Go Back
+ servings
ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત - Dry ane grevi varu bharel parval nu shaak banavani rit - Parval nu bharel shak recipe in gujarati

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak banavani rit | Parval nu bharel shak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળનું શાક બનાવવાનીરીત - Dry ane grevi varu bharelparval nu shaak banavani rit શીખીશું, ગરમી આવતા જ બજાર માં ખૂબ જ ઓછા લીલા શાકભાજીજોવા મળતા હોય છે પણ ગરમી માં જ એક શાક છે જે ખૂબ સારું મળે છે એ છે પરવળ. પરવળ નું શાક અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ આજ અમે ખુબજ સરળ અને ટેસ્ટી શાકબનાવવાની રીત શીખીશું. તો ચાલો Parval nu bharel shak recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati dinner recipe, lunch and dinner recipe in gujarati, shaak banavani rit, shak recipe in gujarati, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા પરવળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પરવળ 500 ગ્રામ
  • ધાણા જીરું પાઉડર 3 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • શેકેલજીરું પાઉડર ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1-2 ચમચી
  • શેકેલ બેસન 1-2 ચમચી
  • દહીં 3-4 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી

પરવલ નું શાક વઘારવા માટેની સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

પરવળ નું ગ્રેવી વાળુ શાક બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • દહીં 1 કપ
  • ધાણા જીરું નાંખો 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1+½ ચમચી
  • હળદર ½ ચમચી
  • પરવળ ભરવા બનાવેલ મસાલો 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ટમેટા પ્યુરી 1 કપ
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • પાણી 1 ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી

Instructions
 

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak banavani rit | Parval nu bharel shak recipe in gujarati

  • ડ્રાયઅને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવા સૌપ્રથમ પરવળ લ્યો અને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને ઉપર નીચેથી દાડી કાઢી નાખો હવે ચાકુ થી વચ્ચે એક ઊભો ચિરો કરી લ્યો ને જો બીજ પાકા હોય તો કાઢી નાખો અને જો બીજ કાચા હોય તો રહેવા દયો અથવા કાઢી નાખો. (જેને તમે મસાલા માં નાખી શકો છો )
  • હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, શેકેલ જીરું પાઉડર, હિંગ, વરિયાળીપાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો,હાથ થી મસળી કસુરી મેથી, શેકેલ બેસન, મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • છેલ્લે એમાં કાચી પરવળ ન બીજ અલગ કરેલ હોય તો એ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો હવે તૈયાર મસાલા ને એક એક પરવળ માં કરેલ કાપા માં બરોબર ભરી લ્યો આમ બધી પરવળને ભરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલી પરવળ નાખી ગેસ ને ધીમો કરી નાખો અને હલકા હાથે એક વખત હલાવી લ્યોને ઢાંકી મુકો ઢાંકણ ઉપર એ કપ પાણી નાખી દયો ને એમજ દસ મિનિટ ઢાંકી ને ચડવા દયો.
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી હલકા હાથે શાક ને હલાવી લ્યો ને ચેક કરો જો પરવળ ચડી ગઈ હોય તોગેસ બંધ કરી નાખો નહિતર ફરીથી ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરીચેક કરી લ્યો જો પરવળ બરોબર ચડી ગઈ હોય તો ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ગરમ ગરમ સર્વકરો પરવળ નું શાક

પરવળનું ગ્રેવી વાળુ શાક બનાવવા ની રીત

  • એક મોટા વાટકા માં દહી લ્યો એમાં પરવળ  ભરી લીધા બાદ બચેલ મસાલો નાખો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે જે કડાઈમાં ભરેલ પરવળ ને શેકી હતી એ પરવળ કાઢી લ્યો ને એમાં બીજી એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમ જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લ્યો ને મસાલા વાળુદહી નાખી બરોબર મિક્સ કરતા રહો જ્યારે દહી બરોબર ગરમ થાય અને તેલ અલગ પડે એટલે એમાંપાણી નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો
  • દહીં નું મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ અને કસુરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ પરવળ નાખી ને મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય ને ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ભરેલા પરવળ નું ગ્રેવી વાળુ શાક.

Parval nu bharel shak recipe in gujarati notes

  • ભરેલા શાક ના મસાલા માં દહી ની જગ્યાએ લીંબુ નો રસ અથવા આમચૂર પાઉડર પણ નાખી શકો છો
  • ગ્રેવી માટે જો દહી ના નાખવું હોય તો મસાલા ને પાણી મા પલાળવા અને એમાં લીંબુ નો રસ અથવા આમચૂર પાઉડર નાખવો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો