Go Back
+ servings
સાબુદાણા બટાકા ના પાપડ - sabudana batata papad - sabudana batata papad recipe - sabudana bataka na papad

સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad | sabudana batata papad recipe | sabudana bataka na papad

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાનીરીત - sabudana batata papad શીખીશું, વ્રત ઉપવાસમાં આપણે અલગ અલગ પ્રકારના પાપડ, વેફર ખાતાહોઈએ છીએ એમાં સૌથી વધારે ખવાતા સાબુદાણા બટાકા ના પાપડ નાના મોટા બધાને ખુબ પસંદ આવતાહોય છે તો આજ આપણે બાર મહિના સુંધી સાચવી ને મજા લઇ શકાય એવા પાપડ તૈયાર કરવાની રીતશીખીએ તો ચાલો sabudana bataka na papad - sabudana batata papad recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 8 hrs
Total Time 8 hrs 50 mins
Course sabudana batata papad, sabudana papad recipe, સાબુદાણા ના પાપડ, સાબુદાણા બટાકા ના પાપડ
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળુ વાસણ

Ingredients
  

sabudana papad ingredients

  • 200 ગ્રામ સાબુદાણા
  • 2-3 બાફેલા બટાકા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી જીરું
  • લીટર પાણી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Instructions
 

સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad | sabudana batata papad recipe | sabudana bataka na papad

  • સાબુદાણા બટાકા ના પાપડ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યારબાદ એમાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી આખી રાત કે પછી પાંચ સાત કલાક પલાળી મુકો અનેબટાકા ને કૂકરમાં નાખી પાણી નાખી બાફી લ્યો ને બાફેલા બટાકા ને છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો
  • સાબુદાણા બરોબર પલાળી લીધા બાદ ગેસ પર એક જાડા તળિયાવાળુ મોટું વાસણમાં દોઢ લીટર પાણી ગરમ કરવામૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં જીરું, ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંસાબુદાણા ને હાથ વડે અલગ અલગ કરી પાણી માં નાખતા જાઓ
  • સાબુદાણા ને નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં છીણેલા બટાકા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યોને મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે અને બરી જસે તો સ્વાદ બગડીજસે અને ફૂલ તાપે હલાવતા રહો ને સાબુદાણા ચડી ને ટ્રાન્સફરન્ટ થઈ જાય ને મિશ્રણ ઘટ્ટ થઈ ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો
  • સાબુદાણા બટાકા નું મિશ્રણ ચડી જય એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાયએટલે તેલ લગાવેલ પ્લાસ્ટિક પર કડછી વડે મિશ્રણ મૂકતા જઈ બે થી ત્રણ દિવસ સૂકવી લ્યો પાપડ બરોબર સુકાઈ જાય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા હોય ત્યારે તેલ માં તરી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પાપડ ને નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા બટાકા ના પાપડ

sabudana batata papad notes

  • અહી માત્ર ચીલી ફ્લેક્સ ને જીરું નાખેલ છે એની જગ્યાએ લીલા મરચા ની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી શકો છો
  • જો તમે ફરાળી પાપડ ના બનાવતા હો તો તમારી પસંદ ના બીજા મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો