Go Back
+ servings
મિક્સ નમકીન ચેવડો બનાવવાની રીત - mix namkeen chevdo banavani rit - mix namkeen chevdo recipe in gujarati

મિક્સ નમકીન ચેવડો બનાવવાની રીત | mix namkeen chevdo banavani rit | mix namkeen chevdo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મિક્સ નમકીન ચેવડો બનાવવાની રીત - mix namkeen chevdo banavani rit શીખીશું, આ ચેવડોખાટો, મીઠો અને તીખો બને છે ને આ ચેવડો બનાવી ને એક વખત તૈયાર કરી મહિના સુંધી મજાલઈ શકાય છે. એક વખત આ રીતે ચેવડો બનાવ્યા પછી તમે બહાર થી ચેવડોલાવશો નહિ ને હમેશા ઘરે જ બનાવશો તો ચાલો મિક્સ mix namkeen chevdo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
shoking time 1 hr
Total Time 2 hrs 10 mins
Course chevdo banavani rit, chevdo recipe in gujarati, gujarati chivda recipe, Snack, ચેવડો, ચેવડો બનાવવાની રીત
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો
  • 1 સેવ મશીન

Ingredients
  

મિક્સ નમકીન ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • આખી મસૂર દાળ  1 કપ
  • ચણા દાળ 1 કપ
  • બેસન 3 +1 કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • પીળો ફૂડ કલર 1-2 ચપટી
  • ગ્રીન ફુડ કલર 1-2 ચપટી
  • બેકિંગ સોડા ¼ +¼ ચમચી
  • સીંગદાણા 1 કપ
  • કાજુના કટકા 5-7 ચમચી
  • કીસમીસ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ
  • તેલ

ચેવડામાં નાખવા માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • મરી પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મેગી મસાલો 1 પેકેટ
  • વરિયાળી 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

મિક્સ નમકીન ચેવડો બનાવવાની રીત | mix namkeen chevdo banavani rit | mix namkeen chevdo recipe in gujarati

  • મિક્સ નમકીન ચેવડો બનાવવા સૌપ્રથમ આખી મસૂર દાળ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યોને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ચપટી બેકિંગ સોડા નાખી ને મિક્સ કરી ઢાંકી ને આખીરાત અથવા છ સાત કલાક પલાળી મુકો અને ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ બે ગ્લાસ પાણી નાખી ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી એને પણ આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો.
  • મસૂર દાળ અને ચણા દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો અને કપડા પર ફેલાવી ને સૂકવવા મૂકી દયો દાળ સુ ને કોરી થાય ત્યાં સુધી બીજી સામગ્રી તૈયાર કરી લઈએ.

ઝીણી સેવ અને જાડી સેવ બનાવવા માટે લોટ બાંધવાની રીત

  • એક વાસણમાં ત્રણ કપ બેસન નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને થોડુ થોડુ પાણી નાખતા જઈ મિડીયમ નરમલોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

બુંદી બનાવવા માટેના લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં એક કપ બેસન ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો ત્યાર બાદ પોણા કપથી થોડું ઓછું પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણના એક સરખા બે ભાગ કરી લ્યો ને એક ભાગ માં પીળો કલર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા ભાગ માં ગ્રીન કલર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

મિક્સ નમકીન ચેવડો બનાવવા જરૂરી ઝીણી સેવ, મોટી સેવ ( ગાંઠિયા ), દાળ તરવા વગેરે કરવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાના મશીન માં તેલ લગાવો અને એમાં ઝીણી સેવ ની પ્લેટ મૂકો ને હાથ પર તેલ લગાવી સેવ બનાવવાના લોટ ના એક સરખા બે ભાગ કરી લ્યો ને એક ભાગ નો  રોલ બનાવી સેવ મશીન માં નાખો ને મશીનને બંધ કરી લ્યો.
  • તેલ ગરમ થાય એટલે એમાં થોડી થોડી સેવ પાડો ને સેવ ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે એક ચારણી માં કાઢી લ્યો આમ બધી સેવ ગોલ્ડન તરી લ્યો.
  • હવે સેવ બનાવવા ના મશીન માં મોટી સેવ ની પ્લેટ મૂકો અને તેલ લગાવી એમાં બચેલ બીજો લોટ નાખી બંધ કરી મિડીયમ તાપે ગેસ કરી થોડી મોટી સેવ પાડો ને ત્યાર બાદ ગેસ ધીમો કરી બને બાજુ મોટી સેવ ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો બને બાજુ ગોલ્ડન થાય એટલે એને કાઢી લ્યો ને આમજ બીજી મોટી સેવ પણ તરી લ્યો.

બુંદી બનાવવાની રીત

  • ગરમતેલ ઉપર કાણા વારો ઝારો મૂકો એમાં પા કપ બુંદી નું મિશ્રણ નાખો ઝારા માંથી મિશ્રણ તેલમાં પડશે એટલે ગોળ ગોળ બુંદી તેલ માં બનવા લાગશે અને થોડું મિશ્રણ જ નાખી એક વખત નીબુંદી ને ઝારા થી હલાવી લ્યો ને બુંદી ક્રિસ્પી બને ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદબીજા ઝારા થી કાઢી લ્યો આમ પીળી અને ગ્રીન બુંદી ના મિશ્રણ માંથી બુંદી બનાવી ચારણીમાં મૂકતા જાઓ.

ચણાદાળ તરવાની રીત

  • હવે એજ ગરમ તેલ માં મિડીયમ તાપે સૂકવેલી ચણા દાળ નાખી હલાવતા રહી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો ને દાળ ગોલ્ડન થાય અને તરાઇ ને તેલ ઉપર આવવા લાગે એટલે એને પણ ચારણીમાં કાઢી લ્યો જેથી એનું વધારા નું તેલ નીકળી જાય.

મસુર દાળ તરવાની રીત

  • ત્યારબાદ ગરમ તેલ માં સૂકવેલી આખી મસૂર દાળ નાખી દાળ ને હલાવતા રહી તરો દાળ  તરાસે એટલે ફૂટશે તો ધ્યાન રાખવું અને બરોબર તરી લીધા બાદ ચારણી માં કાઢી લ્યોને બીજી દાળ પણ તરી લ્યો ને દાળ બરોબર તરાઈ જાય એટલે ચારણી માં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં સીંગદાણા નાખી ને એને પણ બે મિનિટ તરી લ્યો અને ત્યાર બાદ કાજુ ના કટકા અને કીસમીસ ને પણ તરી ને ચારણી માં કાઢતા જાઓ આમ બધી સામગ્રી ને તરી લ્યો ને ચારણીમાં કાઢી લ્યો જેથી વધારા નું તેલ નીકળી જાય અને સામગ્રી ઠંડી પણ થઈ જાય.

ચેવડામાં નાખવા માટેનો મસાલો બનાવવાની રીત

  • મિક્સર જાર માં મરી પાઉડર, ચાર્ટ મસાલો, હિંગ, લાલ મરચાનોપાઉડર, મેગી મસાલો, વરિયાળી, જીરું, સંચળ, ખાંડ (ઓપ્શનલ છે ) મીઠું સ્વાદ મુજબ નાખી એક વખત પીસી લ્યોને મિક્સ કરી લ્યો .

મિક્સ નમકીન ચેવડો બનાવવાની રીત

  • એક મોટા વાસણમાં તરી રાખેલ ઝીણી સેવ ને તોડી ને નાખો સાથે મોટી સેવ  તોડી ને નાખો ( ગાંઠિયા ), તરેલ બુંદી, સીંગદાણા , કાજુ, કીસમીસ, ચણા દાળ, મસૂર દાળ નાખીએક વખત મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડો થોડો કરી જરૂર મુજબ પીસી રાખેલ મસાલો નાખતાજઈ હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મિક્સ નમકીન ચેવડો.

mix namkeen chevdo recipe in gujarati notes

  • તમે મસાલા તમરી પસંદ ના નાખી ને મિક્સ કરી શકો છો કોઈ મસાલો વધારે તો કોઈ મસાલો ઓછો કે કોઈ મસાલો પસંદ ના હોય તો ના  પણ નાખો
  • અહી તમે લીલા વટાણા કે સૂકા વટાણા ને પણ તરી ને નાખી શકો છો
  • ડ્રાયફ્રુટ તમે તમરી પસંદ ના નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો