Go Back
+ servings
ખીચડો - khichdo - khichdo recipe in gujarati - khichdo recipe - sat dhan no khichdo - saat dhan no khichdo in gujarati - saat dhan khichdi recipe in gujarati - ખીચડો બનાવવાની રીત - gujarati khichdo - saat dhan no khichdo

ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati | sat dhan no khichdo | saat dhan no khichdo in gujarati | saat dhan khichdi recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાત ધાન નો ખીચડો બનાવવાની રીત - khichdo recipe in gujarati - saat dhan no khichdo in gujarati શીખીશું.આ ખીચડો મકરસંક્રાંતિ પર વધારે બનાવવામાં આવતો હોય છે અને સવારે વહેલો તૈયાર કરી લેવામાં આવે છે અને દિવસ દરમ્યાન ખવાય છે ખીચડો તમે સાદો અને વઘારી ને ખાઈ શકાય છે પહેલા ના સમય માં છડી ને બનાવતો હતો પણ આજ કલ બધાધાન નથી મળતા ત્યારે મળતા અનાજ માંથી તૈયાર થાય છે તો ચાલો  gujarati khichdo - saat dhan khichdi recipe in gujarati - saat dhan no khichdo શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
Soak time 9 hrs
Total Time 10 hrs 10 mins
Course gujarati dinner recipe, gujarati food, gujarati quick dinner recipes, gujarati recipe
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

ખીચડા માટેની સામગ્રી | khichdo recipe ingredients

  • 2 ચમચી મગ
  • 2 ચમચી ચણા દાળ / ચણા
  • 2 ચમચી બાજરો
  • 2 -3 ચમચી જુવાર
  • 2 ચમચી શેકેલ દલીયા / છડેલા ઘઉં
  • 2 ચમચી તુવેર દાળ
  • 1 કપ ચોખા
  • ¼ કપ વટાણા
  • ¼ કપ ઝીણા સુધારેલા ગાજર
  • 1 બટાકા સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચી ઘી

સાત ધાન નો ખીચડો વઘારવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 1 તમાલપત્ર
  • 2-3 લવિંગ
  • 1 સ્ટાર ફૂલ
  • 1-2 સૂકાલાલ મરચા
  • તજ નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અજમો
  • ½ ચમચી હિંગ
  • 2-3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

7 dhan name in gujarati | સાત ધાન ના નામ | sat dhan name

  • મગ
  • ચણા દાળ / ચણા
  • બાજરો
  • જુવાર
  • શેકેલ દલીયા / છડેલા ઘઉં
  • તુવેર દાળ
  • ચોખા

Instructions
 

khichdo | khichdo recipe | sat dhan no khichdo | saat dhan no khichdo | saat dhan khichdi recipe | ખીચડો બનાવવાની રીત | gujarati khichdo | saat dhan no khichdo

  • khichdo recipe in gujaratiમા સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલમગ, ચણા દાળ,  ચણા,બાજરો, જુવાર, શેકેલ દલીયા/ છડેલા ઘઉં, તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઇ લ્યો,
  • ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી દસ બાર કલાક કે આખી રાત પલાડી મૂકો. ( જો તમે પલાળવા નું ભૂલી ગયા હો તો ગરમ પાણી મે બે ચાર કલાક પલાળી ને પણ બનાવી શકો )
  • ત્યારબાદ ખીચડો બનવવામાં એક બે કલાક બાકી હોય ત્યારે ચોખા ને સાફ કરી ધોઈ પાણી નાખી પલાળીલ્યો બધી સામગ્રી બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં / કુકર માં પલાળી ને નિતારી રાખેલ ધાન નાખો ને જેટલા વાટકા ધાન હોય એનાથી ત્રણ ગણું પાણી નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું, વટાણા, ઝીણા સુધારેલા ગાજર, બટાકા સુધારેલ અને ઘી નાખી બરોબર મિક્સ કરી કુકર બંધ કરી બે સીટી ફૂલ તાપે કરી લ્યો
  • બે સીટી પછી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ને સાવ હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો ને જો સાદો ખીચડો ખાવો હોય તોઆમાં જ ઘી નાખી ગરમ ગરમ મજા લ્યો સાદા ખીચડો

ખીચડો વઘારવા ની રીત | sat dhan no khichdo vagharva ni rit

  • ગેસ પર એક મોટી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો તમાલપત્ર, લવિંગ,સ્ટાર ફૂલ,સૂકા લાલ મરચા, તજ નો ટુકડો નાખી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો,
  • ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ મીઠા લીમડાના પાન,ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટા ગરી જાય ને તેલ અલગ થાય એટલે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ખીચડો નાખો ને મિક્સ કરી ઢાંકીને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
  • ખીચડો અને વઘાર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સાત ધાન નો ખીચડો

saat dhan khichdi recipe in gujarati notes

  • તમે ઘઉં, જુવાર અને બાજરાને છડી ને પણ નાખી શકો છો છડવા માટે ઘઉં ને પાણી થી ધોઈ પાણી નિતારી લ્યો ને કપડા પરકોરા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી બે ચાર વાર પ્લસ મોડ માં ફેરવી લ્યો નેત્યાર બાદ ફોતરા અલગ કરી ઘઉં ને છડી લ્યો આમ જુવાર ને બાજરા ને પણ ધોઇ કોરા કરી મિક્સરજાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ફોતરા અલગ કરી શકો છો
  • અહી તમે તમારા પાસે હોય એ ધાન ને ચોખા માંથી ખીચડો બનાવી શકો છો અને શાક પણ તમારી પસંદના નાખી શકો છો
  • આ ખીચડો તમે માટી ના વાસણમાં, કડાઈ કે કુકર માં બનાવી શકો છો
  • જો ડુંગળી લસણ ખાતા હો તો એ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો