Go Back
+ servings
મેંગો શ્રીખંડ બનાવવાની રીત - mango shrikhand banavani rit - મેંગો શીખંડ બનાવવાની રીત - mango shrikhand recipe in gujarati

મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંગો શ્રીખંડ બનાવવાની રીત - mango shrikhand banavani rit શીખીશું, શ્રીખંડ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળાબનતા હોય છે ને દરેક ને અલગ પોતાનો એક અલગ જ ફ્લેવર્સ પસંદ હોય છે ઘણા ને ડ્રાયફ્રુટ,કેસર પિસ્તા, કાજુ દ્રાક્ષ, રાજભોગ જેવા શ્રીખંડ પસંદ હોય છે, તો ઘણા અમારા જેવાપણ હોય જેને ગરમી ની સીઝન માં મળતા આંબા ના ફ્લેવર્સ નો મેંગો શ્રીખંડ પસંદ હોય છેતો ચાલો આજ મેંગો શીખંડબનાવવાની રીત - mango shrikhand  recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 20 mins
Course gujarati sweets, shrikhand, shrikhand banavani rit, shrikhand recipe in gujarati, શીખંડ, શીખંડ બનાવવાની રીત, શ્રીખંડ, શ્રીખંડ બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ગરણી / ચારણી
  • 1 મિક્સર

Ingredients
  

મેંગો શીખંડ બનાવવા જરૂરી સામગ્રી

  • 400 ગ્રામ દહીં
  • 1 કપ આંબાના કટકા
  • 5-7 ચમચી ખાંડ
  • ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી કાજુ, બદામ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ
  • 10-15 કેસરના તાંતણા
  • 2-3 ચમચી નવશેકું દૂધ

Instructions
 

mango shrikhand | મેંગો શ્રીખંડ બનાવવાની રીત | મેંગો શીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati

  • મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ચારણી કે ગરણી મૂકો એના પર કોટન નું પાતળુંકપડું મૂકી એમાં દહીં નાખો ને બાંધી ને પોટલી બનાવી લ્યો ને વાસણ સાથે ચારણી ને ફ્રીઝમાં ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પછી ફ્રીઝ માંથી બહાર કાઢશો તો દહી માંથી પાણી નીકળી ગયેલું હસે ને ઘટ્ટ દહી મળશે જેને એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકો.
  • હવે આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ  છોલી લ્યો ને ઝીણા ઝીણા કટકા કરીલ્યો અને મિક્સર જાર માં નાખવા સાથે ખાંડ નાંખી ને પીસી ને આંબા નો પલ્પ તૈયાર કરીલ્યો
  • ત્યારબાદ ડ્રાય ફ્રુટ ના પણ કટકા કરી લ્યો અને બે ત્રણ ચમચી નવશેકા દૂધ માં દસ પંદર કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ફ્રીઝ માં મુકેલ દહીં બહાર કાઢો ને એમાં એલચી પાઉડર અને પીસેલા આંબા નો પલ્પ નાખો બરોબર મિક્સ કરી ને સ્મુથ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અનેડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં મૂકો ને જ્યારે મજા લેવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડુ મજા લ્યો મેંગો શ્રીખંડ.

mango shrikhand  recipe in gujarati notes

  • કપડામાં દહી ને બાંધી ચારણી માં કે  ગરણી માં મૂકી નીચે વાસણ મૂકી નેફ્રીઝ માં મૂકવાથી દહી માં ખટાસ નહિ પકડે.
  • અહીં તમે મલાઈ વાળુ દહી લેશો તો શ્રીખંડ વધુ ક્રીમી બનશે.
  • તમને પસંદ હોય તો થોડા આંબા ના કટકા પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો