Go Back
+ servings
હરા ભરા કબાબ - hara bhara kabab recipe - hara bhara kabab recipe in gujarati - hara bhara kabab banavani rit - હરા ભરા કબાબ બનાવવાની રીત

હરા ભરા કબાબ | hara bhara kabab recipe | hara bhara kabab recipe in gujarati | hara bhara kabab banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે હરા ભરા કબાબ બનાવવાની રીત - hara bhara kabab banavani rit શીખીશું, જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે એક સ્ટાર્ટરચોક્કસ મંગાવતા હોઈએ એ છે હરા ભરા કબાબ જે ખાવા માં ટેસ્ટી તો હોય છે સાથે હેલ્થી પણ હોય છે એટલે ચોક્કસ મંગાવીએ તો આજ એજ બહાર જેવા કબાબ ઘરે બનાવતા શીખીશું તો ચાલો hara bhara kabab recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 1 hr
Course nasta, nasto banavani rit, અવનવી વાનગી, ઝટપટ વાનગી, બ્રેકફાસ્ટ, વાનગીઓ બનાવવાની રીત, વિવિધ વાનગીઓ, હળવો નાસ્તો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી/  નોન સ્ટીક પેન

Ingredients
  

hara bhara kabab ingredients

  • 1 કપ લીલા વટાણા
  • 2-3 ચમચી સોજી
  • 3 ચમચી ચોખાનો લોટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચપટી હિંગ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી ગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions
 

હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab | hara bhara kabab recipe | hara bhara kabab banavani rit

  • હરા ભરા કબાબ બનાવવા સૌ પ્રથમ વટાણા ના દાણા કાઢી ને ધોઇને સાફ કરી લ્યો ત્યાર બાદ ચોપર માં કે મિક્સર જાર માં અધ કચરા પીસી ને એક વાસણમાંકાઢી લ્યો ત્યાર બાદ એમાં સોજી, ચોખાનો લોટ, લીલા મરચા સુધારેલા, ગરમ મસાલો, હળદર, અજમો મસળી ને નાખો
  • સાથે એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ફરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને હાથ માં તેલ લગાવી મિશ્રણ માંથી કબાબ બનાવી લ્યો બધા કબાબ બનાવી એક બાજુ મૂકો હવે ગેસ પર તવી કે પેન ગરમ કરવા મૂકો એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી તૈયાર કરેલ કબાબ મૂકો
  •  કબાબ ને એક બે મિનિટ એક બાજુ ચડાવીલીધા બાદ હલકા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ થોડી થોડીવારે હલકા હાથે ઉથલાવી લઈ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને બીજા કબાબને મૂકી એમને પણ શેકી લ્યો તો તૈયાર છે અને સોસ કે ચટણી સાથે સર્વ કરો હરા ભરા કબાબ

hara bhara kabab notes

  • અહી અમે સોજી અને ચોખા નો લોટ વાપરેલ છે એની જગ્યાએ તમે બ્રેડ ક્રમ પણ વાપરી શકો છો
  • કબાબમાં તમે બાફી ને પીસેલી પાલક પણ નાખો શકો છો સાથે લીલા ધાણા પીસેલા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો