Go Back
+ servings
ભાખરી - ભાખરી બનાવવાની રીત - bhakhri banavani rit - gujarati bhakri - bhakri recipe - gujarati bhakri recipe - bhakri banavani rit - bhakri recipe in gujarati - bhakri in gujarati

ભાખરી | ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri | bhakri recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ભાખરી બનાવવાની રીત - bhakhri banavani rit શીખીશું. ભાખરી એ એક ગુજરાતી નાસ્તો છે. gujarati bhakri recipe સવાર સાંજ નાસ્તા માં કે પ્રવાસમાંપણ તૈયાર કરી ને લઈ જઈ શકો છો, ભાખરી અલગ અલગ પ્રકારના મસાલા નાખી ને અલગ અલગ ફ્લેવર્સ નીબનાવવામાં આવે છે આજ આપણે એકદમ પ્લેન જ ભાખરી તૈયાર કરીશું જે ચા, દૂધ અને શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો bhakri banavani rit - bhakri recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 20 mins
Total Time 1 hr 10 mins
Course bhakhri, bhakri
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

ભાખરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કરકરો ઘઉંનો લોટ
  • ¼ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી જરૂર મુજબ

Instructions
 

ભાખરી | gujarati bhakri recipe | bhakri banavani rit | bhakri recipe in gujarati | bhakri in gujarati

  • ભાખરી બનાવવા સૌ પ્રથમ વઘરિયાં માં તેલ ગરમ કરી લ્યો ને એક બાજુ મૂકો. હવે કથરોટ માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ ઘઉંનો રેગ્યુલર લોટ ને પણ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠું અને ગરમ તેલ  નાખી ચમચી થી હલાવી લ્યો
  • તેલ થોડું ઠંડું થાય એટલે હાથ ની હથેળી વડે મસળી ને લોટ અને તેલ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકીને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ની ભાખરી બનાવવી છે એ સાઇઝના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ વેલણ વડે મિડીયમ જાડી ભાખરી બનાવી લ્યો ને થાળીકે વાટકો મૂકી એક સાઇઝ ની બનાવી લ્યો આમ બધી ભાખરી ને વણી એક સાઇઝ ની કટ કરી તૈયાર કરી લ્યો અને કાંટા ચમચી થી કાણા કરી લ્યો
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં એક વખત માં જેટલી ભાખરી આવે એટલી મૂકો ને બે ચાર મિનિટ એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુપણ બે મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ બને બાજુ બરોબર દબાવી દબાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન થાય એટલે જરૂર મુજબ ઘી લગાવી શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો ને બીજી ભાખરી ને પણ શેકી લ્યો ત્યાર બાદ ઘી લગાવી ને શેકી લ્યો આમ બધી ભાખરી શેકી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો ભાખરી.

gujarati bhakri recipe notes | bhakri in gujarati notes

  • અહી જો તમારા પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો ઝીણી સોજી પણ નાખી શકો છો
  • અહી તમે જો ભાખરી ને મસાલા ભાખરી બનાવી હોય તો તમારી પસંદ ના મસાલા નાખી ને પણ બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો