Go Back
+ servings
surti locho - locho recipe - surti locho recipe - સુરતી લોચો - surti locho recipe in gujarati - surti locho banavani rit

સુરતી લોચો | surti locho | locho recipe | surti locho recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારમ વાર પૂછાતો પ્રશ્ન how to make locho recipe in gujarati ? તો આજ સુરતી લોચો બનાવવાની રીત - surti locho banavani rit શીખીશું, સુરતી લોચો એ ગુજરાતીઓ નું મનપસંદ ચાર્ટ નાસ્તો છે જે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ લાગે છે આજકાલ તો લોચા માં પણ અલગ અલગ પ્રકારની ચટણી સાથે કે મસાલા સાથે તૈયાર કરીપસંદ કરવામાં આવે છે પણ આજ આપણે લોચો, મસાલા અને સર્વિંગ કરવાનીરીત શીખીશું તો ચાલો surti locho recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati locho, gujarati locho recipe, gujarati nasto, locho, locho gujarati dish, locho recipe in gujarati, nasta, nasto banavani rit, Snack, લોચો બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયા

Ingredients
  

સુરતી લોચો બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ચણા દાળ
  • 2 ચમચી અડદ દાળ
  • 2 લીલા મરચા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • ¼ કપ દહી
  • 1-2 ચમચી તેલ
  • ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ઇનો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કપ પાણી

લોચા પર છાંટવા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર

લોચો ગાર્નિશ માટેની સામગ્રી

  • માખણ
  • લીલી ડુંગળી / ડુંગળી
  • ચીલી ફ્લેક્સ
  • લીલા ધાણા સુધારેલા
  • લીલા મરચા સુધારેલા
  • ઝીણી સેવ
  • લીલી ચટણી

Instructions
 

સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati | surti locho banavani rit

  • surti locho - સુરતી લોચો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા દાળ અનેઅડદ દાળ ને સાફ કરી ને લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી માંપાંચ છ કલાક પલાળી લ્યો દાળ ને છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને દાળને મિક્સર જારમાં નાખો
  • હવે દાળ સાથે મિક્સર જાર માં લીલા મરચા, આદુનો ટુકડો, બેસન, દહી નાખી ને પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો ત્યાર બાદ ફરી પા કપ પાણી નાખીસ્મુથ પીસી લ્યો ને પીસેલું મિશ્રણ એક મોટા વાસણમાં કાઢી લ્યો અને ઢાંકી ને  આઠ થી દસ કલાક અથવા આખી રાત આથો આવવા મૂકો
  • દસ કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ચમચી તેલ, હળદર, મીઠું સ્વાદ મુજબ અને હિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં અથવા ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ નાખી વચ્ચે કાંઠો મૂકી પાણીગરમ કરવા મૂકો અને કે થાળી માં લોચો ચડાવા મૂકવાનો છે એને તેલ થી ગ્રીસ કરી લ્યો
  • હવે લોચા ના મિશ્રણ માં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને  મિશ્રણ ને અડધું અડધું કરી બે ભાગ માં અલગ કરી લ્યો અને એક ભાગ લ્યો એમાં અડધીચમચી ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલી થાળી ને કાંઠા પર મૂકી એમાં તૈયારમિશ્રણ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

લોચા નો મસાલો બનાવવાની રીત

  • એક મોટા વાટકામાં શેકેલ જીરું પાઉડર, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી ને તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો તો તૈયાર છેલોચા નો મસાલો

લોચો ગાર્નિશ કરવાની રીત

  • ગરમ ગરમ લોચો થાળી માંથી તવીથા વડે કાઢી સર્વિંગ પ્લેટ માં નાખો ઉપર માખણ, લોચા મસાલો , ડુંગળી સુધારેલ,  ઝીણી સેવ છાંટો ને સાથે લીલી ચટણી સાથે સર્વ કરો સુરતી લોચો

locho recipe notes

  • લોચા માટે આથો બરોબર આવેલ હોય તો ઇનો કે સોડા નાખ્યા વગર પણ બનાવી શકો છો
  • અહી તમે લોચા ઉપર ચીઝ છીણી ને પણ નાખી શકો છો
  • આ લોચા મસાલા સિવાય તમે બીજા તમારી પસંદ ના મસાલા પણ છાંટી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો