Go Back
+ servings
સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત - Sabudana dudhi kheer recipe in gujarati - Sabudana dudhi ni kheer banavani rit

સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત | Sabudana dudhi kheer recipe in gujarati | Sabudana dudhi ni kheer banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા દૂધી ની ખીર બનાવવાનીરીત - Sabudana dudhi ni kheer banavani rit શીખીશું,  આ ખીર તમે વ્રતઉપવાસમાં તો ખાઈ જ શકો છો સાથે આવેલા મહેમાન ને કે ઘર માં નાના મોટા પ્રસંગ માં પણબનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana dudhi kheer recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course farali kheer banavani rit, farali kheer recipe, farali kheer recipe in gujarati, gujarati sweets, sweet recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર /મોટી જાડા તળિયાવાળી કડાઈ
  • 1 છીણી

Ingredients
  

સાબુદાણા દુધી ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ સાબુદાણા
  • 1 કપ છીણેલી દૂધી
  • છીણેલો ગોળ / ખાંડ 5 ચમચી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી કીસમીસ
  • 4-5 ચમચી શેકેલ બદામ ની કતરણ
  • 1 ચમચી ઘી

Instructions
 

સાબુદાણા દુધી ની ખીર | Sabudana dudhi kheer recipe | Sabudana dudhi ni kheer

  • સાબુદાણા દૂધી ની ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇને સાફ કરી લ્યો ત્યાર બાદ પા થી અડધા કપ જેટલું દૂધ નાખી અડધો કલાક પલાળી મુકો હવે દૂધી ને છોલી ને ધોઇ ને સાફ કરી લ્યો, ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને ગેસ પર કુકર અથવા મોટા જાડા તળિયાવાળી તપેલી માં  દૂધ ગરમ કરવા મૂકો.
  • દૂધ ઉકળે ત્યાર બાદ એમાં દૂધ માં પલાળેલા સાબુદાણા નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે ચડવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો,
  • હવે સાબુદાણા ચડે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એના છીણેલી દુધી નાખી ધીમા તાપ શેકો ને દૂધી નું પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે શેકેલ દૂધી ને ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો ને બને ને બીજી દસ મિનિટ ચડાવી લ્યોને ખીર ચડી ને ઘટ્ટ થઈ જાય એટલે જો ખાંડ નાંખી ને મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,
  • ત્યારબાદ એમાં એલચી પાઉડર અને શેકેલ બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધકરી એમાં કીસમીસ નાખી મિક્સ કરી ગરમ કે ઠંડી સર્વ કરો સાબુદાણા દૂધી ની ખીર.
  • જો તમે ગોળ નાખવા માંગો તો ખીર માં એલચી પાઉડર અને શેકેલ બદામ ની કતરણ નાખી મિક્સ કરો ગેસ બંધ કરી પાંચ મિનિટ પછી એમાં છીણેલો ગોળ અને કીસમીસ નાખી મિક્સ કરી સર્વ કરો સાબુદાણા દૂધી ની ખીર.

Sabudana dudhi kheer recipe in gujarati notes

  • અહીતમે મોટા કે ઝીણા ગમે તે સાબુદાણા નાખી શકો છો
  • દૂધ નીચે તરીયા માં ચોંટે નહિ એટલે થોડી થોડી વારે હલાવતા રહેવું જો દૂધ તરીયા માં ચોટી જસે તો ખીર નો સ્વાદ બગડી જસે
  • જો તમને ખીર માં ગોળ નાખતા હો તો ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ દસ મિનિટ પછી જ એમાં ગોળ મિક્સ કરવો
  • દૂધ હમેશા ચાખી ને જ વાપરવી. કેમ કે ક્યારેક દૂધી કડવી પણ હોય છે જો દૂધી કડવી હોય તો વાપરવી નહિ
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો