Go Back
+ servings
સાબુદાણાની ખીચડી - sabudana ni khichdi banavani rit - સાબુદાણાની ખીચડી બનાવવાની રીત - sabudana khichdi recipe in gujarati - sabudana khichdi banavani rit - sabudana ni khichdi - recipe of sabudana khichdi - gujarati sabudana khichdi - farali sabudana khichdi - sabudana khichdi gujarati recipe - sabudana khichdi recipe

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati | sabudana khichdi banavani rit | sabudana ni khichdi

જય શ્રી કૃષ્ણ આજ આપણે farali sabudana ni khichdi banavani rit - સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખીશું,  વ્રત ઉપવાસમાં બનાવવામાં આવતી સાબુદાણા ખીચડી ઘણી વખત ચીપકી જતી હોય છે નેજમતી વખતે પણ દાંત માં ચોટતા હોય છે તો આજ આપણે દાંતમાં ચોંટે નહિ અને એક એક દાણો અલગઅલગ થાય એવી sabudana khichdi recipe in gujarati - sabudana khichdi banavani rit શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
socking time 5 hrs
Total Time 5 hrs 50 mins
Course farali recipe, farali recipe in gujarati, sabudana banavani rit, sabudana ni recipe, sabudana recipe, sabudana recipes
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

સાબુદાણાની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મોટા વાળા સાબુદાણા
  • ¾ કપ સીંગ દાણા  /શેકેલ સીંગદાણા
  • 4 ચમચી તેલ 
  • 1 ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 બાફેલા બટાકા
  • ½ ચમચી મરી પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ ( ઓપ્શનલ છે )
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

સાબુદાણાની ખીચડી | recipe of sabudana khichdi | gujarati sabudana khichdi | farali sabudana khichdi | sabudana khichdi gujarati recipe | sabudana khichdi recipe

  • સાબુદાણાની ખીચડી બનાવવા - sabudana ni khichdi banava સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સાબુદાણા લ્યો  એને બેત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ પોણો કપ પાણી નાખી ને ઢાંકી ને પાંચ છ કલાક પલાળીલ્યો  સાથે કુકર માં બેત્રણ બટાકા ને પણ બાફી લ્યો અને બટાકા બાફી લીધા બાદ છોલી ને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ધીમા તાપે સીંગદાણાને શેકી લ્યો ને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી અડધા ને મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ને અડધા ને અધ કચરા પીસી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે એજ કડાઈમાં બીજા બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાના કટકા નાખી બે મિનિટ બરોબર શેકી લ્યો બટાકા શેકાઈ જાય એટલે શેકેલ બટાકા ને એક બાજુકરી બાકી ના તેલ માં જીરું નાખી શેકો જીરું બરોબર શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
  • મરચા થોડા શેકાઈ જાય એટલે બટાકા સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણાઅને પીસી ને પાઉડર કરેલ સીંગદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને હલાવતા રહો
  • સાબુદાણા બરોબર ટ્રાન્સફ્રન્ટ થાય ત્યાં સુધી ચડાવો સાબુદાણા બરોબર ચડી જાય એટલે એમાં અધ કચરા સીંગદાણા, લીંબુનો રસ,ખાંડ અને લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સાબુદાણા ખીચડી

sabudana khichdi recipe in gujarati notes

  • અહી અમે લાલ મરચાનો પાઉડર કે ધાણા જીરું પાઉડર કે હળદર નાખેલ નથી પણ જો તમે ખાતા હો તો નાખી શકો છો
  • જો સાબુદાણા પલળવા માં પાણી વધારે રહી જય તો ચારણી માં નાખી અથવા સાફ કોટન ના કપડા પર ફેલાવી કોરા કરી નાખવા
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો