Go Back
+ servings
am shake - badam shake recipe - badam shake banavani rit - બદામ શેક બનાવવાની રીત - badam shek - badam sek - badam shake recipe in gujarati - badam shek recipe

બદામ શેક | badam shake | badam shake recipe | badam shake banavani rit | badam shek | badam sek

જય શ્રી કૃષ્ણ આજ આપણે બદામ શેક બનાવવાની રીત - badam shake banavani rit શીખીશું, બદામ શેક ની તમે અત્યાર સુધી બજાર માં જઈ ને જ મજા લીધી હસેપણ જો બજાર કરતા પણ ટેસ્ટી ને હેલ્થી શેક ઘરે થોડી મહેનત કરી તૈયાર કરો અને ઘર ના સભ્યો, આવેલા મહેમાન અને મિત્રો ને પીવડાવો તો ચાલો badam shake recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 50 mins
Course Drinks
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

બદામ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 1-2 ચમચી વેનીલા ફ્લેવર્સ કસ્ટર્ડ પાઉડર
  • ¼ ચમચી ખાંડ
  • 15-20 બદામ
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 1-2 ચમચી ટુટી ફૂટી
  • 10-15 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions
 

badam shake | badam shake recipe | badam shake banavani rit | બદામ શેક બનાવવાની રીત | badam shek | badam sek

  • બદામ શેક બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં બે ચાર કલાક અથવા આખી રાત પલાડી મૂકો બદામ બરોબર પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને થોડી થોડી વારે હલાવતા રહો દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ખાંડ નાખી બરોબર હલાવી લ્યો ને પા ભાગ દૂધ ને ધીમા તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળી લ્યો
  • પા ભાગનું દૂધ ઉકડી જાય એટલે એમાં પીસેલી બદામ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ એક બાજુ મૂકી બાકી ની ડ્રાય ફ્રુટ ની કતરણ ઉકળતા દૂધ માં નાખો સાથે થોડી ટુટી ફૂટી નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરેલ દૂધ ને હલાવી ને ઉકળતા દૂધ માં નાખી બરોબર હલાવી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને દૂધ ને રૂમ તાપમાન માં ઠંડુ થવા દયો
  • દૂધ રૂમ તાપમાન માં ઠંડુ થાય ત્યાર બાદ ઓછામાં ઓછા બે ચાર કલાક ફ્રીઝ માં ઠંડુ થવા દયો અથવા તૈયાર દૂધ ને ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે ફ્રીઝમાંથી કાઢી ને ઠંડુ ઠંડુ મજા લ્યો આ શેક ને તમે એક થી બે દિવસ ફ્રીઝ માં રાખી મજા લઈશકો છો તો તૈયાર છે બદામ શેક

badam shake recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • અહી જો તમે આ દૂધ વધારે બની ગયું હોય તો ફ્રીઝર માં એર ટાઈટ ડબ્બામાં ભરી ને જમાવી લ્યો ત્યાર બાદ આઈસક્રીમ જેમ પણ મજા લઇ શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો