Go Back
+ servings
ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત - ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત - onion uttapam banavani rit gujarati ma - onion uttapam recipe in gujarati

ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | onion uttapam banavani rit | onion uttapam recipe in gujarati | ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત - onion uttapam banavani rit gujarati ma શીખીશું, જ્યારે પણ હેલ્થી ને ટેસ્ટી ખાવા ની ઈચ્છાથાય ત્યારે સાઉથ ઈન્ડિયન વાનગીઓ સૌથી પહેલા યાદ આવે કેમ કે એમાં ભરપૂર માત્રા માં દાળચોખાનો ઉપયોગ સાથે શાકભાજી નો ઉપયોગ કરી બાફી, શેકી કે વઘારીને તૈયાર કરવામાં આવે છે તો આજ આપણે એવીજ એક સાઉથ ઇન્ડિયન વાનગી જે બહાર તો ઘણી વખતઓડર કરીએ છીએ પણ આજ ઘરે તૈયાર કરીશું તો ચાલો ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત - onion uttapam recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
fermentation time 1 d
Total Time 1 d 1 hr
Course Snack, south indian recipe gujarati, South Indian recipes in Gujarati, South Indian Snacks Recipes in Gujarati
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 મિક્સર જાર

Ingredients
  

ઉત્તપમ માટેનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બાફેલા ચોખા / ઉસના ચોખા
  • 1 કપ અડદ દાળ
  • 1 ચમચી ચણા દાળ
  • ¼ ચમચી મેથી દાણા

ઉત્તપમ ઉપર નાખવાની સામગ્રી

  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 4-5  ઝીણા સમારેલા લીલાં મરચા
  • તેલ/ માખણ / ઘી જરૂર મુજબ

Instructions
 

ડુંગળી ઉત્તપમ | ઓનિયન ઉત્તપમ | onion uttapam banavani rit gujarati ma | onion uttapam recipe in gujarati

  • ઓનિયન ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ આપણે દાળ ચોખા પલાળી લેશું ત્યારબાદ પીસી ને આથો આવવા દેશું આથો બરોબર આવી જાય એટલે ઓનિયન ઉત્તપમ તૈયાર કરીશું.

ઓનિયન ઉત્તપમ માટેનું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં સાફ કરેલ ઉસના ચોખા / બાફેલા ચોખા લ્યો એમાં સાફ કરેલ અડદ દાળ,  ચણા દાળ અને મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધસી ને ધોઇ લ્યો દાળ ચોખા ને બરોબર ધોઇ લીધા બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ઓછામાં ઓછા ચાર કલાક પલાળી મૂકો.
  • દાળ ચોખા બરોબર પલાળી લીધા બાદ એનું પની નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી જરૂર મુજબ. થોડું પાણી નાખી દર્દરી પીસી લ્યો આમ બધા દાળ ચોખા ને મિક્સર માં દરદરા પીસી એક વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને આખી રાત અથવા ઓછા માં ઓછું સાત થી આઠ કલાક આથો આવવા મૂકો.
  • મિશ્રણમાં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને પા કપ પાણી  /જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત

  • હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો ને એના પર તેલ કે ઘી લગાવી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી ને તૈયાર કરેલ મિશ્રણ નાખી જે સાઇઝ નો ઉત્તપમ બનાવવો હોય એ સાઇઝ માં  ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા છાંટી ને હળવા હાથે બાફવી લ્યો,
  • હવે નીચે થી ગોલ્ડન થઈ ગયો હોય ને ઉપર ની બાજુ ચડી ગયો હોય એવો લાગે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ડુંગળી થોડી ગોલ્ડન શેકાય ત્યાં સુંધી ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે સાઉથ ઇન્ડિયન સાંભાર અને નારિયળ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઓનિયન ઉત્તપમ.

onion uttapam recipe in gujarati notes

  • અહી અમે એક ભાગ ચોખા ને એક ભાગ દાળ નાખેલ છે તમે ત્રણ ભાગ ચોખા ને એક ભાગ દાળ પલાળી નેપણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
  • દાળ ચોખા ને પીસવા સમયે થોડું પની નાખી પિસવું ને આથો આવી જાય પછી જરૂર મુજબ પાણી નાખી મિશ્રણ તૈયાર કરવું.
  • અહી ડુંગળી ને મરચા નાખી તૈયાર કરેલ છે તમે તમારી પસંદ ની ટોપિંગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો