Go Back
+ servings
કેળા નો ચેવડો - કાચા કેળા નો ચેવડો બનાવવાની રીત - kacha kela no chevdo banavani rit - kacha kela no chevdo recipe in gujarati - કાચા કેળા નો ફરાળી ચેવડો બનાવવાની રીત - kacha kela no chevdo recipe

કાચા કેળા નો ચેવડો બનાવવાની રીત | kacha kela no chevdo banavani rit | kacha kela no chevdo recipe in gujarati | કાચા કેળા નો ફરાળી ચેવડો બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાચા કેળા નો ચેવડો બનાવવાની રીત - kacha kela no chevdo banavani rit શીખીશું, Please subscribe Geeta Cooking World YouTube channel If youlike the recipe, આ ચેવડો એક વખત બનાવી પંદર વીસ દિવસ સુંધી  સવાર સાંજ ના નાસ્તામાં લઈ મજા લઈશકો છો બટાકા, સાબુદાણા કે સામો ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો આ ચેવડોએક વખત ચોક્કસ બનાવો ને એક વખત બનાવ્યા પછી વ્રત ઉપવાસ વગર પણ બનાવવાની ઈચ્છા થઈ જશેતો ચાલો કાચા કેળા નો ફરાળી ચેવડો બનાવવાની રીત - kacha kela no chevdo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course farali chevdo, farali recipe, farali recipe in gujarati, farali vangi, farali vangi gujarati ma, farali vangi in gujarati, Snack
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોટા કાણા વાળી છીણી

Ingredients
  

કેળા નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 6-7 કાચા કેળા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર ( જો વ્રત માં ખાતા હો તો નાખવી ના ખાતા હો તો ના નાખવી)
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 2 ચમચી કીસમીસ
  • 3-4 ચમચી કાજુના કટકા
  • ¼ સીંગદાણા
  • લીંબુ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • તરવા માટે તેલ

Instructions
 

કાચા કેળાનો ચેવડો | kacha kela no chevdo | kacha kela no chevdo recipe | કાચા કેળા નો ફરાળી ચેવડો

  • કેળા નો ચેવડો બનાવવા બનાવવા સૌપ્રથમ ચેવડા માં નાખવા માટેનો મસાલો તૈયાર કરી લેશું મસાલો બનાવવા એક મોટા વાટકામાં લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, હળદર (ઓપ્શનલ છે જો વ્રત માં ખાતા હો તો નાખવી), પીસેલી ખાંડ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે કાચી કેળા લ્યો એને પાણીથી ધોઈ ને સાફ કરી કપડા થી કોરી કરી લ્યો હવે એક એક કેળા ને છોલી ને એના પર લીંબુ નો રસ બરોબર લગાવતા જાઓ ( લીંબુનો રસ લાગવા ઠો કેળા કાળી નહિ પડે)આમ બધી કેળા ને છોલી ને લીંબુ મો રસ લગાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ફૂલ ગરમ થાય એટલે બરી ના જવાય એમ એક એક કેળા ને સીધી તેલ માં છીણી વડે એક વખત માં કડાઈ માં આવે એટલી છીણી લ્યો હવે ઝારા ની મદદ થી કેળા કતરણ ને ઉથલાવી બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અથવા કતરણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો.
  • કેળા ની કતરણ તરી ને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ને ચારણી માં નાખતા જાઓ જેથી વધારાનું તેલ નીકળી જાય ફરી તેલ ને ફૂલ ગરમ કરો ને ફરી કેળા ને સીધી ગરમ તેલ માં છીણી લ્યો આમ થોડી થોડી કેળા ને છીણી ને ગોલ્ડન તરી લ્યો.
  • બધી કેળા છીણી ને તરી લીધા બાદ એજ ગરમ તેલ માં સીંગદાણા ને પણ તરી લ્યો અને તરેલા સીંગદાણાને પણ કેળા ની કતરણ સાથે નાખો ત્યાર બાદ કાજુ ના કટકા ને પણ થોડા તરી લ્યો અને છેલ્લે એમાં મીઠા લીમડા ના પાન ને તરી લ્યો ને તરેલ સામગ્રી સાથે નાખી દયો હવે બધી તરેલ સામગ્રીને ઠંડી થવા દયો.
  • બધી સામગ્રી ઠંડી થાય એટલે એમાં કીસમીસ અને પહેલા તૈયાર કરેલ મસાલો ચેવડા પર નાખતા જાઓ બરોબર મિક્સ કરતા જાઓ ને મસાલા સાથે ચેવડા ને બરોબર મિક્સ કરી લીધા બાદ તૈયાર ચેવડો એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો કાચા કેળા નો ફરાળી ચેવડો.

kacha kela no chevdo recipe in gujarati notes

  • કેળા પર લીંબુ નો રસ કે લીંબુ લગાવવાથી કાળા નહિ પડે એને તેલ પણ ઓછું પીસે.
  • અહી અમે ફરાળ માં જે સામગ્રી ખાઈએ છીએ એ નાખેલ છે તમે એમાંથી કોઈ સામગ્રી ના ખાતા હો તોના નાખવી.
  • અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ પણ તરી કે શેકી ને નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો