Go Back
+ servings
છોલે ભટુરે બનાવવાની રીત - chhole bhature banavani rit - chole bhature recipe in gujarati - chole bhature banavani rit - છોલે ભટુરે - chhole bhature - chole bhature recipe - chole bhature

છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit | chole bhature recipe in gujarati | chole bhature banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે છોલે ભટુરે બનાવવાની રીત - chhole bhature banavani rit શીખીશું, છોલે બનાવવા હોય તો હમેશા પાંચ સાત કલાક કે પછી આખી રાત પલાડી રાખવા પડે પણ આજ આપણે ચણા પલળવાનું ભૂલી ગયા હોઈએ તો પણઅચાનક બનાવવાની જરૂર પડે તો પણ છોલે બનાવી શકીએ એની સરળ રીત લઈ આવ્યા છીએ તો ચાલો chole bhature recipe in gujarati - chole bhature banavani rit શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting 1 hr
Total Time 2 hrs
Course Snack
Cuisine panjabi cuisine in gujarati, પંજાબી વાનગીઓ
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

ભટુરે બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ મેંદાનો લોટ / 700 ગ્રામ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી કસુરી મેથી
  • 1 ચમચી બેકિંગ સોડા / બેકિંગ પાઉડર
  • 1 કપ દૂધ
  • જરૂર મુજબ પાણી

છોલે બાફવા માટેની સામગ્રી

  • 1 કપ કાબુલી ચણા / 200 ગ્રામ
  • 1 તમાલપત્ર
  • 3-4 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • 2-3 એલચી
  • 1 મોટી એલચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચપટી બેકિંગ સોડા (ઓપ્શનલ છે )
  • 1 ચમચી ઘી

છોલેના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2 ડુંગળી ઝીણી સુધારેલી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 3 પીસેલા ટમેટા ની પ્યુરી
  • 2 ચમચી છોલે મસાલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી કસુરી મેથી
  • 1-2 ચમચી ગરમ મસાલો / છોલે મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર/ સૂકા દાડમ પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • જરૂર મુજબ પાણી

Instructions
 

છોલે ભટુરે | chhole bhature | chole bhature recipe | chole bhature

  • છોલે ભટુરે બનાવવાની રીત મા સૌ પ્રથમ આપણેછોલે બાફવા ની રીત શીખીશુંત્યારબાદ છોલે નો વઘાર કરવાની અને ભટુરે બનાવવાની રીત શીખીશું

છોલે બાફવાની રીત

  • એક વાસણમાં કાબુલી ચણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ કુકર મા નાખો સાથે એમાં સ્વાદ મુજબ મીઠું, ચાર થી પાંચ કપ પાણી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર,ઘી , તમાલપત્ર, એલચી,તજ નો ટુકડો લવિંગ અને મોટી એલચી, બેકિંગ સોડા(ઓપ્શનલ છે) નાખી કુકર બંધ કરી લ્યો
  • હવે કુકર ને ગેસ પર મૂકો ને એક થી બે સીટી ફૂલ તાપે કરી ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો નેધીમા તાપે વીસ થી પચીસ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળ વાદયો હવા બિલકુલ નીકળી જાય એટલે એટલે કુકર ખોલી નાખવું

છોલેનો વઘાર કરવાની રીત  | chole recipe in gujarati

  • એક વાટકામાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, કસુરી મેથી મસળી ને નાખો સાથે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી મસાલા ને પલાળી લઈ એક બાજુ મૂકો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાંબાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી ને બે શેકી લ્યો
  • હવે એમાં વાટકામાં પલાળી રાખેલ મસાલા નાખી મિક્સ કરી લ્યો ને મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફરીથી ટમેટા બરોબર ચડી જાય ને તેલ અલગ થાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો
  • ગ્રેવી માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં આમચૂર પાઉડર /સૂકા દાડમ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં અડધા બાફેલા ચણા નાખી મિક્સ કરી થોડા મેસ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ બાકી રહેલા ચણા ને પાણી નાખી મિક્સ કરી ફૂલ તાપે ઢાંકી ને ચડાવો સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા અને ગરમ મસાલો / ચણા મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસબંધ કરી નાખો

ભટુરે બનાવવાની રીત | bhature banavani rit | bhature recipe in gujarati

  • એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મસળી ને અજમો, મસળીને કસુરી મેથી, ખાંડ, અને બેકિંગ પાઉડરનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં થોડુ થોડુપાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી લોટ ને વીસ પચ્ચીસ વારપછાડી લ્યો ત્યાર બાદ તેલ લગાવી ઢાંકી ને અડધો કલાક મૂકો
  • અડધા કલાક પછી ગેસ પર એક કડાઈ તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ લોટ ને મસળી લઈ એના લુવા બનાવીલ્યો ને ઉપર તેલ લગાવો ઢાંકી ને મૂકો ત્યાર બાદ એક લુવો લ્યો અને હાથેથી ફેલાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે વણી લ્યો ને પછી બને હાથ વચ્ચે રોટલા વણીએ એમ ઉથલાવી ને ગરમ તેલમાં નાખો ને ઝારા થી થોડો દબાવી ને ફુલાવી લ્યો ને ગોલ્ડન તરી લ્યો આમ એક એક ભટુરો વણી ને તરી લ્યો તૈયાર છે ભટુરા
  • ગરમ ગરમ છોલે ને ભટુરા લીંબુ વાળી ડુંગળી અને ખાટા અથાણાં સાથે સર્વ કરો છોલે ભટુરે

chole bhature recipe notes

  • જો કાબુલી ચણા પલળવા ના રહી ગયા હોય તો ચપટી બેકિંગ સોડા નાખી ને બાફી લેશો તો ચણા બરોબર બફાઈ જસે
  • ભટુરા માટે તમે ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં નો લોટ અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો