Go Back
+ servings
lasaniya bataka - લસણીયા બટાકા - lasaniya batata recipe - lasaniya bataka banavani rit - લસણીયા બટાકા બનાવવાની રીત - lasaniya batata recipe gujarati - લસણીયા બટેટા બનાવવાની રીત

lasaniya bataka banavani rit | લસણીયા બટાકા બનાવવાની રીત | lasaniya batata recipe gujarati | લસણીયા બટેટા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે lasaniya bataka banavani rit - લસણીયા બટાકા બનાવવાની રીત શીખીશું , આ લસનીયાબટાકા ને તમે ભુગરા, રોટલી, પરોઠા કેરોટલા સાથે ખાઈ શકો છો ગુજરાત માં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બનતા હોય છે મૂળ એકશાક છે જે થોડું વધારે તીખું બનતું હોય છે તો ચાલો lasaniya batata recipe gujarati - લસણીયા બટેટા બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course batata recipe, bateta nu shaak recipe in gujarati, gujarati kathiyawadi food, gujarati quick dinner recipes, gujarati sabji list for dinner, gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit, અવનવી વાનગી, ગુજરાતી વાનગી, ઝટપટ વાનગી, બટાકા નું શાક, વાનગીઓ બનાવવાની રીત, વિવિધ વાનગીઓ, સાંજ નું જમવાનું
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

લસણીયા બટાકા શેકવા માટેની સામગ્રી

  • 10-15 નાના બટાકા
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¾ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¾ ચમચી ગરમ મસાલો

લસણીયા બટેટા ગ્રેવી માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 6-7 સૂકા કાશ્મીરી લાલ મરચાગરમ પાણી માં અડધો કલાક પલાળેલા
  • 10-15 લસણની કણી
  • 1 તમાલપત્ર
  • 1-2 સૂકાલાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 કપ ટમેટા પ્યુરી
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe

  • લસણીયા બટાકા બનાવવા સૌપ્રથમ બટેકા ને બાફી ને તેલ માં મસાલા સાથે શેકી લેશું અને ત્યાર બાદ લાલ મરચા અને લસણની પેસ્ટ બનાવશું અને શાક માટેની ગ્રેવી બનાવી એમાં શેકેલ બટેકા નાખી ચડાવી લેશું

લસણીયા બટેટા ને શેકવાની રીત

  • ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં ધોઇ સાફ કરી નાના નાના બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો ત્યારબાદ કુકર ખોલી બટાકા કાઢી છોલી લ્યો ત્યાર બાદ ટૂથ પિક અથવા કાંટા ચમચી થી એમાં કાણા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા નાખો સાથે બે ત્રણ ચપટી મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકી એક બાજુ કાઢી લ્યો

લસણીયા બટેટા ની ગ્રેવી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી મરચા ને ગરમ પાણી માં અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી એનું પાણી નિતારી મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી નાખી જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ના પાન, સૂકા લાલ મરચા અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને બે ચાર મિનિટ શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં મરચા લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકી લ્યો
  • પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરો સાથે સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટપછી ફરી એક વખત મિક્સ કરી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો લસનીયા બટાકા

lasaniya bataka notes

  • જો નાના નાના બટાકા ના હોય તો મોટા બટકા ને બાફી લીધા બાદ  ચાર કે છ ભાગ કરી કાણા કરી શેકી શકો છો
  • ગ્રેવીને બરોબર ચડવવી નહિતર ગ્રેવી નો સ્વાદ બગાડી શકે છે
  • જો કાશ્મીરી લાલ મરચા ના હોય તો તમે જે મરચા વાપરો છો એ પણ વાપરી શકો છો અને જો તીખા હોય તો એની માત્રા ઓછી કરી નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો