Go Back
+ servings
કાલા ખટ્ટા શરબત - kala khatta sharbat banavani rit - kala khatta sharbat recipe in gujarati - kala khatta sharbat recipe

કાલા ખટ્ટા શરબત | kala khatta sharbat banavani rit | kala khatta sharbat | kala khatta sharbat recipe | kala khatta sharbat recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાલા ખટ્ટા શરબત બનાવવાની રીત - kala khatta sharbat banavani rit શીખીશું. કાલાખટ્ટા શરબત,કાલાખટ્ટા શરબત સોડા અને કાલાખટ્ટા ચૂસકી ગોલા ઉનાળો આવતાં જ બધાને આશરબત માંથી બનેલ વાનગી ની મજા લેવી ખૂબ પસંદ આવે છે, બજારમાં મળતા શરબત કરતા પણ આપણે કોઈ પ્રકારનાકલર વગર પણ કાલાખટ્ટા શરબત ઘરે બનાવવાની રીત શીખીશું જે નાના મોટા બધાને પસંદ આવશેતો ચાલો kala khatta sharbat recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 29 mins
Total Time 49 mins
Course sharbat banavani rit, sharbat recipe, શરબત, શરબત બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કાલા ખટ્ટા શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ કોકમ
  • 1 ચમચી પીસેલું આદુ
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¾ કપ ખાંડ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

કાલા ખટ્ટા શરબત | kala khatta sharbat | kala khata sharbat | kala khatta sharbat recipe

  • કાલા ખટ્ટા શરબત બનાવવા સૌપ્રથમ કોકમ ને સાફ કરી લ્યો ત્યારબાદ એક વખત પાણી થી ધોઈ લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ધોઇ ને રાખેલ કોકમ નાખો સાથે આદુની પેસ્ટ/ છીણ અને ત્રણ કપ જેટલું પાણી નાખી ગેસ ચાલુ કરી દયો ને પાણી ને ઉકાળો
  • પાણી ઉકળવા લાગે એટલે ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ મિડીયમ તાપે ઊકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ થી બાર મિનિટ ઉકાળી લીધા બાદ મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સંચળ અને ખાંડ નાખી મિક્સ કરો ને ખાંડ ને ઓગળી લ્યો
  • ખાંડ ઓગળી જાય એટલે ફરી થી ઢાંકી ને દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો દસ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો  મિશ્રણ ઠંડુ થાય એટલે ગરણી થી ગાળીલ્યો અને પાણી અલગ કરી લ્યો અને કોકમ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ પાકપ ગાળી રાખેલ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો
  • હવે પીસેલી કોકમ ને ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બીજું બાકી રહેલ કોકમ નું પાણી નાખી એને પણ પીસેલી કોકમ સાથે ગાળી લ્યો હવે ગાળી રાખેલ શરબત એમજ પાણી સાથે , બરફ ના ગોલા માં અથવા સોડા સાથે વાપરો અથવા કડાઈ માં નાખી દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો તો તૈયાર છે કાલા ખટ્ટા શરબત

કાલા ખટ્ટા શરબત ચૂસકી ગોલા

  • બરફની ચૂસકી બનાવવા બરફ ને બરોબર ક્રશ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ કાલા ખટ્ટા શરબત નાખો ને મજા લ્યો કાલા ખટ્ટા શરબત ગોલા

કાલાખટ્ટા શરબત

  • ગ્લાસમાં ઠંડુ પાણી નાખી એમાં જરૂર મુજબ બરફ ના ટુકડા નાખો ને તમારા સ્વાદ મુજબ બે ત્રણ ચમચી તૈયાર કરેલ કાલાખટ્ટા શરબત નાખી મિક્સ કરી મજા લ્યો કાલા ખટ્ટા શરબત

કાલા ખટ્ટા શરબત સોડા બનાવવાની રીત

  • ગ્લાસમાં બરફ ના ટુકડા અને બે ત્રણ ચમચી કાલાખટ્ટા શરબત નાખો ઉપર સોડા નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો કાલાખટ્ટા શરબત સોડા

kala khatta sharbat recipe in gujarati notes

  • અહી તમે જો ઘણા લાંબો સમય શરબત રાખવો હોય તો શરબત ને પીસી ને ગાળી લીધા બાદ દસ બાર મિનિટ ધીમા તાપે હલાવતા રહી ચડાવી લેવો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો