Go Back
+ servings
તુરીયા નું શાક બનાવવાની રીત - Turiya nu shaak banavani rit - Turiya nu shaak recipe in gujarati

તુરીયા નું શાક બનાવવાની રીત | Turiya nu shaak banavani rit | Turiya nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે તુરીયા નું શાક બનાવવાની રીત - Turiya nu shaak banavani rit શીખીશું. આ શાક ને ઘણા ગલકા કે ગીસોડા પણ કહેતાં હોય છે, આ શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે જે પચવા માં એકદમ સરળ હોવાથી પેટમાટે પણ ઘણું ફાયદાકારક હોય છે અને આ તુરીયા ખાસ ઉનાળા માં સારા અને તાજા મળતા હોયછે તો ચાલો Turiya nu shaak recipe ingujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course shak banavani rit, shak recipe in gujarati, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

તુરીયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 500 ગ્રામ તુરીયા
  • 3-4 ચમચી તેલ
  • 1-2 ટમેટા સુધારેલ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

તુરીયા નું શાક બનાવવાની રીત | Turiya nu shaak banavani rit | Turiya nu shaak recipe in gujarati

  • તુરીયા નું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને ધોઇ સાફ કરો લ્યો તુરીયા સાફ કરી લીધા બાદ હવે છોલી લ્યો ત્યાર બાદ ફરી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગોળ ગોળ કે વચ્ચે કાપો પાડી બે ભાગ કરી કટકા કરી લ્યો.
  • (તુરીયા માં વચ્ચે થી કાપો મારી એક નાનો કટકો કાપી ચાખી લેવો કે તુરીયા કડવાકે ખારા તો નથી ને જો તુરીયા ખારા કે કડવા હોય તો શાક માં ના નાખવા)
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો ડુંગળી ને ગોલ્ડન શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને તુરીયાના કટકા નાખો મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ ( મીઠું થોડું ઓછું નાખવું નહિતર શાક ખારું બની જશે ), લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે ચડવા દયો
  • હવે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફૂલ તાપે શાક માં રહેલ પાણી ને સૂકવવા ખુલ્લું જ ચડવા દયો પાણી સુકાવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ફરી પાંચ મિનિટ ટમેટા ને ચડાવી લ્યો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ખુલ્લું શેકી લ્યો શાક માંથી પાણી સુકાઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લ્યો શાક માંથી તેલ અલગ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો તુરીયા નું શાક.

Turiya nu shaak recipe in gujarati notes

  • તુરીયા હમેશા ચાખી ને જ વાપરવા નહિતર શાક કડવું બની જશે જે કોઈ ને પસંદ નહિ આવે
  • શાકમાં મીઠું છેલ્લે નાખવું અથવા રેગ્યુલર મીઠા થી ઓછું નાખવુ કેમ કે શાક ઘણું ગરી જાયછે તો શાક ની માત્રા ઓછી થઈ જાય છે
  • અહી તમે જો લસણ ખાતા હો તો એ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો