Go Back
+ servings
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત - Stuffed farali puri banavani rit - Stuffed farali puri recipe in gujarati - ફરાળી પુરી બનાવવાની રીત - farali puri banavani rit - farali puri recipe in gujarati

સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit | Stuffed farali puri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત - Stuffed farali puri banavani rit શીખીશું, વ્રત ઉપવાસમાં રાખેલ હોય ને કઈક અલગ ખાવાની ઈચ્છા હોય તો આજ ની આપણી વાનગીએવા લોકો માટે જ છે જે રેગ્યુલર કરતા કઈક અલગ ખાવાનું પસંદ કરતા હોય છે વ્રત માં આપણે પુરી ને શાક અલગ અલગ તો બનાવતા જ હોઈએ પણ આજ બને ને એક કરી ને બનાવશું તો ચાલો Stuffed farali puri recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course farali recipe, farali recipe in gujarati, farali vangi, farali vangi gujarati ma, farali vangi in gujarati, ફરાળી, ફરાળી નાસ્તો, ફરાળી વાનગી, ફરાળી વાનગીઓ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ફરાળી લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ફરાળી લોટ 
  • 2 ચમચી તેલ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ફરાળી પૂરી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  •   3-4  બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

ફરાળી પુરી બનાવવાની રીત | farali puri banavani rit | farali puri recipe in gujarati

  • સૌપ્રથમ ફરાળી લોટ બાંધતા શીખીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવવાતા શીખીશું અને સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત જાણીશું.

ફરાળી લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા સૌ પ્રથમ એક કથરોટ માં ફરાળી લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ નાખી મસળી ને ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી બરોબરમિક્સ કરી લ્યો ને એક સરખા ભાગ કરી એક બાજુ મૂકો.

સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit

  • બાંધેલા લોટ ને મસળી ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક બાજુ મૂકો હવે એક લુવો લ્યો એને કોરા લોટ નું મદદ થી થોડી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને કિનારીઓ ભેગી કરી બરોબર પેક કરી લ્યો ને હથેળી થી દબાવી ને ફેલાવી લ્યો.
  • હવે કોરા લોટ થી હળવા હાથે થોડી વણી લેવી આમ બીજા લોટ નો લુવો લ્યો એને પણ વણી એમાં સ્ટફિંગ ભરી ને પેક કરી ને વણી લ્યો આમ બધા લુવા માં સ્ટફિંગ ભરી. વણી ને પુરી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો એમાં વણી રાખેલ પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ એક બે એક બે કરી ને પુરી ને તૈયાર કરી લ્યોને ફરાળી ચટણી અને સોસ સાથે સર્વ કરો સ્ટફ્ડ ફરાળી પુરી.

Stuffed farali puri recipe in gujarati notes

  • ફરાળી લોટ માં તમારા પાસે હોય એ લોટ વાપરી શકો છો સાબુદાણા સામા ને પીસ ને તૈયાર કરેલ લોટ / રાજગરા નો લોટ/   સીંગોડા નો લોટ  વાપરી શકો છો.
  • સ્ટફિંગ માટે બટાકા ના મસાલા ને એકાદ ચમચી તેલ માં મસાલો શેકી ને પણ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો