Go Back
+ servings
aloo paratha banavani rit - આલુ પરોઠા - આલુ પરોઠા બનાવવાની રીત - aalu paratha recipe - aloo paratha recipe in gujarati - આલુ પરાઠા - આલુ પરાઠા બનાવવાની રીત - gujarati aloo paratha - aloo paratha banavani recipe - aloo paratha ni rit - aalu paratha recipe in gujarati - aloo paratha gujarati recipe

આલુ પરોઠા | aloo paratha banavani rit | આલુ પરોઠા બનાવવાની રીત | aalu paratha recipe | aloo paratha recipe in gujarati | આલુ પરાઠા | આલુ પરાઠા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે aloo paratha banavani rit - આલુ પરોઠાબનાવવાની રીત - aalu paratha recipe શીખીશું. આલુ પરોઠા લ્યો કે બટાકા પરોઠા બને એક જ છે ને આ એક એવી વાનગીછે, જે એકથી બે ખાઈ લ્યો તો પર ફૂલ ભરાઈ જસે આજ આપણે રેગ્યુલર આલું પરોઠા અને ફ્રોજન કરી એકઅઠવાડિયા સુંધી સાચવી ને ખાવા હોય ત્યારે ફકત પાંચ મિનિટ માં તૈયાર કરી શકાય એવા aloo paratha recipe in gujarati - આલુ પરાઠા બનાવવાની રીત - aalu paratha recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, paratha banavani rit, paratha recipe, Snack, પરોઠા બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

આલુ પરાઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1-2 કપ ઘઉંનો લોટ
  • ½ ચમચી અજમો
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

આલુ પરોઠા ના આલુ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી આખા ધાણા
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ચમચી બેસન
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 બાફેલા બટાકા મેસ કરેલ
  • પરોઠા શેકવા માટે ઘી / તેલ જરૂર મુજબ

Instructions
 

આલુ પરોઠા | aloo paratha banavani rit | આલુ પરોઠા બનાવવાની રીત | aalu paratha recipe | gujarati aloo paratha | aloo paratha banavani recipe

  • આલુ પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી ઠંડુ કરી લીધા બાદ પરોઠા તૈયાર કરી શેકી લેશું

આલુ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી ને અજમો નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી ને મૂકો

આલુ પરાઠા નું સટફિંગ બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો  કરી તેમાં અધ કચરા કરેલ આખા ધાણા, વરિયાળી અને જીરુંનાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ઝીણા સમારેલા લીલાંમરચા, આદુ પેસ્ટ અને બેસન નાખી ને એક બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને શેકી લ્યો ડુંગળી ને બેસન ગોલ્ડન શેકી લીધા બાદએમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી, આમચૂર પાઉડર નાખી ને મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણા સમારેલાલીલાં ધાણા નાખી મિક્સ કરી લ્યો
  • મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને મેસ કરેલ બટાકા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરી લ્યો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય પછી જ પરોઠા બનાવવા

આલુ પરોઠા | આલુ પરોઠા બનાવવાની રીત | aalu paratha recipe | aloo paratha recipe in gujarati

  • બાંધેલા લોટ ને ફરીથી મસળી લેશું ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા ના છે એ સાઇઝ ના લુવો બનાવી લ્યો ને સ્ટફિંગ ના પણ ગોળ ગોલા બનાવી લ્યો
  • હવે લોટ ને કોરા લોટ વડે એક સરખું વણી લ્યો ત્યાર બાદ વચ્ચે આલું ની સ્ટફિંગ નો ગોલો મૂકી બંધ કરી હથેળી વડે દબાવી એક સરખો ફેલાવી લ્યો ને કોરા લોટ વડે હલકા હાથે મીડીયમ જાડાવણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે તેમાં વણેલ પરોઠા નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો જો તરત પરોઠા ખાવા હોય તો ઘી કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યોને બીજા પરોઠા તૈયાર કરી શેકી લ્યો ને મજા લ્યો આલું પરોઠા
  • જો ફ્રોજન કરવા હોય તો પરોઠા ને80% સુંધી બને બાજુ ચડાવી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો ને ઠંડો થાય એટલે કટકા કરી કે ફોલ્ડ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજર માં મૂકી દયો ને પરોઠા ખાવા હોય ત્યારે ફ્રીજર માંથી કાઢી ઘી કે તેલ માં શેકી લ્યો ને મજા લ્યો આલું પરોઠા

aalu paratha recipe notes

  • લોટ હમેશા થોડો નરમ રાખશો તો પરોઠા ને વણતી વખતે તૂટશે નહિ ને સ્ટફિંગ બહાર નહિ નીકળે
  • પરોઠાને ફ્રોજન કરવા પરોઠા ને80% શેકી લીધા બાદ ઉતારી સાવ ઠંડા થાય ત્યાર બાદ ભરવા ને વચ્ચે વચ્ચે બટર પેપર મુકવા જેથી એક બીજામાં ચોટ્સે નહિ
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો