Go Back
+ servings
besan na pudla - besan na pudla gujarati - besan pudla recipe - બેસન ના પુડલા - બેસન ના પુડલા બનાવવાની રીત - besan na pudla gujarati - besan na pudla banavani rit - besan pudla recipe - besan pudla recipe in gujarati - બેસન ના પુડલા બનાવવાની રેસીપી

બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla gujarati | besan na pudla banavani rit | besan pudla recipe | besan pudla recipe in gujarati | બેસન ના પુડલા બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે બેસન ના પુડલા બનાવવાની રીત - besan na pudla banavani rit શીખીશું. પુડલા ને ચીલા પણ કહેવાયછે પુડલા બે પ્રકારના બનતા હોય છે, મીઠા પુડલા અનેખારા પુડલા. મીઠા પુડલા ઘઉંના લોટ માંથી બનતા હોય છે જ્યારેખારા પુડલા બેસન માંથી બનતા હોય છે ખારા પુડલા માં બેસન હોવાના કારણે હેલ્થી ને પ્રોટીન અને ફાઈબર યુક્ત હોય છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે જે સવારના કે સાંજ ના નાસ્તામાંબનાવી શકાય છે તો ચાલો બેસન ના પુડલા બનાવવાની રેસીપી - besan na pudla gujarati - besan pudla recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
resting time 10 mins
Total Time 50 mins
Course nasta, nasto banavani rit, pudla banavani rit, pudla recipe in gujarati, Snack, પુડલા બનાવવાની રીત, પુડલા બનાવવાની રેસીપી
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 મિક્સર

Ingredients
  

બેસન ના પુડલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બેસન
  • 1 મોટા સુધારેલ ટમેટા
  • 1-2 મોટી સુધારેલી ડુંગળી
  • 1 ગાજર સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ પાણી +2-3 ચમચી
  • તેલ જરૂર મુજબ

Instructions
 

besanna pudla | besan na pudla gujarati | besan pudla recipe | બેસન ના પુડલા

  • બેસન પુડલા બનાવવા સૌપ્રથમ ટમેટા , ડુંગળી અને ગાજર ને ધોઇ સાફ કરી મોટા મોટા સુધારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં અધ કચરા  પીસી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો
  • હવે એક વાસણમાં બેસન ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, મસળી ને અજમો, જીરું, હિંગ, મરી પાઉડર નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં અધ કચરા પીસેલા ટમેટા ડુંગળી અને ગાજર ની પેસ્ટ નાખો સાથેલીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ બીજી એક બે ચમચી પાણીનાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ જેવું મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ને મિશ્રણ ને ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ બાદ ફરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં તૈયાર મિશ્રણ ને એક થી દોઢ કડછી નાખો ને એક સરખું ફેલાવી દયો ને ઉપરથી ચમચી એક તેલ નાખી ઢાંકી ને એક મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
  • એક મિનિટ પછી ઢાંકણ ખોલી પુડલા ને હળવા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો આમ એક એક પુડલા નું મિશ્રણ નાખતા જાઓ ને બને બાજુ ગોલ્ડન શેકી પુડલા બનાવી લ્યો અને સોસ , ચટણી કે અથાણાંસાથે સર્વ કરો ગરમ ગરમ બેસન પુડલા

besan pudla recipe in gujarati notes

  • અહી તમે છીણેલું પનીર કે તમારી પસંદ ના શાક ને ઝીણા સુધારી કે અધ કચરા પીસી કે છીણી ને નાખી શકો છો
  • પાણીની માત્રા બેસન પ્રમાણે વધુ ઓછી થઈ શકે છે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો