Go Back
+ servings
ચમચમ બનાવવાની રીત - cham cham mithai banavani rit - Cham cham banavani rit - Cham cham recipe in gujarati - cham cham sweet recipe in gujarati

ચમચમ બનાવવાની રીત | cham cham mithai banavani rit | Cham cham banavani rit | Cham cham recipe in gujarati | cham cham sweet recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચમચમ બનાવવાની રીત - cham cham mithai banavani rit શીખીશું, ચમચમ એક બંગાળી મીઠાઈ છે પણ આજ કલ બધેજ ખૂબ પસંદ આવતી હોય છે ને ઉનાળા માં ઠંડી ઠંડી ચમચમ નાના મોટા પ્રસંગમાંખૂબ ખાવા મળતી હોય છે આપણે બજાર માંથી કે પ્રસંગ માં તો ખૂબ મજા લઇ ને ચમચમ ખાઈએ છીએએજ ચમચમ આજ આપણે ઘરે ખુબજ સરળ રીતે ટિપ્સ અને ટ્રિકસ સાથે બનાવતા શીખીશું તો ચાલો Cham cham recipe in gujarati - cham cham sweet recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course mithai banavani rit, sweet recipe in gujarati, ગુજરાતી મીઠાઈ, મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / તપેલી

Ingredients
  

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ખાંડ
  • 5 કપ પાણી
  • 1 ચમચી કેવડા જળ / ગુલાબ જળ

ચમચમનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 2 લીટર ગાયનું દૂધ
  • 2 ચમચી લીંબુનો રસ / વિનેગર
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચી કોર્ન ફ્લોર

ચમ ચમમાં સ્ટફિંગ કરવા માટેની સામગ્રી

  • 1 કપ માવો
  • 3-4 ચમચી પીસેલી ખાંડ
  • 15-20 તાંતણા કેસરના / ફૂડ કલર 2 ટીપાં
  • 1-2 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
  • 2-3 ચમચી ટુટી ફૂટી

Instructions
 

ચમચમ | cham cham mithai | Cham cham | Cham cham recipe | cham cham sweet recipe

  • ચમચમ બનાવવા સૌપ્રથમ આપણે દૂધ ને ફાડી લઈ એમાંથી ગોલા બનાવી લેશું ત્યાર બાદ ખાંડ ની ચાસણી બનાવી એમાં ગોલા ને ચડાવી લેશું ત્યાર બાદ ઠંડા કરી એમાં સ્ટફિંગ ભરી ને ચમચમ તૈયાર કરીશું

ચમચમનું મિશ્રણ બનાવવા ની રીત

  • સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લ્યો અને ફૂલ તાપે એક ઉભરો આવે ત્યાં સુંધી ચડાવી લ્યો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી માં વાટકા માં લીંબુનો રસ / વિનેગર લ્યો એમાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો હવે દૂધ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને બે મિનિટ પછી એમાં લીંબુનો રસ / વિનેગર વાળુ મિશ્રણ ચમચી ચમચી નાખતા જઈ હલાવતા રહો ને દૂધને ફાડી લ્યો
  • ફાડેલા દૂધ માં એક થી બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો હવે સાફ પાતળું કોટન નું કપડું લ્યો એમાં ફડેલું દૂધ નાખો ને એમાં બે ત્રણ કપ પાણી નાખી પનીર ને ધોઇ લ્યો હવે કપડા ની પોટલી બનાવી થોડી વાર ટીંગાડી મૂકો જેથી એમાંથી વધારાનું પાણી નીકળી જાય  ત્યાર બાદ ચારણી માં મૂકી ઉપર વજન મૂકી દસ મિનિટ રહવા દયો
  • દસ મિનિટ પછી પનીર ને એક વાસણમાં કાઢી લ્યો ને બે ચાર મિનિટ હથેળી થી મસળી લ્યો જેથી એમાં કોઈ મોટી કણી ના રહે ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નાખી ફરી ત્રણ ચાર મિનિટ બરોબર મસળી લ્યો મિશ્રણ ને બરોબર મસળી લીધા બાદ એના એક સરખા ભાગ કરી લ્યો ને એને ચમચમ નો આકાર આપી દયોઅને જેમાં પનીર બાંધી રાખેલ એ ઢાંકી એક બાજુ મૂકો

ચમ ચમની ચાસણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં ખાંડ અને ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી ફૂલ તાપે ખાંડ ને ઓગડી લ્યો જો ચાસણી માં કચરો લાગે તો બે ચમચી દૂધ નાખી એક મિનિટ ઉકાળી લ્યો ને જે કચરો ઉપર આવે એને કાઢી લ્યો હવે એક થી દોઢ કપ ચાસણી બીજા વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં બીજા ત્રણ કપ પાણી નાખી ઉકડાઇ લ્યો
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલા ચમચમ ગોલા એક એક કરી ને નાખતા જાઓ બધા ગોલા નાખી દીધા બાદ પાંચ મિનિટ ઢાંકી ને ગોલા ને ચડવા દયો પાંચ મિનિટ પછી ચમચા થી હળવે હાથે બધા ગોળ ઉથલાવી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી ને ત્રણ મિનિટ ચડવા દયો ત્રણ મિનિટ પછી ગરી ચમચાથી ગોલા ને ઉથલાવી લ્યો ને ફરી ઢાંકી લ્યો હવે ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી નાખોને ગેસ બંધ કરી એમજ બે ત્રણ મિનિટ રહેવા દયો
  • હવે એક બીજા વાસણમાં ઠંડુ બરફ નું પાણી લ્યો ને ત્રણ મિનિટ પછી તૈયાર ચમચમ ને ચાસણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખો ને એક થી બે મિનિટ પછી હાથ થી થોડા દબાવી ને પહેલા અલગ કાઢી રાખેલ ચાસણી માં નાખતા જાઓ અને કડાઈ માં રહેલ ચાસણી ને પણ ગાળી ને ઠંડુ કરી એમાં અને એમાં કેવડા જળ / ગુલાબ જળ નાખી દયો ને બે ત્રણ કલાક ફ્રીઝ માં મૂકી દયો

ચમ ચમનું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં મોરો માવો સાવ ઝીણો છીણી ને લ્યો એમાં પીસેલી ખાંડ અને કેસર ના તાંતણા અથવા ફૂડ કલરનાખી હાથેથી મસળી બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો ને પ્લાસ્ટિક ના કોન માં ભરી લ્યો
  • ત્રણ કલાક પછી ચમચમ ને ફ્રીઝ માંથી કાઢી ચાકુ થી કાપા કરી લ્યો ને વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અથવા ટુટી ફૂટી છાંટી ફરી પ્લેટ માં મૂકી ફ્રીઝમાં મૂકી દયો ને ઠંડી થઇ જાય એટલે મજા લ્યો ચમચમ

cham cham sweet recipe in gujarati notes

  • દૂધને ફાડવા માટે દહી, લીંબુનો રસ અથવા વિનેગર વાપરી શકો છો
  • ફડેલા દૂધ ને બે પાણીથી બરોબર ધોઇ લેવું જેથી વિનેગર કે લીંબુ ની ખટાસ નીકળી જાય
  • ચાસણી બનાવવી વખતે એમાં એલચી પણ નાખી શકો છો
  • જો તમે કાચો માવો ના પસંદ હોય તો માવા ને કડાઈમાં શેકી ને ઠંડો કરી લીધા બાદ પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો