Go Back
+ servings
bhang – ભાંગ - ભાંગ બનાવવાની રીત - bhang banavani rit - bhang recipe - bhang banavani recipe - bhang recipe for shivratri

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang recipe | bhang banavani recipe | bhang recipe for shivratri

જય શ્રી કૃષ્ણ આજ આપણે શિવરાત્રી સ્પેશિયલ ભાંગ બનાવવાની રીત - bhang banavani rit શીખીશું, શિવરાત્રી પર બનતી આ ઠંડાઈ ને ભાંગ પણકહેવાય છે જે શંકર ભગવાન ને શિવરાત્રી પર ભાંગ ચડાવવા માં આવે છે અને ત્યાર બાદ એનો પ્રાસાદ બધાને પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરતા હોઈએ છીએ તો એ મંદિરમાં મળતી પ્રસાદી આજઆપણે ઘરે શિવરાત્રી સ્પેશિયલ bhang banavani recipe - bhang recipe for shivratri શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 30 mins
Course dahi recipe, Drinks
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients
  

bhang ingredients

  • 2-3 ચમચી કાજુ
  • 3-4 ચમચી મગતરી બીજ
  • 2-3 ચમચી સૂકા ગુલાબ ના પાંદડા
  • 1 -2 ચમચી બદામ
  • 1 ચમચી કાચી વરિયાળી
  • ½ ચમચી મરી
  • 1 ચમચી ખસખસ
  • 20-25 કેસરના તાંતણા
  • 4-5 એલચી
  • 1 ચમચી પિસ્તાની કતરણ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ
  • કાચું ઠંડુ ગાય નું દૂધ જરૂર મુજબ

Instructions
 

bhang | ભાંગ | ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang recipe

  • શિવરાત્રી સ્પેશિયલ ભાંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુ, બદામ, ગુલાબ ના પાંદડા,મરી પાઉડર, કાચી વરિયાળી, કેસરના તાંતણા, મગતરી ના બીજ, એલચી,ખસખસ ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ બધી સામગ્રી ડૂબે એટલું પાણી નાખીઢાંકી ને આખી રાત પલાડી મૂકો
  • હવે બીજે દિવસે સવારે પલાળેલી બધી ને સામગ્રી મિક્સર જારમાં નાખી ને બરોબર સ્મૂથ પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો ને તૈયાર પેસ્ટ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકીદયો અને એક બે દિવસ એમાંથી ભાંગ બનાવી શકો છો
  • ભાંગ બનાવવા એક વાસણમાં પીસેલી ભાંગ ની બે ત્રણ ચમચી નાખો સાથે પીસેલી ખાંડ તમારી પસંદ મુજબ નાખો અને એક ગ્લાસ કાચું ગાય નું ઠંડુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પિસ્તાની કતરણ ગુલાબની પાંખડીઓ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી ભગવાન ને અર્પણ કરી ને પ્રસાદી તરીકે ગ્રહણ કરો શિવરાત્રી સ્પેશિયલ ભાંગ

bhang recipe notes

  • જો રાત્રે સામગ્રી પલળવાની ભુલાઈ ગઈ હોય તો ગરમ પાણી માં એક થી બે કલાક પલાળી પણ શકો છો
  • પલળવામાં વાપરેલ પાણી સામગ્રી ડૂબે એટલું જ નાખવું ને તમે ઇચ્છો તો પાણી નિતારી ને દૂધ માંપણ સામગ્રી પીસી શકો છો
  • અહી તમે ઈચ્છો તો થોડા ભાંગ ના પાંદડા સામગ્રી પલાળતી વખતે નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો