Go Back
+ servings
દાળ ઢોકળી બનાવવાની રીત - gujarati dal dhokli banavani rit - dal dhokli recipe gujarati - gujarati dal dhokli recipe - dal dhokli gujarati recipe - dal dokri recipe - દાળ ઢોકળી ની રેસીપી - dal dhokli banavani recipe - gujarati daal dhokali

દાળ ઢોકળી બનાવવાની રીત | gujarati dal dhokli banavani rit | dal dhokli recipe gujarati | gujarati dal dhokli recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે પૂછવામાં આવેલ પ્રશ્ન how to make dal dhokli ? તો આજ  ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની રીત - gujarati dal dhokli banavani rit શીખીશું, આ એક ગુજરાતી વાનગી છે ને જ્યારે જમવા માટે ઘણી બધી ઝંઝટ ના કરવી હોય ને બધાનું પેટ પણ ભરાઈ જાય એવી કોઈ વાનગી બનાવી હોયતો દાળ ઢોકળી બનાવી લ્યો એમાં તમને રોટલી ને દાળ એટલે કે એક સંપૂર્ણ પોષક આહાર મળીજસે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો  દાળ ઢોકળી નીરેસીપી - dal dhokli recipe gujarati - gujarati dal dhokli recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course gujarati food, gujarati recipe, gujarati snacks, ગુજરાતી ભોજન, ગુજરાતી રેસીપી, ગુજરાતી રેસીપી બનાવવાની રીત, ગુજરાતી વાનગી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

દાળ બાફવા માટેની સામગ્રી

  • ½ કપ તુવેર દાળ
  • 5-7 ચમચી સીંગ દાણા
  • ¼ ચમચી હળદર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2 ટમેટા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળીનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1-2 ચમચી બેસન
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

દાળ ઢોકળી નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ટમેટા ઝીણા સુધારેલ
  • 1 ચમચી ગોળ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી ઘી (ઓપ્શનલ છે )

Instructions
 

dal dhokli gujarati recipe | dal dokri recipe | દાળ ઢોકળી ની રેસીપી | dal dhokli banavani recipe | gujarati daal dhokali

  • દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ દાળ ને કુકર માં બાફવા મૂકી દાળ બફાય ત્યાં સુંધી ઢોકળી નો લોટ બાંધી લેશું અને એમાંથી રોટલી બનાવી વણી કટકા કરી લેવા,
  • ત્યારબાદ દાળ નો વઘાર કરી એમાં બાફેલી દાળ નાખી જરૂર મુજબ પાણી નાખી દાળ ને ઉકાળી લ્યો ત્યારબાદ એમાં ઢોકળી ના કટકા નાખી ઢોકળી ને બરોબર ચડાવી લેશું તો ચાલો દાળ ઢોકળી બનાવવાની રીત શીખીએ

ઢોકળી બનાવવાની રીત | ઢોકળી નો લોટ બાંધવા ની રીત | dhokli recipe

  • એક વાસણમાં ચાળી ને ઘઉં નો લોટ અને બેસન લ્યો એમાં હાથ થી મસળી અજમો, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા ધાણાસુધારેલા, તેલ બે ચમચી અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી એક બાજુ મૂકો
  • પાંચ મિનિટ પછી ફરીથી લોટ મસળી એમાંથી બે ત્રણ લુવા કરી લ્યો ને એક એક લુવા ને પાટલા પર વેલણ વડે વણી ને રોટલી બનાવી લ્યો અને રોટલી ના ચાકુ થી મન ગમતા આકાર માં કટકા કરી એક થાળી માં મૂકતા જાઓ અને બધા કટકા થઈ જાય એટલે ઢાંકી ને મૂકો

દાળ બાફવાની રીત

  • દાળ બાફવા સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને ઘસી ને બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યારબાદ એક ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાડી મૂકો અડધા કલાક પછી દાળ નું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો સાથે બે કપ પાણી, સુધારેલ ટમેટા, લીલા મરચા, સીંગદાણા,હળદર અને સ્વાદ મુજબ મીઠું અને કુકર બંધ કરી લ્યો
  • હવે કુકર ને ગેસ પર મૂકી ફૂલ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજીદસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને દાળ ને બરોબર જેરી લ્યો અને એક બાજુ મૂકો

દાળ ઢોકળી નો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં આદુ પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી શેકો બને બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધીઢાંકી ને ચડાવો
  • ટમેટા ગરી જાય ને તેલ અલગ થવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ તુવેર દાળ નાખો સાથે બીજા બે કપ થી ત્રણ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ગોળ નાખી ને દાળ ને ફૂલ તાપે ઊકળવા દયો દાળ ઉકળવા લાગે એટલે તેમાં ઢોકળી ના પીસ નાખી ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ ને મીડીયમ કરી ઢાંકી ને ઢોકળી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર પગે તોબીજી પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરો ને એમાં લીલા ધાણાસુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સુધારેલ ડુંગળી અને ઘી થી ગાર્નિશ કરી સર્વ કરો દાળ ઢોકળી

gujarati dal dhokli recipe in gujarati notes

  • અહીં તમે ઢોકળી ના લોટ માંથી લુવા કરી વણીને રોટલી બનાવી તવી પર બને બાજુ થોડી થોડી શેકી લીધા બાદ એના કટકા કરી શકો છો
  • દાળ હમેશા ખાટી,મીઠી અને તીખી બનાવવી જેથી ખાવા માં ટેસ્ટી લાગે અને દાળ થોડી પાતળી રાખવી પાછળ થી ઢોકળી નાખ્યા બાદ દાળ ઘટ્ટ થશે
  • દાળ ના વઘાર માં ડુંગળી સુધારી ને નાખી શકો છો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો