Go Back
+ servings
aam panna in gujarati - આમ પન્ના શરબત બનાવવાની રીત - Aam panna sharbat banavani rit - mango panna in gujarati - mango panna recipe in gujarati

આમ પન્ના શરબત બનાવવાની રીત | aam panna in gujarati | Aam panna sharbat banavani rit | mango panna in gujarati | mango panna recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે આમ પન્ના શરબત બનાવવાની રીત - Aam panna sharbat banavani rit- mango panna in gujarati  શીખીશું,આ આમ પન્ના શરબત ને આમ પોરા શરબત,કેરી શરબત વગેરે નામ થી ઓળખાય છે આ શરબત કાચી કેરી માંથી અલગ અલગ રીતેબનાવવામાં આવે છે, ઉનાળા ને શરૂઆત માં બજારમાં કાચી કેરી સારીમળતી હોય છે ત્યારે આ કોલકતા સ્ટાઈલ નો શરબત ચોક્કસ બનાવી પીવો જોઈએ.આ શરબત ગરમી માં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો ચાલો aam panna in gujarati - mango panna recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course Drinks, drinks recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

aam panna recipe ingredients

  • 2 કાચી કેરી
  • 5-7 ફુદીનાના પાંદડા
  • 3-4 ચમચી ખાંડ
  • ¼ કપ સંચળ
  • 1 લીલું મરચું સુધારેલ
  • 1-2 ચપટી મીઠું
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • બરફના ટુકડા

Instructions
 

આમ પન્ના શરબત | aam panna in gujarati | Aam panna sharbat | mango panna in gujarati | mango panna recipe in gujarati

  • આમ પન્ના શરબત બનાવવા સૌપ્રથમ કાચી કરી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કપડા થી કોરી કરી લેશું અને દાડી વાળો ભાગ ચાકુ થી કાપી ને અલગ કરી લેશું ત્યાર બાદ કેરી માં થોડો થોડા અંતરે લાંબા ઊભા ચીરા પાડી લેશું
  • હવે કેરી ને તેલ થી ગ્રીસ કરી લેવાની અને  ગેસ ચાલુ કરી એના પર મૂકી દયો અને ગેસ ધીમો કરી કેરી ને શેકો ને થોડી થોડી વારે સાઈડ બદલાવી બદલાવી ને શેકી લ્યો ને પાંચ સાત મિનિટ પછી બે ચાર મિનિટ ફૂલ તાપે શેકો ને કેરી ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયોકેરી અડવા જેવી ઠંડી થાય એટલે એના ફોતરા ઉતારી લ્યો ને ચાકુથી કાપી ને કટકા કરી લ્યો
  • હવે કેરી ના કટકા મિક્સર જારમાં નાખો સાથે મીઠું, સંચળ, ફુદીના ના પાંદડા, ખાંડ,લીલા મરચા સુધારેલા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી એક વાસણ માંગાળી લ્યો અને અને એમાં શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ પાણી ને બીજી સામગ્રી નાખી ઠંડો કરી લ્યો ને મજા લ્યો આમ પન્ના શરબત.

mango panna recipe in gujarati notes

  • અહી કેરી ને ધીમા તાપે શેકવી જેથી કેરી અંદર સુંધી બરોબર ચડી જાય
  • ખાંડ ની જગ્યાએ છીણેલો પણ નાખી શકો છો
  • પાણી નાખ્યા વગર નો કેરી નો શરબત તમે પાંચ સાત દિવસ ફ્રીઝ માં રાખી ને જ્યારે પીવો હોય ત્યારે પાણી સાથે મિક્સ કરી ને મજા લઇ શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો