Go Back
+ servings
palak paneer recipe in gujarati - પાલક પનીર - palak paneer banavani rit - પાલક પનીર નું શાક - પાલક પનીર બનાવવાની રીત - પાલક પનીર નું શાક બનાવવાની રીત - palak paneer nu shaak - પાલક પનીર રેસીપી - palak paneer recipe gujarati - palak paneer gujarati recipe - paneer banavani rit gujarati ma

palak paneer recipe in gujarati | પાલક પનીર | palak paneer banavani rit | પાલક પનીર નું શાક | પાલક પનીર બનાવવાની રીત | પાલક પનીર નું શાક બનાવવાની રીત | palak paneer nu shaak | પાલક પનીર રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે પાલક પનીર બનાવવાની રીત - palak paneer recipe in gujarati - palak paneer banavani rit શીખીશું, પાલક પનીર એક પંજાબી શાક છે અને દરેક બે પસંદ આવતું શાક છે હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા માં તો આપને ઘણી વખત મંગાવ્યું હસે પણ આજ ઘરે બનાવવાનીકોશિશ કરીશું તો ચાલો પાલક પનીર નું શાક બનાવવાની રીત - palak paneer nu shaak શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course lunch and dinner recipe in gujarati, shaak, shaak banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

પાલકની પ્યુરી બનાવવા માટેની સામગ્રી | palak paneer ingredients

  • 300 ગ્રામ પાલકના પાંદડા
  • 1 ચમચી ખાંડ
  • 2 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

ટમેટાની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ટમેટા સુધારેલ
  • 5-6 લસણની કણી
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 8-10 કાજુ

પાલક પનીર નું શાક વઘારવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 તમાલપત્ર
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ટમેટા પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1
  • ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ગરમ મસાલો
  • પાલક પ્યુરી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ક્રીમ / મલાઈ
  • 2 ચમચી માખણ
  • 300 ગ્રામ પનીરના કટકા

પાલક પનીર ના શાક માટે નો બીજો વઘાર આપવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી લસણ સુધારેલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½  ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions
 

palak paneer recipe in gujarati | પાલક પનીર | palak paneer recipe gujarati | palak paneer gujarati recipe | paneer banavani rit gujarati ma

  • સૌપ્રથમ આપણે પાલક ની પ્યુરી બનવવાની રીત , ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત , પાલક પનીરની શાક બનાવવાની રીત , પાલક પનીર ના શાક માટેનો બીજો વઘાર કરવાની રીત શીખીશું  

પાલકની પ્યુરી બનાવવાની રીત

  • સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ખાંડ નાખો ત્યાર બાદ એમાં પાલક નાખી બે થી ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ પાલક કાઢી ઠંડા પાણી માં નાખી દયો
  • પાલક ઠંડી થઇ જાય એટલે પાણી માંથી કાઢી મિક્સર જાર નાખો સાથે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી ને પીસી ને પેસ્ટ બનાવી એક બાજુ મૂકો પાલક પ્યુરી

ટમેટાની પેસ્ટ બનાવવાની રીત

  • ટમેટાને ધોઇ સાફ કરી મોટા મોટા કટકા કરી મિક્સર જારમાં નાખો સાથે કાજુ, લસણ ની કણી, આદુ નાખી ને પીસી લ્યો તો તૈયાર છે ટમેટા ની પેસ્ટ

પાલક પનીર ની શાક બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર નાખો સાથે ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો ડુંગળી શેકી લીધા બાદ એમાં ટમેટા પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને ટમેટાને ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ઢાંકી ને ચડાવી લ્યો ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં કસુરી મેથી મસળી ને નાખો અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો
  • મસાલા ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લેવી ગ્રેવી બરોબર ચડી જાયએટલે એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં માખણ અને પનીર ના કટકા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

પાલક પનીર ના શાક માટેનો બીજો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક વઘારીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં લસણ કટકા નાખી એક મિનિટ શેકી લેવા ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને પાલક પનીર ના શાક પર નાખી દયો તો તૈયાર છે પાલક પનીર

palak paneer recipe in gujarati notes

  • પાલકને હમેશા બે ત્રણ પાણી થી ધોવી જેથી એના પર ચોંટેલા ધૂળ માટી નીકળી જાય
  • અહી તમે પનીર ના કટકા ને ઘી માં શેકી ને પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો