Go Back
+ servings
dabeli recipe - gujarati dabeli - કચ્છી દાબેલી બનાવવાની રીત - kacchi dabeli banavani rit - kacchi dabeli recipe in gujarati - daabeli banavani rit - kacchi dabeli recipe - dabeli banavani recipe - gujarati dabeli recipe

કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati | daabeli banavani rit | dabeli banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ વારંવાર પૂછવામાં આવેલ પ્રશ્ન how to make dabeli in gujarati ? દાબેલી કેવી રીતે બનાવવી ? નો ઉકેલ જાણીએ કચ્છી દાબેલી બનાવવાની રીત - kacchi dabeli banavani rit , દાબેલી ને ઘણા કચ્છી દાબેલી, ડબલ રોટી, સ્ટફડ પાઉં પણ કહે છે આ એક કચ્છ નો પ્રખ્યાત નાસતો છે અને આજ કલ તો દાબેલી ના મસાલા ના તૈયાર પેકેટ પણ બજારમાં મળે છે પણ આજ આપણે ઘરે દાબેલી નો મસાલો, બટાકાનો મસાલો, મસાલા સિંગ તીખી ચટણી, મીઠી ચટણી બધી સામગ્રી ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો kacchi dabeli recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course dabeli recipe, Snack
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

કચ્છની દાબેલી મસાલો બનાવવા માટેની સામગ્રી | kacchi dabeli masala ingredients

  • ¼ કપ આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 તજ નો ટુકડો
  • 1-2 લવિંગ
  • 1 સ્ટાર ફૂલ
  • 1 મોટી એલચી
  • 1 તમાલ પત્ર
  • 1 ચમચી દગડ ફૂલ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 2 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 4 ચમચી ખાંડ
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા સિંગ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ શેકેલ સીંગદાણા
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 3 ચમચી દાબેલી મસાલો
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 15-20 આખા સૂકા લાલ મરચા પાણીમાં પલાળી રાખેલ
  • 8-10 લસણની કણી
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ આંબલી
  • 1 કપ ખજૂર
  • 1 કપ ગોળ સુધારેલ
  • 1 ચમચી તેલ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી જીરું પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ

બટાકાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 5-7 બાફેલા બટાકા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 6-7 ચમચી દાબેલી મસાલો
  • 2 ચમચી આંબલી નો પલ્પ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

દાબેલી ગાર્નિશ માટેની સામગ્રી

  • પાઉં
  • દાબેલી મસાલો
  • લીલા ધાણા સુધારેલા
  • નારિયળ ની છીણ
  • દાડમ ના દાણા
  • લાલ ચટણી
  • મીઠી ચટણી
  • ડુંગળી સુધારેલ
  • મસાલા સિંગ
  • ઝીણી સેવ

Instructions
 

dabeli recipe | દાબેલી | gujarati dabeli | dabeli recipe gujarati | daabeli banavani rit | kacchi dabeli recipe | dabeli banavani recipe | gujarati dabeli recipe | કચ્છી દાબેલી | dabeli in gujarati

  • દાબેલી બનાવવા આપણે સૌ પ્રથમ એની ચટણીઓ તૈયાર કરીશું ત્યાર બાદ મસાલા સીંગ તૈયાર કરી લેશું બધી સામગ્રી તૈયાર થઈ જાય એટલે બટાકા નો મસાલો તૈયાર કરી પાઉં માં ચટણીઓ સાથે ભરી ને તૈયાર કરીશું દાબેલી

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala recipe in gujarati | dabeli no masalo banavani rit

  • દાબેલીનો મસાલો બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં આખા ધાણા, જીરું, મરી , કાચી વરિયાળી, મોટી એલચી,તજ નો ટુકડો, લવિંગ, સ્ટારફૂલ, તમાલપત્ર, દગડ ફૂલ અને ચપટી મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે બધા મસાલા ને શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો
  • મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો મસાલા ને બરોબર પીસી લીધા બાદ મિક્સર જારમાં જ પીસેલી ખાંડ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ અને સૂકા નારિયળ નું છીણ નાખી ફરીથી બરોબર પીસી લ્યો
  • પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી એમાં ખાંડ, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે દાબેલી મસાલો જેને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ફ્રીઝ માં સાચવી લ્યો

મસાલા સિંગ બનાવવાની રીત

  • મસાલા સિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર ધીમા તાપે સીંગદાણા ને શેકી લ્યો ત્યાર બાદ ઠંડા કરી લ્યો દાણા ઠંડા થાય એટલે શેકેલ સીંગદાણા ના ફોતરા કાઢી અલગ કરી લ્યો અને કપડા માં નાખી વેલણ ફેરવી અડધા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખી બે મિનિટ ધીમા તાપે શેકો દાણા ને બે મિનિટ શેકી લીધા બાદ એમા લાલ મરચાનો પાઉડર, હળદર, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ,દાબેલી મસાલો અને મીઠું નાખી મિક્સ કરો
  • હવે દાણા ને મસાલા સાથે એક થી બે મિનિટ ધીમા તાપે શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી નવશેકા થવા દયો દાણા નવશેકા થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને એક ચમચી તેલ ઉપર થી નાખી મિક્સ કરો ને દાણા ને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો

દાબેલી ની ચટણી બનાવવાની રીત

  • આજે દાબેલી બનાવવા માટે જરૂરી બે ચટણી લસણ ની તીખી ચટણી અને મીઠી ચટણી બનાવતા શીખીશું.

લસણની તીખી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં આખા સૂકા લાલ મરચા પાણીમાં પલાળી રાખેલ હતા એનું પાણી નિતારી ને નાખો સાથે લસણની કણી, જીરું પાઉડર,સંચળ, મીઠું સ્વાદ મુજબ અને પાણી જરૂર મુજબ  નાખી ને પીસી ને સ્મુથ ચટણી તૈયાર કરો અને બરણી માં ભરી લ્યો તો તૈયાર છે તીખી ચટણી

મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી | dabeli red chutney recipe

  • મીઠી ચટણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બીજ નીકળી આંબલી અને ખજૂર લ્યો એમાં 500 એમ. એલ. ગરમ પાણી નાખી ને અડધો કલાક પલાળી મુકો આંબલી ખજૂર બરોબર પલાળી લીધા બાદ મસળી લ્યો અને ગાળી લ્યોઅને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં લાલ મરચાનો પાઉડર, હિંગ,જીરું પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગાળી રાખેલ આંબલી ખજૂર નું પાણી નાખી મિક્સ કરી લ્યો
  •  હવે એમાં છીણેલો ગોળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ઉકાળો ને વચ્ચે હલાવતા રહો વીસ મિનિટ પછી ધીમા તાપે દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં ગાળી લ્યો અને ઠંડી થવા દયો તો તૈયાર છે મીઠી ચટણી

બટાકા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બટાકા નો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ દાબેલી મસાલો નાખી મિક્સ કરી લ્યો મસાલો મિક્સ થઈ જાય એટલે એમાં બાફી ને મેસ કરેલા બટાકા નાખો
  • બટાકા સાથે આંબલી નો પલ્પ, સ્વાદ મુજબ મીઠું અને પાણી પાંચ સાત ચમચી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મસાલો થાળી માં કાઢી ને ફેલાવી ને ઠંડો કરવા મૂકો
  • થાળીમાં મસાલા ને ફેલાવી દયો ઉપર નારિયળ નું છીણ, લીલા ધાણા સુધારેલા, એક બે ચમચી દાડમ ના દાણા નાખી તૈયાર કરી બટાકા નું સ્ટફિંગ

કચ્છી દાબેલી બનાવવાની રીત| kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati

  • કચ્છી દાબેલી બનાવવા પાઉં ને વચ્ચે થી અડધે સુંધી ચાકુથી કાપો એમાં એક ચમચી મીઠી ચટણી, પા ચમચી થી ઓછી તીખી ચટણી નાખીએક વખત બંધ કરો ત્યાર બાદ ફરી ખોલી એમાં તૈયાર કરેલ બટાકા નું સ્ટફિંગ ભરી લ્યો ઉપરમીઠી ચટણી અને મસાલા સિંગ મૂકો ને પેક કરી લ્યો તૈયાર છે દાબેલી જેની કિનારી પર દાડમ દાણા, ડુંગળી ઝીણી સેવ લગાવી સર્વ કરો
  • અથવા ગેસ પર તવી ગરમ કરી એમાં માખણ નાખી તૈયાર દાબેલી ને બને બાજુ શેકી લ્યો  ને ત્યાર બાદ ઝીણી સેવ, દાડમ દાણા અને ડુંગળી સાથે સર્વ કરો દાબેલી

dabeli recipe notes

  • દાબેલી મસાલા માં તેલ ને ગરમ કરી ઠંડુ કરી ને પણ નાખી શકો છો
  • દાબેલી મસાલો, ચટણી ને મસાલા સિંગ એક બે દિવસ પહેલા તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દઈ જ્યારે પણ બનાવી હોય ત્યારે બટાકા બાફી મસાલો તૈયાર કરી શકો છો
  • તમે ડુંગળી ના ખાતા હો તો ના નાખવી
  • ચટણી તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી રાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો