Go Back
+ servings
ફરાળી મુઠીયા બનાવવાની રીત - Farali muthiya banavani rit - Farali muthiya recipe in gujarati

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી મુઠીયા બનાવવાની રીત - Farali muthiya banavani rit શીખીશું. ફરાળી મુઠીયા એ એક હેલ્થી ને ટેસ્ટી વાનગી છે જે વ્રત દરમ્યાન તો બનાવી શકાયછે, Please subscribe Poonam's Kitchen YouTube channel If you like the recipe, પણ એ જરૂરી નથી કેવ્રત રાખેલ હોવું જોઈએ એટલે કે વ્રત વગર પણ આ મુઠીયા બનાવી ને ખાઈ શકાય છે તો ચાલોFarali muthiya recipe ingujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 20 mins
Course farali recipe, farali recipe in gujarati, farali vangi, farali vangi gujarati ma, farali vangi in gujarati, ફરાળી, ફરાળી નાસ્તો, ફરાળી વાનગી, ફરાળી વાનગીઓ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients
  

ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પીસેલા સામો
  • 2 ચમચી પીસેલા સાબુદાણા
  • 2-3 ચમચી સિંગોડાનો લોટ / રાજગરા નો લોટ
  • 2-3 ચમચી પીસેલા સીંગદાણા
  • કપ છીણેલી દૂધી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા / ઇનો
  • 2-3 ચમચી દહીં
  • 2-3 ચમચી તેલ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

ફરાળી મુઠીયા નો વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી સફેદ તલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

ફરાળી મુઠીયા | Farali muthiya | Farali muthiya recipe

  • ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણેલી દૂધી, પીસેલા સામો પાઉડર, પીસેલા સાબુદાણા પાઉડર, સિંગોડા નો લોટ / રાજગરા નો લોટ, પીસેલા સીંગદાણા પાઉડર, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, દહીં, તેલ, ઇનો અને સ્વાદ મુજબફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
  • વીસ મિનિટ પછી ચારણી માં એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને એક બાજુ મુકેલ લોટ ને ફરીથી તેલ વાળા હાથ થી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ એના લાંબા લાંબા સિલેન્ડર બનાવી ને તેલથી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ આમ બધા રોલ બનાવી ને ચારણીમાં મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ને ઢાંકી ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં ચારણી મૂકો ને ઢાંકી ને દસ પંદર મિનિટ ફૂલ તાપે બાફીલ્યો પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો ને ઠંડા થવા દયો બાફેલા મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો

ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત

  • ફરાળી મુઠીયા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સફેદ તલ, વરિયાળી, સૂકા લાલ મરચા,લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન,પાણી બે ચાર ચમચી, ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં મુઠીયા ના કટકા નાખી ધીમા તાપે મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ દહી ને ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા

Farali muthiya recipe in gujarati notes

  • અહી જો તમે ફરાળ માં હળદર અને લાલ મરચા નો ઉપયોગ કરતા હો તો એ પણ નાખી શકો છો
  • ફરાળી લોટ તમારા પાસે હોય એનો ઉપયોગ કરી શકો છો
  • જે સામગ્રી તમે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવા
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો