Go Back
+ servings
ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત - Ghau na lot ni chakri banavani rit - wheat flour chakli recipe in gujarati

ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત | Ghau na lot ni chakri banavani rit | wheat flour chakli recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત - Ghau na lot ni chakri banavani rit શીખીશું, ચકરી અલગ અલગ ઘણા લોટ માંથી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે આ ચકરી એકદમ સોફ્ટને ક્રિસ્પી બને છે ને એક વખત બનાવી ને મહિના સુંધી મજા લઈ શકો છો તો ચાલો wheat flour chakli recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course chakli recipe in gujarati, chakri banavani rit, gujarati farsan, gujarati nasto, gujarati snacks, nasta, nasto banavani rit, Snack, ગુજરાતી નાસ્તા, ગુજરાતી નાસ્તા બનાવવાની રીત, ગુજરાતી નાસ્તો બનાવવાની રીત, ચકરી બનાવવાની રીત, સૂકો નાસ્તો બનાવવાની રીત
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન
  • 1 સ્ટાર વાળી પ્લેટ

Ingredients
  

ઘઉંના લોટની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ  ઘઉં નો લોટ
  • ¼ કપ ચોખાનો લોટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ચમચી હિંગ
  • ½ ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠુ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions
 

ઘઉંના લોટની ચકરી | Ghau na lot ni chakri | wheat flour chakli recipe in gujarati

  • ઘઉંના લોટની ચકરી બનાવવા સૌપ્રથમ એક સાફ કપડા માં બે કપ ઘઉંનો લોટ ચાળી નેલ્યો એમાં પા કપ ચોખા નો લોટ  ચાળી ને નાખો ત્યાર બાદ એ કપડા નીપોટલી બનાવી લ્યો અને એક બીજું મૂકો હવે ગેસ પર એક કડાઈ / કુકરમાં વચ્ચે કાંઠો મૂકી એક ને ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
  • પાણી ગરમ થાય એટલે એમાં ચારણી માં પોટલી મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો લોટને વીસ મિનિટ બાફી લીધા લોટ ને થોડો ઠંડો થવા દયો ત્યારબાદ લોટ ને થોડો થોડો તોડી નેચારણી થી ચાળી લ્યો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, જીરું, હિંગઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે થોડું થોડુ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો અને સેવ મશીન માં સ્ટાર ફૂલ વાળી પ્લેટમૂકી તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખો ને થાળી કે પ્લેટ માં જે સાઇઝ ની ચકરી બનાવવાનીહોય એ સાઇઝ માં ગોળ ગોળ ફેરવી ચકરી બનાવો ને તૈયાર થયેલ ચકરી ના વચ્ચે ને છેડા વાળાભાગ ને થોડો દબાવી ને ચોંટાડી દયો જેથી તરતી વખતે ખુલી ના જાય આમ બધા લોટ માંથી ચકરી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચારી નાખોને ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો વચ્ચે એકાદ બે વખત ઝારા થી ઉથલાવી લેવી ચકરી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને બીજી ચકરી તરવા માટે નાખો આમ બધી ચકરી ને તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો તો તૈયાર છે ઘઉં ના લોટ ની ચકરી

wheat flour chakli recipe in gujarati notes

  • આ ચકરીના લોટ માં તમે સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ પણ નાખી શકો છો.
  • લોટને બાફી ને ચકરી બનાવવાથી અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે.
  • ચકરીને હમેશા ફૂલ તાપે તરવી જો ધીમા તાપે તરશો તો ચકરી તેલ ઘણું પી જસે ને ખાવા સમયે તેલતેલ લાગશે એને ચકરી તૂટી પણ જસે
  • જો તમારે ગોળ ગોળ ચકરી ના બનાવી હોય તો લાંબા લાંબા કટકા પણ કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો