Go Back
+ servings
પિંક સોસ પાસ્તા બનાવવાની રીત - pink sauce pasta banavani rit - pink sauce pasta recipe in gujarati

પિંક સોસ પાસ્તા બનાવવાની રીત | pink sauce pasta banavani rit | pink sauce pasta recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પિંક સોસ પાસ્તા બનાવવાની રીત - pink sauce pasta banavani rit શીખીશું. પાસ્તા તો નાના મોટા બધાને પસંદ હોય છે, પાસ્તા રેડ ગ્રેવી, સફેદ ગ્રેવી ને સફેદ લાલ બને ગ્રેવી ને મિક્સ કરી પિંક ગ્રેવી માં બનાવવામાંઆવે છે અને પાસ્તા ને આકાર પણ અલગ અલગ પ્રકારના હોય છે એમાં વધારે મેક્રોની પાસ્તાકે પેનને પાસ્તા વધારે બનાવતા હોય છે તો ચાલો pink sauce pasta recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course nasto banavani rit, pasta, pasta banavani rit, pasta recipe in gujarati, Snack
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પિંક સોસ પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પાસ્તા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

રેડ સોસ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 બાફેલા ટમેટા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ઓરેગાનો
  • 1 ચમચી ટમેટો કેચઅપ
  • 1 ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ મકાઈના દાણા
  • મીઠું સ્વાદ મુજબ

સફેદસોસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી માખણ
  • 1 ચમચી મેંદાનો લોટ
  • 1 ચમચી મીઠું
  • 2-3 ચમચી મરી પાઉડર
  • 1 કપ દૂધ
  • 1 ચીઝ કુયબ

Instructions
 

પિંક સોસ પાસ્તા | pink sauce pasta | pink sauce pasta recipe

  • પિંક સોસ પાસ્તા બનાવવાની રીત મા આપણે સૌપ્રથમ પાસ્તા બાફવાની રીત શીખીશું ત્યારબાદ રેડ સોસ ગ્રેવી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સફેદ ગ્રેવી બનાવવા માટેનીરીત શીખીશું

પાસ્તા બાફવાની રીત

  • ગેસ પર એક તપેલી માં બે ત્રણ  ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં પાણી ઊકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંપાસ્તા નાખી આઠ દસ મિનિટ સુધી ચડવા દયો પાસ્તા 80-90% બાફી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ઠંડુ પાણી નાખી દયો

રેડ સોસ ગ્રેવી બનાવવાની રીત

  • મિક્સર જાર માં બાફેલા ટમેટા ની છાલ ઉતારી કટકા કરી પીસી લ્યો ત્યાર બાદ  ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટનાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન શેકી લ્યો
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ચીલીફ્લેક્સ, ઓરેગાનો નાખી મિક્સ કરી ઢાંકી બે મિનિટ ચડાવી લ્યો છેલ્લે ટમેટો કેચઅપ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરો અને બાફેલા મકાઈ ના દાણા અને કેપ્સીકમ કટકા નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો

સફેદ ગ્રેવી બનાવવા માટેની રીત

  • ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરી માખણ ગરમ થાય એટલે એમાં મેંદા નો લોટ નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી હલાવતા રહો જેથી ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યોને પાંચ સાત મિનિટ હલાવતા રહી મિક્સ કરતા રહો
  • સાત મિનિટ પછી એમાં મરી પાઉડર અને ચપટી મીઠુ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં ચીઝ ક્યૂબ છીણી ને નાખો ને મિક્સ કરી લ્યો હવે એમાં તૈયાર કરેલ રેડ સોસ નાખો ને બરોબર  મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બાફી રાખેલ પાસ્તા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી લ્યો ને મજા લ્યો પિંક સોસ પાસ્તા

pink sauce pasta recipe in gujarati notes

  • પાસ્તા બાફી લીધા બાદ ઠંડુ પાણી નાખી ઠંડા કરી લેવા જેથી પાસ્તા ઓવર કુક ના થાય
  • સફેદ ગ્રેવી બનાવવા માટે તમે ચીઝ ક્યૂબ કે ચીઝ સ્લાઈસ નાખી મિક્સ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો