Go Back
+ servings
કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક બનાવવાની રીત - kathiyawadi bharela ringan nu shaak - kathiyawadi bharela ringan nu shaak banavani rit - kathiyawadi bharela ringan nu shaak recipe in gujarati

કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક બનાવવાની રીત | kathiyawadi bharela ringan nu shaak | kathiyawadi bharela ringan nu shaak banavani rit | kathiyawadi bharela ringan nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક બનાવવાની રીત - kathiyawadi bharela ringan nu shaak banavani ritશીખીશું, આ શાક રોટલી, રોટલા, પરોઠાને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખતબનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો kathiyawadi bharela ringan nu shaak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, kathiyawadi shaak, ravaiya nu shaak, ringan nu shaak, shaak, shaak banavani rit
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ નાની સાઇઝ ના રીંગણા
  • 3-4 ચમચી બેસન
  • 1-2 ટમેટા ઝીણા સમારેલા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ શેકેલ સીંગદાણા પાઉડર
  • 3-4 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો 1
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • 2-3 ચમચી નારિયળનું છીણ
  • 1 ચમચી આમચૂર પાઉડર 1
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 7 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લસણ સુધારેલ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ½ કપ ટમેટા પ્યુરી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2 કપ ગરમ પાણી
  • 1 ચમચી મલાઈ

Instructions
 

kathiyawadi bharela ringan nu shaak | kathiyawadi bharela ringan nu shaak recipe | કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક

  • કાઠિયાવાડી ભરેલા રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, હળદર, વરિયાળી પાઉડર,શેકેલ સીંગદાણા નો પાઉડર, નારિયળ નું છીણ,બેસન , આમચૂર પાવડર, ખાંડ,લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, આદુ લસણ ની પેસ્ટ અને કસુરી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા ચારપાંચ ચમચી અને તેલ બે ત્રણ ચમચી નાખી મસળીને બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો અને કોરા કરી લ્યો અને અને પ્લસ માં ચાકુ થી કાપા પાડીને પાણી મા નાખતા જાઓ ને ચેક પણ કરી લ્યો કે એમાં કોઈ કીડા નથી ને ત્યાર બાદ પાણી માંથી રીંગણા કાઢી ને કાપા માં  એમાં તૈયાર કરેલ મસાલો બરોબર ભરીલ્યો આમ બધા જ રીંગણા માં મસાલા ભરી એક બાજુ મૂકો અને બચેલ મસાલો અલગ રાખવો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં હિંગ, લસણ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને ટમેટાપ્યુરી અને લીલા મરચા સુધારેલ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • ટમેટા બરોબર ચડી જાય ને તેલ અલગ થાય એટલે તેમાં બચેલ મસાલો અને ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યોઅને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં મલાઈ અને લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં ભરી રાખેલ રીંગણા નાખી ધીમા તાપે ઢાંકી ને પંદર વીસ મિનિટસુધી ચડવા દો અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહો ને જરૂર લાગે તો ગરમ પાણી નાખી હલકા હાથેમિક્સ કરી લ્યો ને વીસ મિનિટ પછી ચેક કરો જો રીંગણા બરોબર ચડી ગયા હોય તો ગેસ બંધ કરોલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કાઠિયાવાડી ભરેલા રીંગણા નું શાક

kathiyawadi bharela ringan nu shaak notes

  • મસાલામાં તીખાશ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો છો કાઠિયાવાડી ભરેલા રીંગણા માં ખાંડ કે ગોળ જરૂરથી પડે છે તો જ એનો સ્વાદ અલગ આવે છે
  • રીંગણાને ચડાવતી વખતે ઢાંકણ ઉપર કપ એક પાણી નાખી દેશો તો કડાઈમાં મસાલા ચોટી નહિ જાય ને જરૂર પડે તો એ ગરમ પાણી તમે ગ્રેવી માં પણ નાખી શકો છો
  • મલાઈની જગ્યાએ તમે પીસેલા કાજુની પેસ્ટ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો