Go Back
+ servings
લાદી પાવ - ladi pav - ladi pav recipe – લાદી પાવ બનાવવાની રીત - ladi pav banavani rit - ladi pav recipe in gujarati - ladi pav banavani recipe - લાદી પાઉં બનાવવાની રીત - ladi pav recipe in gujarati language

લાદી પાવ બનાવવાની રીત | ladi pav banavani rit | ladi pav recipe in gujarati | ladi pav banavani recipe | લાદી પાઉં બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે લાદી પાવ બનાવવાની રીત - ladi pav banavani rit gujarati ma શીખીશું. લાદી પાઉં નું નામ વાંચતા જ લાગશે આ તો આપણા કામ ની વાનગી નથી કેમ કે એન માટેvતો મશીન ને ઓવેન ની જરૂર પડશે ને એતો છે નહિ આપણી પાસે તો તમારા એ વિચાર ને થોડો દૂર રાખી ને વાંચો ને જુવો આજ આપણે કોઈ મશીન કે ઓવેન વગર ઘર માં ખૂબ સરળ રીતે લાદી પાવ બનાવી ને મજા લેશું તો ચાલો લાદી પાઉં બનાવવાની રીત - ladi pav recipe in gujarati - ladi pav banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
resting time 3 hrs
Total Time 4 hrs
Course baking, nasta
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 ડબ્બો /  મોલ્ડ
  • 1 કડાઈ / કુકર

Ingredients
  

લાદી પાવ બનાવવા જરૂરી સામગ્રી | ladi pav Ingredients in gujarati

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી માખણ
  • ¾ કપ નવશેકું દૂધ
  • 1 ચમચી ખાંડ
  • ¾ ચમચી ડ્રાય યીસ્ટ
  • 3-4 ચમચી દૂધ + ખાંડ 1 ચમચી નું મિશ્રણ

Instructions
 

લાદી પાવ | ladi pav | ladi pav recipe | લાદી પાઉં | ladi pav recipe in gujarati language

  • લાદી પાવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ડ્રાય યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ એક બાજુમૂકો પાંચ મિનિટ પછી એમાં ચાળી ને મેંદા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી શકો છો
  • બાંધેલા લોટ ને પ્લેટફોર્મ પર બરોબર આઠ દસ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ એમાં બે ચાર ચમચી માખણ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ મસળી સ્મૂથ લોટ ને કરી લ્યો.
  • ત્યારબાદ ઘી થી ગ્રીસ કરેલ મોટા વાસણમાં લોટ મૂકી ઢાંકી ને બે કલાક ગરમ જગ્યાએ મૂકો બે કલાક પછી ફરી લોટ ને મસળી ને નવ કે બાર સરખા ભાગ કરી લ્યો ( જો વાતાવરણ ઠંડુ હોય તો સમય વઘારે લાગી શકે છે )
  • હવે જેમાં પાઉં ને બેક કરવા ના છે એ મોલ્ડ કે ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી એમાં બાંધેલા લોટમાંથી કરેલ એક એક ભાગ ને મસળી સ્મુથ ગોળો કરી મુકતા જાઓ આમ બધા ગોળ ને થોડા થોડા અંતરે મૂકી દયો ને ફરી કપડું કે પ્લેટ ઢાંકી ગરમ જગ્યાએ બે કલાક મૂકો( જો વાતાવરણ ઠંડુ હોય તો સમય વઘારે લાગી શકે છે )
  • હવે ગેસ પર એક કડાઈમાં/ કુકર માં નીચે કાંઠો મૂકી ઢાંકી ને દસ મિનિટ ગરમ થવા દયો કડાઈ કે કુકર ગરમ થાય એટલે જે મોલ્ડ માં પાઉં મુકેલ હતા એના પર દૂધ ને ખાંડ વાળુ મિશ્રણ લગાવી કડાઈ કેકુકર માં મૂકો ને ઢાંકી દયો ને ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ ચડવા દયો
  • ત્રીસ મિનિટ પછી ખોલી ને ચેક કરો જો બરોબર ચડી ગયા હોય તો બહાર કઢી એના પર માખણ લગાવી નેભીનું કપડું ઢાંકી એક બે કલાક મૂકો ને ઠંડા થવા દયો ત્યારબાદ મોલ્ડ માંથી કાઢી લ્યો અને મજા લ્યો લાદી પાઉં

ladi pav recipe in gujarati notes

  • અહી તમે મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા બને અડધી અડધી માત્રામાં પણ વાપરી શકો છો
  • લોટને મસળી ને સ્મુથ કરશો તો તમારા પાઉં સોફ્ટ બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો