Go Back
+ servings
બટાકા ની વેફર બનાવવાની રીત - potato wafers recipe in gujarati - bataka ni vefar banavani rit - bataka ni wafer banavani rit -batata ni vefar banavani rit

બટાકા ની વેફર બનાવવાની રીત | bataka ni vefar banavani rit | bataka ni wafer banavani rit| batata ni vefar banavani rit | potato wafers recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર બનાવવાની રીત - bataka ni vefar banavani rit - potato wafers recipe in gujarati શીખીશુ, તમે આ વેફર નવા કે જૂના બટાકા માંથી બનાવી શકો છો અને જો તમનેબાર મહિના માટેની વેફર બનાવવાની રહી ગઈ હોય ને વ્રત ઉપવાસમાં  વેફર તરી ને ખાવા ની ઈચ્છા હોય તોઆજ અમે બટાકા ને બફાઈ ને સૂકવણી કરવાની ઝંઝટ વગર માત્ર એકાદ કલાક માં વેફર તૈયાર કરીશકો છો તો ચાલો ઇન્ટન્ટ batakani wafer banavani rit - batata ni vefar banavani rit શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course Snack
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 વેફર મશીન

Ingredients
  

બટાકા ની વેફર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો બટાકા
  • 2 લીંબુનો રસ
  • 1 ચમચી મીઠું 1
  • પાણી જરૂર મુજબ
  •   2-3 લીટર ગરમ પાણી

Instructions
 

બટાકા ની વેફર |  bataka ni vefar | bataka ni wafer | batata ni vefar | potato wafers recipe

  • ઇન્ટન્ટ બટાકા વેફર બનાવવા સૌપ્રથમ મિડીયમ સાઇઝ ના બટાકા લ્યો એને પાણીમાં નાખી ઘસી ને  ધોઇ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ બધા બટાકા છોલી ને સાફ કરી લીધા બાદ વેફર મશીન માં એક એક બટાકા ને છીણી ને વેફર બનાવી બનાવી પાણી માં નાખતા જાઓ
  • આમ બધીજ વેફર બનાવી લીધા બાદ વેફર ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો જેથી એમાં રહેલ સ્ટાર્ચ નીકળી જાય હવે એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો એમાં મીઠું અને લીંબુનો રસ નીચોવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ વેફર ની ચિપ્સ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ મૂકો
  • પાંચ મિનિટ પછી વેફર ને ચારણીમાં કાઢી લ્યો ને મોટા કપડા પર એક એક મૂકતા જાઓ ને ઉપર થી બીજા કોરા કપડા થી દબાવી ને કોરી કરી લ્યો બધી વેફર સાવ કોરી થઈ જાય એટલે તેલ ગરમ થાય ત્યાં સુધી પંખા નીચે મૂકો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં સૂકવેલી વેફર માંથી થોડી વેફર તરવા માટે નાખો વેફર ને બે મિનિટ ફૂલ તાપે તરી લીધા બાદ ગેસ મિડીયમ કરી વેફર ગોલ્ડન થાય ત્યાં સુધી બરોબર હલાવતા રહી તરી લ્યો વેફર ગોલ્ડન ને ક્રિસ્પી થાય એટલેએને ઝારા થી કાઢી લ્યો
  • હવે ફરી ગેસ ફૂલ કરી તેલ બરોબર ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલા વેફર નાખી બે મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો આમ થોડી થોડી વેફર નાખતા જઈ ને ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે ઇન્ટન્ટ બટાકા વેફર

potato wafers recipe in gujarati notes

  • અહી તમે નવા આવેલા બટાકા માંથી આ વેફર બનાવશો તો ઘણી સારી બનશે કેમકે નવા બટાકા માં સ્ટાર્ચ નું પ્રમાણ ઓછું હોય છે
  • અહી અમે ગરમ પાણી માં નાખેલ છે પણ તમે સાદા પાણી માં ધોઇ ને સૂકવી ને કોરી કરી ને પણ આ વેફર તૈયાર કરી શકો છો
  • વેફર તરતી વખતે તેલ માં ચપટી મીઠું નાખી ને તરશો તો વેફર સ્વાદિષ્ટ બનશે સાથે તેલ પણ ઓછું લાગશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો