Go Back
+ servings
મિસળ પાવ - misal pav - recipe of misal pav - misal pav recipe - misalpav recipe - મિસળ પાવ બનાવવાની રીત - misal pav banavani rit - misal pav in gujarati

મિસળ પાવ બનાવવાની રીત | misal pav banavani rit | misal pav in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મિસળ પાવ બનાવવાની રીત - misal pav banavani rit શીખીશું. આ એક મુંબઈ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત નાસ્તા માં આવે છે, જે એક તીખા શાક ફરસાણ અને પાઉં સાથે સર્વ કરવામાં આવે છે જે ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો misal pav recipe - misal pav in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 50 mins
sprouting time 2 d
Total Time 2 d 1 hr 20 mins
Course gujarati nasto, nasta
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

misal pav ingredients | ingredients of misal pav

  • 250 ગ્રામ મોઠ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 કપ પાણી

મોઠ ને વઘારવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • બાફેલા મોઠ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

મિસળ માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ઇંચ તજ નો નાનો ટુકડો
  • 2-3 એલચી
  • ½  ચમચી મરી
  • 1 મોટી એલચી 1
  • 2-3 લવિંગ
  • 1 જાવેત્રી
  • 1 સ્ટારફૂલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 લસણની કણી
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી ખસખસ
  • 2 સુધારેલી ડુંગળી
  • ¼ કપ નારિયળનું છીણ

મિસળ માટેની તરી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ તેલ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2
  • ½ ચમચી હળદર
  • મિસળ મસાલો તૈયાર કરેલ છે તે
  • 2 પીસેલા ટમેટા ની પ્યુરી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 કપ પાણી

ગાર્નિશ માટેની સામગ્રી

  • ફરસાણ
  • બાફેલ બટાકા
  • લીલા ધાણા સુધારેલા
  • ઝીણી સુધારેલી ડુંગળી
  • લીંબુ નો રસ
  • પાઉં

Instructions
 

મિસળ પાવ | misal pav | recipe of misal pav | misal pav recipe | misalpav recipe

  • મિસળ પાવ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાળી ફણગાવી લેશું ત્યાર બાદ એને બાફી ને વઘારી લેશું અને એનો મસાલો અને તરી તૈયાર કરી લેશું ત્યાર બાદ  પાઉં ફરસાણ સાથે ગરમ ગરમ સર્વ કરીશું

મિસળ બનાવવાની રીત

  • મિસળ બનાવવા સૌ પ્રથમ મોઠ ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી દસ બાર કલાક પલળવા મૂકો મોઠ બરોબર પલાળી  લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને ભીના કપડા માં નાખી એર ટાઈટ ડબ્બામાં બંધકરી એક દિવસ માટે મૂકી દયો બીજા દિવસે તમે જોશો તો મોઠ્ ફણગી ગયેલા હસે.
  • હવે ગેસ પર એક કુકર માં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો એમાં ફણગાવેલા મોઠ ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી  વગાડી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી મોઠ માંથી પાણી બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો.
  •  ત્યાર બાદ બાફેલી રાખેલ મોઠ નાખો સાથેહળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી ચાર પાંચ મિનિટ ચડાવીલ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

મિસળ નો મસાલો બનાવવાની રીત

  • મિસળનો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, આખા ધાણા, તજ નો નાનો ટુકડો, એલચી, મરી,મોટી એલચી, લવિંગ, જાવેત્રી,સ્ટાર ફૂલ, સૂકા લાલ મરચા  નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકાઈજાય એટલે એમાં સફેદ તલ, ખસખસ નાખી  મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં લસણ ની કણી, સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો ને નારિયળ શેકી લીધા બાદ ગેસ બંધ કરી મસાલા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં અડધો કપ પાણી નાખી પીસી મિસળ નો મસાલો તૈયાર કરી લ્યો

તરી બનાવવાની રીત

  • તરી બનાવવા કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં પીસી રાખેલ મિસળ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકો સાથેએમાં પીસેલા ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને થોડા ચડાવી લ્યો.
  • હવે એમાં બાફેલા મોઠ નું પાણી અને બીજા એક બે કપ પાણી નાખી નાખી ઊકળવા દયો મિશ્રણ ને દસ પંદર મિનિટ ધીમા તાપે ઉકળવા દયો ને તેલ ઉપર અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો  ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે તરી

મિસળ પાવ સર્વ કરવાની રીત

  • સૌ પ્રથમ પ્લેટ માં નીચે બાફેલા બટાકા હાથ થી મેસ કરી નાખો ઉપર વઘારેલા મોઠ નાખો એના ઉપર તૈયાર કરેલ તરી નાખી દયો અને ફરસાણ, ડુંગળી લીબું ના રસ નાખી પાઉં સાથે સર્વ કરો મિસળ પાઉં

misal pav in gujarati notes

  • મોઠ ને દસ કલાક બરોબર પલાળી ને ફણગાવશો તો સારી રીતે ફણગાસે અથવા તમે મોઠ ને પલાળી ને પણ બાફી ને પણ તૈયાર કરી શકો છો
  • અહી તમે બજારમાં તૈયાર મિસળ પાઉં નો મસાલો આવે એને થોડી વાર પાણી માં પલાળી ને પણ તરી બનાવી તૈયાર કરી શકો છો
  • તમે તરી સાથે મોઠ ને નાખી ને ઉકળી ને પણ મિસળ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો