ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit |dhokla recipe in gujarati | Dhokla banavani rit Gujarati ma | dhokda banavani rit
જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢોકળા બનાવવાની રીત - dhokla banavani rit શીખીશું, આજ આપણે બજાર જેવાજ સોફ્ટ અને સ્પોંજી ઢોકળા બનાવવા માટે જરૂરી ટીપ્સ અને ટ્રિક્સ સાથે થાળી, ગ્લાસ કે વાટકા માં પણ ઢોકળા તૈયાર કરી શકાય છે અનેમોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા Dhokla banavani rit Gujarati ma - dhokla recipe in gujarati શીખીએ
ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | dhokla ingredients in gujarati
1 કપબેસન
1 ચમચીખાંડ 1
¾ ચમચીલીંબુના ફૂલ ચમચી/ લીંબુ નો રસ 1-2 ચમચી
¼ ચમચીહળદર
મીઠું સ્વાદ મુજબ
1 પેકેટઇનો
1-2 ચમચીતેલ
પાણી જરૂર મુજબ
ઢોકળાના વઘાર માટેની સામગ્રી
2-3 ચમચીતેલ
1ચમચીસફેદ તલ
¼ચમચીહિંગ
¼કપખાંડ
2-3ચમચીલીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
3-4લીલા મરચા સુધારેલા
2 ગ્લાસપાણી
Instructions
ઢોકળા | dhokla | dhokla recipe | Dhokla banavani rit Gujarati ma | dhokla banavani recipe
ઢોકળા બનાવવા સૌપ્રથમ આપણે એનું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ઢોકળા ને બાફી લેશું બાફી લીધા બાદ ઠંડા કરી એના કટકા કરી એના પર તૈયાર કરેલ વઘાર નાખી ચટણી સાથે સર્વ કરીશું ઢોકળા
ઢોકળા નુ ખીરુ બનાવવાની રીત
ઢોકળા બનાવવા સૌપ્રથમ બેસન ને ચાળી લ્યો અને એક બાજુ મૂકો અને જેમાં ઢોકળા બનાવવાના હોય એગ્લાસ કે થાળી ને તેલથી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં પોણો કપ પાણી લ્યો એમાં ખાંડ, મીઠું,હળદર, લીંબુના ફૂલ નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણના ખાંડ ઓગળી જાય ને લીંબુના ફૂલ પણ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો
હવે ખાંડ વાળા મિશ્રણ માં ચાળી રાખેલ બેસન થોડો થોડો નાખતા જઈ મિક્સ કરો ને ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ઢાંકીને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
હવે કડાઈ કે ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં બેસન ના મિશ્રણ માં તેલ નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ વાસણમાં અડધા જેવા ભરી લ્યોને વાસણ ને ઢોકરીયા માં મૂકી વીસ ત્રીસ મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ચેકકરી લ્યો કે ચડી ગયા કે નહિ ઢોકળા બરોબર ચડી જાય એટલે વાસણ ને બહાર કાઢી ને ઠંડા થવા દયો
ઢોકળાનો વઘાર કરવાની રીત
હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, મીઠા લીમડાના પાન, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા અને એક બે ચપટીમીઠું નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ એક પાણી અને ખાંડનાખી મિક્સ કરી લ્યો ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો
ઢોકળા સાવ ઠંડા થાય એટલે એને ડી મોલ્ડ કરી એના કટકા કરી લ્યો ત્યાર બાદ પ્લેટ માં મૂકો અને એના પર તૈયાર કરેલ વઘાર નાખો ને ચટણી સોસ સાથે મજા લ્યો ઢોકળા
Dhokla NOTES
અહી તમે ઢોકળા માટેની માપ રાખી ને બનાવશો તો પરફેટ બનશે
લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો