Go Back
+ servings
મેંદુ વડા - medu vada recipe in gujarati - medu vada banavani rit - mendu vada banavani rit - મેંદુ વડા બનાવવાની રીત - mendu vada - medu vada recipe - medu vada ni recipe

medu vada recipe in gujarati | medu vada banavani rit | mendu vada banavani rit | મેંદુ વડા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંદુ વડા બનાવવાની રીત - medu vada recipe in gujarati - medu vada banavani rit ચટણીસાથે શીખીશું. આજ આપણે અડદ ની દાળ ને પલાળી ને પીસી ને નહિ પણ અડદ દાળ ને પીસી ને પલાળી નેમેંદુ વડા બનાવશું, Please subscribe MasterChefPankaj Bhadouria YouTube channel If youlike the recipe ,  જે ખૂબ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે ને જો તમારે એક બે કલાક માં જ બનાવી નેખાવા હોય તો પણ તૈયાર કરી મજા લઇ શકો છો તો ચાલો બીજી કોઈ ચર્ચા કર્યા વગર mendu vada banavani rit - meduvada ni recipe - medu vada recipe video જોઈ શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 20 mins
Course nasta, nasto banavani rit, અવનવી વાનગી, રેસીપી, વિવિધ વાનગીઓ, સાંજ નું જમવાનું
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

મેંદુ વડા બનાવવા માટેની સામગ્રી | medu vada ingredients

  • 1 કપ અડદ દાળ
  • 2-3 ચમચી ચોખાનો લોટ
  • 3-4 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • 5-7 મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલા
  • 1-2 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

ડુંગળી ટમેટા ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ સુધારેલ ડુંગળી
  • 2 ટમેટા સુધારેલ
  • 1 -2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ 1
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • 4-5 સૂકા લાલ મરચા
  • સ્વાદ મુજબ મીઠું

નારિયળની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા નારિયળ ના કટકા 1 કપ
  • દાડિયા દાળ 2-3 ચમચી
  • લીલા મરચા 1-2
  • સ્વાદ મુજબ મીઠું

ચટણીના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી રાઈ
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા

Instructions
 

મેંદુ વડા | mendu vada  | medu vada recipe | medu vada ni recipe

  • સૌપ્રથમ આપણે બે પ્રકારની ચટણી બનાવી તેનો વઘાર કરતા શીખીશું ત્યારબાદ આપણે મેંદુ વડા બનાવતા શીખીશું

ડુંગળી ટમેટા ની ચટણી બનાવવાની રીત

  • ડુંગળી ટમેટા ની ચટણી બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, ચણા દાળ,અડદ દાળ મિક્સ કરી દાળ ગોલ્ડન શેકાઈ ત્યાં સુંધી શેકો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી અને મીઠું નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ડુંગળી નરમ થાય એટલે તેમાં ટમેટા , હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી સાથે બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને ચટણી બનાવી લ્યો તો તૈયાર છે ડુંગળી ટામેટા ની ચટણી

નારિયળની ચટણી બનાવવાની રીત

  • નારિયળની ચટણી બનાવવા માટે સૌ મિક્સર જાર માં લીલા નારિયળ ના કટકા, દાડિયા દાળ, લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પાકપ પાણી નાખી પીસી ને સ્મુથ ચટણી પીસી લ્યો તો તૈયાર છે નારિયળ ની ચટણી

ચટણીના વઘાર ની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ચણા દાળ,અડદ દાળ નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં રાઈ, મીઠા લીમડાના પાન, સૂકા લાલમરચા તોડેલ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને બને  ચટણી માં નાખી દયો

મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati

  • મેંદુ વડા બનાવવાની રીત મા સૌપ્રથમ અડદ ની દાળ ને સાફ કરી લ્યોત્યાર બાદ કપડા થી ઘસી નાખો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલી દાળને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં થોડું થોડુ કરી પાણી નાખતા જાઓ ને હલાવતા જાઓ મિશ્રણ સ્મુથ રીતે મિક્સ થઈ જાય એટલે એને ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી પછી મિશ્રણ ને ફરી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં હિંગ, સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા સુધારેલા, આદુ સુધારેલ અને મીઠા લીમડાના પાન સુધારેલ નાખી ને બરોબર ફેટી ને મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને આઠ દસ મિનિટ બરોબર એક બાજુ હલાવતા રહી મિક્સ કરી લ્યો
  • ( તૈયાર મિશ્રણ ને પાણી ના વાટકા માં પા ચમચી નાખી જુવો જો તરતું હોય તો મિશ્રણમાં બરોબર હવા મિક્સ થઈ ગઈ છે અને જો મિશ્રણ નાખતા સાથે નીચે બેસી જાય તો હજી મિશ્રણને મિક્સ કરી લ્યો )
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે હાથ ભીના કરી હાથ માં મિશ્રણ લઈ વચ્ચે કાણું કરી ગરમ તેલ માં નાખી દયો અથવા જો હાથે થી ના ફાવે તો કડછી ને પાણી વારી કરી ઊંધી કરો એના પર તૈયાર મિશ્રણ મૂકી પાણી વારી આંગળી થી વચ્ચે કાણું કરી તેલમાં નાખો અથવા વાટકા પર પાતળું કોટન નું કપડું વીટી કપડા ને ભીનું કરી એના પર મિશ્રણ મૂકી પાણી વાળી આંગળી થી વચ્ચે કાણું કરી વડા ને તેલ માં નાખો
  • આમ એક એક વડા ને તૈયાર કરી તેલ માં નાખી દયો ત્યાર બાદ એક બાજુ થોડા ચડી જાય એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો ,
  • ત્યારબાદ ઉથલાવી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને વડા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો  ત્યાર બાદ કાઢી લ્યો ને બીજા વડા તરવા માટે નાખો ને એને પણ ગોલ્ડન તરી લ્યોતો તૈયાર છે મેંદુ વડા જેને તમે ચટણી સાથે સાંભાર સાથે અથવા સાંભાર ચટણી સાથે સર્વ કરી શકો મેંદુ વડા વીથ ચટણી

medu vada ni recipe notes

  • વડામાં એક સાથે ઘણુ પાણી ના નાખવું ને મિશ્રણ તૈયાર કરો ત્યારે ઘણું પાતળું ના બનાવી નાખવું નહિતર વડા નો આકાર એક સરખો નહિ રહે
  • જો તમારા વડા નું મિશ્રણ ઘણું પાતળું થઈ ગયું હોય તો પાછી અડદ દાળ પીસી અથવા ચોખા નો લોટ થોડી વધારે નાખી ને બરોબર મિક્સ કરી પાંચ મિનિટ મૂકી શકો છો
  • અડદ દાળ ને ધોઇ ને સૂકવી ને પણ પીસી શકો છો અથવા કપડા થી લુછી કે  ભીના કપડા થી લુછી ને પણ સાફ કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો