Go Back
+ servings
kothimbir vadi recipe - kothimbir vadi recipe in gujarati - kothimbir vadi in gujarati - કોથમીર વડી - કોથમીર વડી બનાવવાની રીત - gujarati kothimbir vadi - કોથીમ્બીર વડી બનાવવાની રીત

કોથીમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati | kothimbir vadi in gujarati | કોથમીર વડી બનાવવાની રીત | gujarati kothimbir vadi

જય શ્રી કૃષ્ણ આજ આપણે કોથીમ્બીર વડી બનાવવાની રીત - કોથમીર વડી બનાવવાની રીત - kothimbir vadi recipe in gujarati શીખીશું, આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે સવાર સાંજનાસ્તા માં બનાવી શકો છો ને આજકાલ તો આ કોથીમ્બીર વડી લગ્ન પ્રસંગ માં પણ ઘણી બનતીહોય છે, જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને બનાવી ખૂબ સરળ છે,ને મહારાષ્ટ્ર માં પણ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે એમાંની એક સરળરીત આજ આપણે શીખીશું તો ચાલો kothimbir vadi in gujaratiશીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન
  • 1 તપેલી

Ingredients
  

કોથમીર વડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ લીલાં ધાણા સુધારેલ
  • 1 કપ બેસન
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી આદુ, લસણ લીલા મરચા ની પેસ્ટ (જો લસણ ના ખાતા હો તો ના નાખવા)
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ¾ કપ તેલ
  • 1 ઇનો
  • પાણી જરૂર મુજબ

Instructions
 

 kothimbir vadi recipe | kothimbir vadi recipe in gujarati | કોથમીર વડી | કોથીમ્બીર વડી બનાવવાની રીત

  • કોથમીર વડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો ત્યાર બાદ એમાંસાફ કરી ધોઈ ને નીતારેલ લીલા ધાણા સુધારેલા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર, લસણ, આદુ મરચાની પેસ્ટ અનેલીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લેશું અને એક બાજુ ઢાંકી ને મૂકો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખો વાસણ ને ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી એક થાળી ને એક બે ચમચી તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકી દયો.
  • હવે બેસન લીલા ધાણા ના મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો ને થાળી ને વાસણમાં રહેલ કાંઠા પર મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી ચડવા દયો ને વીસ મિનિટ માં બરોબર ચડી જાય એટલે થાળી કાઢી લઈ ઠંડી થવા દયો.
  • વડી ઠંડી થાય એટલે જે સાઇઝ અને આકાર માં વડી ના કટકા કરવા છે એવા કટકા ચાકુ થી કરી લ્યો હવે ગેસ પર એક પેન માં કે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસને મિડીયમ કરી એમાં કટકા કરેલ વડી ને મૂકો,
  • એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે એને ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બધી જ વડી ને શેકી ને સોસ કે ચટણી સાથે મજા લ્યો કોથીમ્બીર વડી.

kothimbir vadi recipe in gujarati notes

  • અહી તમે એક બે ચમચી ચોખા નો લોટ પણ નાખી શકો છો.
  • જો તમને તરેલ ઓછું પસંદ હોય તો તમે  ઓવેન માં બેક પણ કરી શકો છો ને બાફેલી વડી ની પણ મજા લઇ શકો છો.
  • લસણના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો