Go Back
+ servings
dudhi na muthiya - dudhi na muthiya banavani rit - દુધી ના મુઠીયા - dudhi na muthiya recipe in gujarati - dudhi na muthiya recipe - દુધી ના મુઠીયા બનાવવાની રીત - dudhi na muthiya banavani recipe - dudhi muthiya recipe - dudhi muthiya recipe in gujarati -dudhi na muthiya gujarati recipe

દુધી ના મુઠીયા | dudhi na muthiya | dudhi na muthiya banavani rit | dudhi na muthiya recipe in gujarati | dudhi na muthiya recipe | દુધી ના મુઠીયા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજે આપણે દુધી ના મુઠીયા બનાવવાની રીત - dudhi na muthiya banavani rit શીખીશું, મુઠીયા એ દરેક ગુજરાતી ની પસંદીદા વાનગીછે જે અલગ અલગ રીતે અને અલગ અલગ શાક ની ઉપયોગ કરી બનાવવામાં આવે છે અને આ વાનગી બાફીનેબનાવતી હોવાથી ટેસ્ટી ને હેલ્થી હોય છે તો આજ આપણે બારે મહિના મળતી દૂધી માંથી મુઠીયાબનતા શીખીએ તો ચાલો dudhi na muthiya recipe in gujarati - dudhi na muthiya banavani recipe - dudhi muthiya recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course muthiya banavani rit, muthiya gujarati, muthiya recipe, muthiya recipe in gujarati, Snack, મુઠીયા, મુઠીયા બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients
  

દુધી ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉનો લોટ
  • 400 ગ્રામ દૂધી
  • ½ કપ સોજી
  • ½ કપ બેસન
  • 2-3 ચમચી આદુ મરચાની લસણ ની પેસ્ટ
  • 3-4 ચમચી દહી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ખાંડ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

મુઠીયા ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

dudhi na muthiya banavani recipe | dudhina muthiya recipe in gujarati language | dudhi muthiya recipe | dudhi muthiyarecipe in gujarati | dudhi na muthiya gujarati recipe

  • દૂધી ના મુઠીયા બનાવવા સૌપ્રથમ દૂધી લ્યો અને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ વડે છોલી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને જો કાચી દૂધી હોય તો આખી છીણી લેવું અને જો બીજ વાળી દૂધી હોય તો વચ્ચેનો ભાગ ને છીણવો નહિ
  • હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન  ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સાફકરેલ સોજી નાખો ત્યાર બાદ છીણેલી દૂધી, મસળી ને અજમો,હળદર, આદુ લસણ ને મરચાની પેસ્ટ, દહીં, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો,ખાંડ, લીલા ધાણા સુધારેલા, બેકિંગ સોડા, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબર મસળી લ્યોને જરૂર લાગે તો પાણી ની એક બે ચમચી નાખો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી તૈયાર કરો અને હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ ને ફરી મસળી લાંબા લાંબા લંબગોળ બનાવી ને ચારણી માં મૂકો ને ચારણી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકી ઢાંકીને વીસ મિનિટ સુંધી બાફી લ્યો
  • વીસ મિનિટ પછી ચારણી ભર કાઢી મુઠીયા ને થોડા ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કાપી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, મીઠા લીમડા ના પાંદડા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ મુઠીયાનાખી મિક્સ કરી લ્યો બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી સોસ સાથે સર્વ કરો દૂધી ના મુઠીયા

dudhi na muthiya recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન લોટ, બાજરાનો લોટ પણ વાપરી શકો છો
  • દૂધી સાથે લીલી મેથી ને લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો