Go Back
+ servings
vaal nu shaak - gujarati vaal nu shaak - val nu shaak - vaal nu shaak gujarati recipe - vaal recipe gujarati - vaal nu shaak banavani rit - વાલ નું શાક - vaal nu shaak recipe - val sabji

vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak | vaal nu shaak gujarati recipe | vaal recipe gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે વાલ નું શાક બનાવવાની રીત - vaal nu shaak banavani rit શીખીશું, આ વાલ નું શાક એક પારંપરિક ગુજરાતી શાક છે જે ઘરમાં તો બનતું જ હોય પણ સાથેઆપણે લગ્ન પ્રસંગ માં અથવા મંદિરો માં મળતા પ્રસાદ માં બનતું હોય છે ને ઉનાળા માં ખાસજ્યારે લીલા શાકભાજી ના મળે ત્યારે દરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયા પંદર દિવસે બને જ એનેભાત કે રોટલી સાથે સર્વ કરતા હોઈએ છીએ તો ચાલો vaal nu shaak gujarati recipe શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati shaak recipes, lunch and dinner recipe in gujarati, ગુજરાતી રેસીપી બનાવવાની રીત, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, રસોઈ બનાવવાની રીત, શાક બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

vaal nu shaak recipe ingredients

  • ½ કપ સફેદ વાલ
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી અજમો
  • 1 તમાલપત્ર
  • 1-2 સૂકાલાલ મરચા
  • ½ ચમચી જીરું
  • 2-3 ચમચી બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી આંબલી
  • 1 ચમચી ગોળ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

vaal nu shaak banavani rit | val nu shaak | vaal nu shaak gujarati recipe | val sabji

  • વાલ નું શાક બનાવવાની સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ વાલ લ્યો એમાં ગ્લાસ એક પાણી નાખી વાલને મસળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બીજી વખત વાલ ને પાણી નાખી ધોઇ લ્યો હવે એમાં બેગ્લાસ પાણી નાખી ઢાંકી ને આખી રાત પલાડી મૂકો
  • હવે ગેસ પર એક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આમલી અને ગોળ નાખી પાણી ને પાંચ મિનિટ બરોબર ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ મૂકો દસ મિનિટ પછી આંબલી ને મસળી લો અને ગરણી થી ગાળી લ્યો
  • હવે  પલાળેલા વાલ નું પાણી નિતારી એને કૂકરમાં નાખો સાથે દોઢ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો,
  • ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તમલપત્ર નું પાન, સૂકા લાલ મરચા,  જીરું અને અજમો નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં  બેસન નાખી બે મિનિટ ધીમા તાપે બેસન ને શેકી લ્યો
  • બેસન ને બે  મિનિટ શેકી લીધા બાદ એમાં લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ વાલ નાખી દયો ને બરોબર મિક્સ કરી લ્યો
  • મસાલાને એક વખત ચાખી લ્યો જો જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠુ નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો સાત મિનિટ પછી એમાં આંબલી ગોળ નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો વાલ નું શાક

val nu shaak notes

  • જો રાત્રે વાલ પલળવા નું ભૂલી ગયા હો તો સવારે ગરમ પાણી માં સાફ કરી વાલ નાખી ચપટી બેકિંગ સોડા નાખી ને ઢાંકી ને બે ત્રણ કલાક મૂકી દેશો તો પણ વાલ બરોબર પલળી જસે
  • લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલા ને પા કપ પાણીમાં મિક્સ કરી ને નાખશો તો મસાલા બરી જવાની બીક નહિ રહે
  • આંબલી નો પલ્પ તૈયાર હોય તો એ પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો