Go Back
+ servings
તિરંગા ઢોકળા બનાવવાની રીત - tiranga dhokla banavani rit - tiranga dhokla recipe - tiranga dhokla recipe in gujarati

તિરંગા ઢોકળા બનાવવાની રીત | tiranga dhokla banavani rit | tiranga dhokla recipe | tiranga dhokla recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે તિરંગા ઢોકળા બનાવવાની રીત - tiranga dhokla banavani rit શીખીશું, 15 મી ઓગસ્ટ કે 26 મી જાન્યુઆરી આપણા દેશ માટે ખૂબ ગર્વ ન દિવસો હોય છે અને આ ખાસ દિવસ ને વધુખાસ બનાવવા માટે આજ આપણે ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત લઈ આવ્યા છીએ જે ખાવા માં ટેસ્ટીને જોવા માં ખૂબ સારા લાગે છે તો ચાલો tiranga dhokla recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Resting time 20 mins
Total Time 1 hr
Course dhokla banavani rit, dhokla recipe, dhokla recipe in gujarati, nasto banavani rit, Snack, ઢોકળા બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયુ

Ingredients
  

તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઝીણી સોજી
  • 1 કપ દહી
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ગાજર
  • 1 જુડી પાલક
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ઇનો
  • મીઠુંસ્વાદ મુજબ

ઢોકળાના વઘાર માટે ની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3-4 લીલા મરચા સુધારેલા

Instructions
 

તિરંગા ઢોકળા | tiranga dhokla | tiranga dhokla recipe | tiranga dhokla recipe in gujarati

  • તિરંગા ઢોકળા બનાવવા સૌપ્રથમ ગાજર ને છોલી સાફ કરી કટકા કરીલ્યો ત્યાર બાદ મિક્સર જારમાં ગાજર ના કટકા અને હળદર નાખી પીસી લ્યો અને ત્યાર બાદગરણી વડે ગાળી ને જ્યુસ તૈયાર કરી એક બાજુ મૂકો ત્યાર બાદ પાલક ને ધોઇ ને સાફ કરી પીસીલ્યો ને એને પણ ગરણી થી ગાળી ને જ્યુસ તૈયાર કરી લ્યો
  • હવે એક વાસણમાં સાફ કરેલ સોજી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ખાંડ,  એક ચમચી તેલ અને દહી  નાખી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને મૂકો  હવે એક મોટા કેક ટીન કે તપેલી નેતેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અને ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકો પાણી ગરમ કરવા મૂકો
  • ત્યારબાદ હવે પલાળેલી સોજી ના ત્રણ સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ માં અડધો કપ ગાજર નો જ્યુસ અને ઇનો નાખી મિક્સ કરી ઢોકળા જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો અને બીજા ભાગ માં પાલક નોજ્યુસ અડધો કપ અને ઇનો નાખી ઢોકળા નું મિશ્રણ તૈયાર કરી  મિક્સ કરી લ્યો ને એક ભાગ ને એમજ સફેદ રાખો એમાં પણ અડધો કપ પાણી અને ઇનો નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગ્રીસ કરેલ વાસણમાં સૌથી પહેલા લીલા રંગ વાળુ મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યોઅને ઢોકરિયા માં નાખી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ વાળુ મિશ્રણ નાખીએક સરખું ફેલાવી ઢોકરિયા માં નાખી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કેસરી રંગ વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દસ બાર મિનિટ ચડાવી લ્યો
  • ઢોકળા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને ઠંડા થવા દયો ઠંડા થાય એટલે ચાકુ થી ચારે બાજુથી ઉખાડી લ્યો ને ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને મીઠા લીમડાના પાનનાખી તતાડવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં સુધારેલ અને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીંબુનો રસ નાખી તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો ને ચટણી સોસ સાથે મજા લ્યો ત્રિરંગા ઢોકળા

tiranga dhokla recipe notes

  • ઢોકળા માટે કલર ને ઇનો ને મિશ્રણ ને મોલ્ડ માં નાખતી વખતે જ મિક્સ કરવા તો ઢોકળા સારા ફુલ્સે
  • ઢોકળાની જગ્યાએ તમે અલગ અલગ રંગ ની ઈડલી પણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો