Go Back
+ servings
છાશ નો મસાલો બનાવવાની રીત - chhas no masalo - chhas masalo - છાશ નો મસાલો - chhas no masalo banavani rit - chaas no masala recipe in gujarati - chaas masala powder recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit | chaas no masala recipe in gujarati | chaas masala powder recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે છાશ નો મસાલો બનાવવાની રીત - chhas no masalo banavani rit શીખીશું, છાસ દરેક ગુજરાતી ની જાન હોય છે છાસ વગરગુજરતી નું જમવાનું પૂરું નથી થતું એટલે જ હવે બજાર માં પણ સાદી ને અલગ અલગ સ્વાદ નામસાલા વાળી છાસ મળતી થઈ ગઈ છે અને આજકાલ તો અલગ પ્રકારના મસાલા પણ મળે છે પણ આજે ખુબજસરળ રીતે ઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી છાસ માટેનો મસાલો બનાવશું તો ચાલો chaas no masala recipe in gujarati - chaas masala powder recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course chaas masala, chaas masala powder
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર

Ingredients
  

chaas masala ingredients

  • ¼ કપ જીરું
  • ¼ કપ આખા ધાણા
  • ½ ઇંચ તજ નો ટુકડો
  • ½ ચમચી અજમો
  • 25-30 મરી
  • 15-20 સૂકવેલા ફુદીના ના પાન
  • ½ ચમચી કાચી વરિયાળી
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • 1-2 ચમચી આમચૂર પાઉડર

છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહીં
  • 1 કપ પાણી

Instructions
 

છાશ નો મસાલો | chhas no masalo | chhas masalo | chaas no masala recipe | chaas masala powder recipe

  • છાસ નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં ધીમા તાપે મરી, જીરું, આખા ધાણા, તજ નો ટુકડો, અજમો અનેવરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહો બે ચાર મિનિટ અથવા થોડા રંગ બદલવા લાગે ને બરોબર સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો
  • મસાલા બરોબર સેકાઈ જાય એટલે બીજા વાસણ કાઢી લ્યો ને સાથે એમાં ફુદીના ના પાંદડા નાખી મિક્સ કરી લ્યો ને ઠંડા થવા દયો બધા મસાલા ને બિલકુલ ઠંડા કરી લ્યો
  • મસાલા બધા સાવ ઠંડા થાય એટલે એ શેકેલ મસાલા મિક્સર જારમાં નાખો સાથે સંચળ, આમચૂર પાઉડર, હિંગ નાખી ને બરોબર પીસી ને પાઉડર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો તોતૈયાર છે છાસ નો મસાલો

છાસ બનાવવાની રીત

  • એક વાસણમાં એક કપ દહી લ્યો એમાં દોઢ કપ પાણી નાખી બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે બરોબર વલોવી ને છાસ બનાવી લ્યો હવે તૈયાર છાસ ને બરફ ના ટુકડા અને સ્વાદ મુજબ તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ઠંડી ઠંડી મસાલા છાસ ની મજા લ્યો

chaas masala powder recipe in gujarati notes

  • અહી તમને મરી નો તીખાશ ઓછી પસંદ હોય તો મરી ઓછા કરી શકો છો
  • જો ગેસની તકલીફ વધારે રહેતી હોય તો અજમો અને હિંગ થોડી વધારે પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો