Go Back
+ servings
Sama ni kheer - સામા ની ખીર - sama kheer recipe - Samo Kheer Recipe - સામા ની ખીર બનાવવાની રીત - Sama ni kheer banavani rit - samo kheer recipe in gujarati - sama kheer recipe in gujarati

સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer banavani rit | samo kheer recipe in gujarati | sama kheer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની ખીર બનાવવાની રીત - મોરિયા ની ખીર બનાવવાની રીત - Sama ni kheer banavani rit શીખીશું, આ ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે ને નવરાત્રી દરમ્યાન માતાજી ને આ ખીર તૈયાર કરી ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે વ્રત ઉપવાસમાં પણ લઈ શકો છો સાથે આ ખીર ખૂબ જ ઓછી સામગ્રીથીખૂબ ઝડપથી તૈયાર થઈ જતી હોય છે તો ચાલો samo kheer recipe in gujarati - sama kheer recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course moraiya recipe, sweet recipe in gujarati, Vrat Kheer Recipe, Vrat Recipe
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સામા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સામો / મોરિયો
  • 500 એમ એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ¼ કપ ખાંડ
  • 1-2 ચમચી ઘી
  • 8-10 કાજુના કટકા
  • 5-7 બદામના કટકા
  • 10-12 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions
 

Samani kheer | સામા ની ખીર | sama kheer recipe | Samo Kheer Recipe

  • સામા ની ખીર બનાવવા સૌપ્રથમ સામા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ઘસીને ધોઈ લ્યોહવે એક ગ્લાસ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા  અને કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો કાજુ બદામ ના કટકા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો ને દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી બે ચાર મિનિટ દૂધ ને ઉકળવા દયો ચાર મિનિટ પછી સામા નું પાણી નિતારી સામો દૂધ માં  નાખી મિક્સ કરી લ્યો.
  • ગેસ સાવ ધીમો કરી ઢાંકી ને સામા ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી હલાવી લ્યો સામો દૂધ માં ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને બીજા પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
  • હવે પાંચ મિનિટ પછી એમાં શેકેલ બદામ ના કટકા, કાજુના કટકા અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી જો માતાજી ને ભોગ ધરવવો હોય તો ઠંડી કર્યા પછી ભોગ ધરાવી ને પ્રસાદીલ્યો તો તૈયાર છે સામા / મોરિયા ની ખીર.

samo kheer recipe in gujarati notes

  • અહી અમે સામા ને પલાળી ને આ ખીર બનાવેલ છે તમે સામા ને ઘી માં શેકી ત્યાર બાદ દૂધ માં ચડાવીને પણ ખીર બનાવી શકો છો.
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો જો ખાંડ ના નાખવી હોય ખડી સાકર પણ નાખી શકો છો અથવા તો ખીર ચડી જાય પછી ગેસ બંધ કરી એમાં મધ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો