarati - રગડા પુરી બનાવવાની રીત - panipuri ragda recipe - ragda for pani puri - ragda puri recipe in gujarati

રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe | panipuri ragda recipe | ragda puri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે રગડા પુરી બનાવવાની રીત - ragda pani puri recipe in gujarati શીખીશું. પાણી પૂરી કોન ના ભાવેને પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય ને જ્યાં સુંધી પેટ ભરી ને નાખાઈ લઈ એ ત્યાં સુંધી એની તલપ ઓછી નથી થતી અને આજ કાલ તો ગરમ ગરમ રગડા વાળી પાણી પૂરીખૂબ પ્રખ્યાત છે. ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે ગરમ ગરમ રગડો અને ઠંડુ ઠંડુ પાણી ભરેલ પુરી જેવી મોઢા માં મૂકીએ એક અલગ જ આનંદ આવે છે તો ચાલો pani puri ragda recipe - panipuri ragda recipe - ragda puri recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Resting time 7 hrs
Total Time 8 hrs
Course gujarati nasto, nasta
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients
  

રગડો બનાવવા જરૂરી સામગ્રી | ragdo banava jaruri samgri

  • 1 કપ સૂકા સફેદ વટાણા
  • 2-3 બાફેલા બટાકા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી ધણા જીરું પાઉડર
  • ½ ઇંચ આદુનો નો ટુકડો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી પાણી પૂરી ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા (ઓપ્શનલ છે)
  • ¼ કપ ફુદીના ના પાન (ઓપ્શનલ છે )
  • 1 કપ પલાળેલી ખજૂર
  • ½ કપ પલાળેલી આંબલી
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

તીખું પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલા ધાણા
  • કપ ફુદીના ના પાન
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ નો ટુકડો ½
  • 2-3 ચમચી આંબલી પલ્પ
  • 1 ચમચી ગોળ
  • 1-2 ચમચી પાણી પૂરી મસાલો
  • પાણી જરૂર મુજબ
  • 5-6 બરફ ના ટુકડા

Instructions
 

રગડા પુરી | ragda pani puri | pani puri ragda | panipuri ragda recipe | ragda for pani puri | panipuri ragda | ragda puri recipe

  • રગડા પુરી બનાવવા સૌપ્રથમ આપણે એની ચટણી ને પાણી પૂરી નું પાણી બનાવી લેશુંત્યાર બાદ રગડો તૈયાર કરશું અને છેલ્લે ગરમ ગરમ રગડો ચટણી ને પાણી સાથે સર્વ કરીશું

પાણીપુરી ની મીઠી ચટણી બનાવવાની રીત | panipuri ni mithi chatni banavani rit

  • પાણીપુરી ની મીઠી ચટણી બનાવવા સૌ પ્રથમ ખજૂર ના ઠડિયા કાઢી કટકા કરીલ્યો ને એક પાણી થી ધોઇ લ્યો ને એક ગ્લાસ ગરમ  પાણી નાખી એકાદ કલાક ઢાંકી પલાળી લ્યો અને એની સાથે બીજા વાસણમાં આંબલી ના બીજ કાઢી એને પણ એક પાણી થી ધોઇ ને ગરમ પાણી નાખી ઢાંકી એક કલાક પલાળી લ્યો
  • એકાદ કલાક પછી ખજૂર અને આંબલી નું પાણી એક વાસણમાં કાઢી લ્યો ને ખજૂર આંબલી ને મિક્સર જારમાં નાખો સાથે સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન નાખી પીસી લ્યો ને જરૂર પડે તો જે પાણી એક બાજુ મુકેલ એ નાખી સમૂથ પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ગાળી રાખેલ પ્લપ ગરમ કરવા મૂકો સાથે એમાં છીણેલો ગોળ, શેકેલ જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠું  અને એક કપ પાણી નાખી બરોબર હલાવી લ્યો ને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે ચડાવો
  • ત્યારબાદ ઉપર આવેલ ફીણ ને અલગ કરી નાખો ત્યાર બાદ ગેસ ધીમો કરી વીસ ત્રીસ મિનિટ ઉકળવા દયો ત્યારબાદ ગેસ બંધ કરી ચટણી ને ઠંડી થવા દયો તો તૈયાર છે મીઠી ચટણી

પાણીપુરી નુ તીખું  પાણી બનાવવાની રીત| pani puri nu tikhu pani

  • મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને નીતારેલ લીલા ધાણા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, આંબલી નો પલ્પ, ગોળ,પાણી પૂરી મસાલો નાખી પીસી લ્યો.
  • ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી ને સ્મુથ ચટણી બનાવી લ્યો  અને ને ત્રણ ચમચી અલગ કાઢી લ્યો ને બાકી ની ચટણી ને એક મોટા વાસણમાં એક થીદોઢ લીટર પાણી માં તૈયાર કરેલ ચટણી નાખો સાથે બરફ ના ટુકડા નાખી એક બાજુ મૂકો તો તૈયારછે તીખું પાણી

પાણીપુરી નો રગડો બનાવવાની રીત | pani puri no ragdo banavani rit | ragda recipe for pani puri | ragda for pani puri recipe

  • પાણીપુરી નો રગડો બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સફેદ વટાણા સાફ કરી  લ્યો એને બે ત્રણ પાણી ધોઇ ને બે ગ્લાસ પાણી નાખી છ આઠ કલાક પલાળી લ્યો.
  • વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને વટાણા ને કુકર માં નાખી બે કપ પાણીને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકો અને એક સીટી ફૂલ તાપે,
  • ત્યારબાદ ધીમા તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો ને ફરી થી ગેસ ચાલુ કરો અને એમાં હળદર, ધાણા જીરું નાંખો, શેકેલ જીરું પાઉડર,આદુ પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ મસાલા ને ચડાવી લ્યો.
  • ત્યારબાદ એમાં પાણીપુરી ના તીખા પાણી ની ઘટ્ટ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બટાકા નાખી મેસર વડે મસે કરી મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ઘટ્ટ થવા દયો
  • તૈયાર રગડા ને પ્લેટ માં મૂકો ઉપર લીલા ધાણા સુધારેલ નાખી દયો ને સાથે મીઠી ચટણી અને તીખા પાણી સાથે સર્વ કરો

ragda puri recipe in gujarati notes

  • જો વટાણા વહેલા પલળવા નું રહી ગયું હોય તો ગરમ પાણી માં ચપટી સોડા નાંખી ને બે કલાક પલળી ને પણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો