Go Back
+ servings
પનીર ટીકા - paneer tikka banavani rit - પનીર ટીક્કા બનાવવાની રીત - paneer tikka recipe in gujarati - પનીર ટીકા બનાવવાની રીત

પનીર ટીકા | paneer tikka banavani rit | પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka recipe in gujarati | પનીર ટીકા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર ટીકા બનાવવાની રીત - paneer tikka banavani rit શીખીશું, આજ કાલ બધાને મેરીનેટ કરી ગ્રિલ / શેકેલ શાકભાજી ખાવા ખૂબ ગમે છે અને હોટલ રેસ્ટોરન્ટ માં પણ આપણે એકાદ વાનગી ઓડર કરીએ જ છીએ પણ જો એજ ટેસ્ટી વાનગી આપણે ઘરે ટંદુર કે ઓવેન વગર બનાવી ને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છોતો ચાલો પનીર ટીક્કા બનાવવાની રીત - paneer tikka recipe in gujarati શીખીએ 
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 1 hr
Total Time 1 hr 50 mins
Course paneer recipe, અવનવી વાનગી, રેસીપી, વાનગીઓ બનાવવાની રીત, વિવિધ વાનગીઓ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 સ્ટીક
  • 1 તવી

Ingredients
  

પનીર ટીકા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 મોટી સુધારેલ ડુંગળી
  • 400 ગ્રામ પનીરના કટકા
  • 1 મોટા સુધારેલ કેપ્સીકમ

પનીરને મેરીનેટ કરવા માટે ની સામગ્રી

  • ½ કપ દહીં
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2 ચમચી શેકેલ બેસન
  • 1 ચમચી કસુરી મેથી
  • 2 ચમચી તેલ / ગરમ કરી ઠંડુ કરેલ રાઈ નું તેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીનાના પાન
  • 2 ચમચી દહી
  • 3-4 ચમચી દડિયા
  • 2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 2-3 લસણ ની કણી ( ઓપ્શનલછે )
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

પનીર ટીકા | paneer tikka | પનીર ટીક્કા | paneer tikka recipe in gujarati | પનીર ટીકા બનાવવાની રીત

  • પનીર ટીકા બનાવવા સૌપ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને પનીરની સાઇઝ ના જ કેપ્સીકમ અને ડુંગળી ના કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં ઘટ્ટ દહીં લ્યો એમાં મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચા નો પાઉડર, આદુ લસણની પેસ્ટ, શેકેલબેસન, હાથ થી મસળી કસુરી મેથી, તેલ/ ગરમ કરી ઠંડુ કરેલ રાઈ નું તેલ, લીંબુનો રસ અનેમીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં સુધારેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી ના કટકા નાખી હળવે હાથે બરોબર મિક્સ કરી બધા પર મસાલા બરોબર લાગી જાય એમ મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ફ્રીઝ માં એકાદ કલાક માટે મૂકી દયો જેથી મસાલા સાથે બધું બરોબર મિક્સ થઈ જાય
  • એકાદ કલાક પછી મિશ્રણ વાળુ વાસણ બહાર કાઢી લ્યો હવે સ્ટીલ ની સ્ટીક કે એકાદ કલાક પાણીમાં પલાળી રાખેલ લાકડા ની સ્ટીક  લ્યો એમાં મરીનેટ કરેલ  કેપ્સીકમ પનીર અને ડુંગળી નાખો,
  • ત્યારબાદ ફરી કેપ્સીકમ પનીર ડુંગળી પનીર અને કેપ્સીકમ નાખતા જાઓ આમ બધી સ્ટીક માં તૈયાર કરી લ્યો આમ બધા સ્ટીક ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરો એમાં માખણ નાખો ને તૈયાર કરેલ સ્ટીક એક એક કરી ને મૂકો બે મિનિટ પછી સ્ટીક ને બીજી બાજુ ઉથલાવી નાખો ફરી બીજી બાજુ સ્ટીક ને બીજી બાજુ ઉથલાવી લ્યો આમ બધી બાજુ બરોબર શેકી લ્યો હવે બીજો ગેસ ચાલુ કરો એના પર હાથે થી સ્ટીક પકડી ફેરવી ફેરવી ને બધી બાજુ શેકી લ્યો આમ બધી સ્ટીક ને શેકી લ્યો તો તૈયાર છે પનીર ટિક્કા

ચટણી બનાવવાની રીત

  • લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, દાડિયા, લસણની કણી, લીલા મરચા સુધારેલા, જીરું પાઉડર,સંચળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી નેતૈયાર કરી લ્યો તો તૈયાર છે ચટણી

paneer tikka banavani rit notes

  • મેરીનેટમાં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા નાખી શકો છો
  • જો તમારા પાસે સ્ટીક ના હોય તો મેરીનેટ કરેલ સામગ્રી ને તવી પર ઘી કે તેલ માં એમજ પણ શેકી ને પનીર ટિક્કા તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો