Go Back
+ servings
સાદા પરોઠા બનાવવાની રીત - sada paratha banavani rit - sada paratha recipe - sada paratha recipe in gujarati

સાદા પરોઠા બનાવવાની રીત | sada paratha banavani rit | sada paratha recipe | sada paratha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાદા પરોઠા બનાવવાની રીત - sada paratha banavani rit શીખીશું, સાદા પરોઠા તમે શાક, દાળ, પંજાબી શાક , દહી અને ચા સાથેસર્વ કરી શકો છો ને ટિફિન કે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો ને આ પરોઠા તમે ઘી કે તેલથી શાઓ ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ sada paratha recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course paratha banavani rit, paratha recipe, પરોઠા, પરોઠા બનાવવાની રીત, સાદા પરોઠા
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Ingredients
  

સાદા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ પરોઠા શેકવા માટે

Instructions
 

સાદા પરોઠા | sada paratha | sada paratha recipe | sada paratha recipe in gujarati

  • સાદા પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અનેબે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને ને મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ બીજી બે ચમચી તેલ નાખી ફરીબે મિનિટ મસળી લ્યો
  • હવે બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા ના હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવો લ્યો કોરા લોટ સાથે પુરી જેટલું વણી લ્યો
  • હવે વણેલી પુરી પર પા ચમચી તેલ લગાવો ને એના પર બે ચપટી કોરો લોટ છાંટી અડધી ફોલ્ડ કરી લ્યો ફરી થોડું તેલ લગાવો અને ત્રિકોણ બનાવી લ્યો ,
  • ત્યારબાદ હવે એના પર કોરો લોટ છાંટી ફરી ફોલ્ડ કરી લ્યો હવે કોરા લોટ ની મદદ થી ત્રિકોણ વણી લ્યો  ( અહી તમે ચોરસ, ગોળ આકાર ના પરોઠા પણ તૈયાર કરી શકો છો ) હવે ગેસ પરતવી ગરમ કરવા મૂકો
  • તવી ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પરોઠા ને નાખી એક બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ બીજી બાજુ પણ થોડી ચડાવી લ્યો હવે ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો

sada paratha recipe notes

  • પરોઠાનો લોટ મિડીયમ કઠણ ને બરોબર મસળી લેશો તો પરોઠા એકદમ સોફ્ટ બનશે
  • અહી તમે એક સાથે બધા પરોઠા વણી લઈ ત્યાર બાદ તવી પર શેકી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો