Go Back
+ servings
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત - dry fruits milkshake banavani rit - dry fruits milkshake recipe in gujarati - ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવાની રીત

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit | dry fruits milkshake recipe in gujarati | ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત - dry fruits milkshake banavani rit શીખીશું, આ ડ્રાયફ્રુટ મિલ્કશેક ને સવાર ના એક ગ્લાસ પીધા પછી પેટ ભરાઈ જસે ને શરીર માં એનર્જી આવશે. આ શેક ને તમે વ્રત ઉપવાસમાં પણ બનાવી ને પી શકો છો ને કોઈ નાની મોટી પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો આ શેક બનાવવો ખૂબ સરળ છે ને એક વાર બનાવી ને પીધા પછી બીજી વખત ચોક્કસ બનાવશો તો ચાલો ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવાની રીત - dry fruits milkshake recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course Drinks
Cuisine Indian
Servings 8 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી તપેલી
  • 1 મિક્સર

Ingredients
  

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી

  • 8-10 કાજુ
  • 15-20 બદામ
  • 3-4 ચમચી પમકીન સિડ
  • 3-4 ચમચી મગતરીના બીજ
  • 1 કપ મખાના
  • 6-8 ખજૂર
  • 8-10 અંજીર
  • 2-3 ચમચી મધ
  • 2-4 એલચી દાણા
  • 10-15 કેસરના તાંતણા
  • 1 લીટર દૂધ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions
 

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક | dry fruits milkshake | dry fruits milkshake recipe

  • ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ખજૂર માંથી બીજકાઢી ને નાખો સાથે અંજીર ના અડધા કટકા કરી ને નાખો ને અડધો કપ ગરમ પાણી નાખો ( અથવા ખજૂર અંજીર ડૂબે એટલું પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બદામ , કાજુ, પમકીન સિડ્સ, મગતરી ના બીજ નાખી ધીમા તાપે શેકી લ્યો બધા ડ્રાય ફ્રુટ ને હલાવતા રહી બરોબર શેકી લ્યો,
  • ત્યારબાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે મખાના નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા મૂકો બધા ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સરજારમાં નાખી પીસી ને પાઉડર કરી લ્યો.
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી ટપલી માં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં પલાળેલા અંજીર અને ખજૂર ને નિતારી ને દૂધ માં નાખી મિક્સ કરી બીજી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવાદ યો ત્યાર બાદ એમાં  કેસર ના તાંતણા અને એલચી ના દાણા નાખી મિક્સ કરો લ્યો.
  • હવે એમાં તૈયાર કરેલ ડ્રાયફ્રુટ પાવડર નાખી મિક્સ કરી લ્યો ને  બીજા બે ચાર મિનિટ  ચડાવી લ્યો ત્યાર બાદ શેક ના મિશ્રણ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે મધ અને  બે ચાર બરફ ના કટકા નાખી મિક્સર ને નાખી પીસી લ્યો.
  • ત્યારબાદ બરફ ના ટુકડા ગ્લાસ માં નાખો ઉપરથી તૈયાર કરેલ મિલ્ક શેક નાખો ઉપર થી બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ડ્રાયફ્રુટ મિલ્ક શેક.

dry fruits milkshake recipe in gujarati notes

  • અહી તમે જે ડ્રાય ફ્રુટ કે બીજ નાખતા હો એ ના નાખવા તમને પસંદ હોય એ બીજ ને ડ્રાય ફ્રુટનાખી શકો છો.
  • અહી તમે ખાંડ પણ નાખી શકો છો.
  • આ તૈયાર કરેલ પાઉડર બરણી માં ભરી ને ફ્રીઝ માં મૂકી પંદર વીસ દિવસ મજા લઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો