Go Back
+ servings
kaju kari - kaju kari recipe - કાજુ કરી નું શાક - kaju kari nu shaak - કાજુ કરી – kajukari - kaju kari banavani rit

કાજુ કરી નું શાક | kaju kari | kaju kari recipe | kaju kari nu shaak | કાજુ કરી

જય શ્રી કૃષ્ણ આજ આપણે kaju kari - કાજુ કરી નું શાક બનાવવાની રીત - kaju kari recipe શીખીશું. આ કાજુ કરી ને શાહી કાજુ કરી પણ કહેતા હોય છે, આપણે હોટલ રેસ્ટોરન્ટ કે ઢાબા પર જ્યારે પણ જમવા જઈએ ત્યારે એક ડિસ ચોક્કસ મંગાવતા હોઈએ એ છે, kajukari- કાજુ કરી ક્રીમી ગ્રેવી સાથે કાજુ ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે ઘરે kaju kari nu shaak - kaju kari banavani rit શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course kaju nu shaak, kaju recipe, પંજાબી વાનગીઓ, પંજાબી શાક, પંજાબી શાક બનાવવાની રીત, પંજાબી સબ્જી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients
  

kaju kari ingredients

  • 6 ચમચી માખણ / ઘી / તેલ
  • 1 કપ કાજુ
  • 1 ચમચી જીરું
  • 1 સ્ટાર ફૂલ
  • 1 તજ નો ટુકડો
  • 2-3 લવિંગ
  • 1 મોટી એલચી
  • 2-3 એલચી
  • 8-10 લસણની કણી
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1-2 સુધારેલ ડુંગળી
  • 2-3 સુધારેલ ટમેટા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી શેકલ કસુરી મેથી
  • 2-3 ચમચી ક્રીમ ( ઘર માં રહેલ દૂધ ની ક્રીમ પણ નાખી શકો છો )
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

kaju kari | kaju kari recipe | કાજુ કરી નું શાક | kajukari | kaju kari banavani rit

  • kaju kari - કાજુ કરી નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો કાજુ ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બીજી એકચમચી માખણ નાખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ નોટુકડો , સ્ટાર ફૂલ, મોટી એલચી, એલચી, લવિંગ નાખી શેકી લ્યો
  • હવે એમાં સુધારેલ ડુંગળી, આદુ નો ટુકડો, લસણ ની કણી અને ટમેટા સાથે સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ શેકી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં એક કપ પાણી અને પા કપ શેકેલ કાજુ નાખી મિક્સ કરી લેસું ત્યાર બાદ  કુકર નું ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી લ્યો
  • ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી એમાંથી તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, મોટી એલચી કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો ને મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અનેપા ચમચી ખાંડ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ કાજુ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ગરમ ગરમ પરોઠા, રોટલી, નાન, પુરી સાથે સર્વ કરો કાજુ કરી

 kaju kari recipe notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
  • ગ્રેવી ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરવી
  • આખા કાજુ ની જગ્યાએ કાજુ ના કટકા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો