Go Back
+ servings
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત - Sabudana bataka ni rings banavani rit - Sabudana bataka rings recipe in gujarti

સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit | Sabudana bataka rings recipe in gujarti

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત - Sabudana bataka ni rings banavani rit શીખીશું, આપણે બધાએ સાબુદાણા બટકા ના પાપડ, ચકરી, સેવ, ખીચડી  જેવી ફરાળી વાનગી બનાવી ને મજા લીધીજ હસે પણ આજ આપણે આ બને સામગ્રી માંથી એક નવો ને ક્રિસ્પી નાસ્તો બનાવશું જે તમે એકવખત બનાવી આઠ દસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો Sabudana bataka rings recipe in gujarti શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course farali recipe, farali recipe in gujarati, farali vangi, farali vangi gujarati ma, farali vangi in gujarati, Snack, ફરાળી, ફરાળી નાસ્તો, ફરાળી વાનગી, ફરાળી વાનગીઓ
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પીસેલા સાબુદાણા
  • 4-5 બાફેલા બટકા
  • ½ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી સિંગદાણાનો ભૂકો
  • 3 ચમચી તેલ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

સાબુદાણા બટાકા ની રિંગ્સ | Sabudana bataka ni rings | Sabudana bataka rings recipe

  • સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી કુકર માં બાફી લ્યો બટાકા બાફીલીધા બાદ એને કુકર માંથી કાઢી ને ઠંડા કરી એની છાલ ઉતારી લ્યો ને છીણી વડે બરોબર છીણી લ્યો. હવે મિક્સર જારમાં સાફ કરેલ સાબુદાણા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો
  • હવે એક વાસણમાં પીસેલા સાબુદાણા અને છીણેલા બટાકા નાખો સાથે એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, તેલ એક બે ચમચી અને સીંગદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યોઅને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો હવે હથેળી માં તેલ લગાવી ને લોટ માંથી થોડો લોટ લઈ લાંબી ને મિડીયમ જાડો રોલ બનાવી લ્યો
  • હવે રોલ ને આંગળી થી ગોળ ગોળ આકાર આપી દયો અથવા સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી તેલ લગાવી એમાં લોટ નાખી લાંબી લાઈન બનાવી લ્યો ને આંગળી માં વિતાડી ને ગોળ ગોળ રિંગ્સ બનાવતા જાઓ આમ બધી રિંગ્સ બનાવી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં એક વખત માં આવે એટલી રિંગ્સ નાખી એક  મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારાથી ઉથલાવી ને મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો રિંગ્સ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યોઆમ થોડી થોડી કરી બધી રિંગ્સ ગોલ્ડન તરી લ્યો અને એમજ કે ચટણી સાથે મજા લ્યો સાબુદાણા બટાકા ની રિંગ્સ

Sabudana bataka rings recipe in gujarti notes

  • રિંગ્સને લાંબો સમય સાચવી હોય તો થોડા ધીમા તાપે તરવી
  • આ સાબુદાણા બટાકા ની રિંગ્સ ના મિશ્રણ ને દસ પંદર મિનિટ નો રેસ્ટ આપવાથી રિંગ્સ બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે
  • રિંગ્સ ઠંડી થાય પછી જ ડબ્બા માં ભરવી
  • રિંગ્સના લોટ તમને પસંદ ના અને ફરાળ માં ખવાતા મસાલા પણ નાખી શકો છો અથવા ઉપરથી પીસેલા મસાલા છાંટી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો