Go Back
+ servings
કેરી નો મુરબ્બો બનાવવાની રીત - kachi keri no murabbo banavani rit - keri no murabbo recipe in gujarati

કેરી નો મુરબ્બો | કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo | kachi keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કેરી નો મુરબ્બો બનાવવાની રીત - kachi keri no murabbo banavani rit શીખીશું. આ કેરી નો મુરબ્બો ખાટોમીઠો અને ચટપટો લાગે છે કે બ્રેડ, રોટલી, પરોઠા કે ભાત સાથે ઘર માં ટિફિન માં કે પ્રવાસ માં ખાઈ શકાય છ, અને એક વખત બનાવી બાર મહિના સુંધી મજા લઈ શકાય છે. આજકાલ બજારમાં કાચી કેરી સારી મળે છે તો ચાલો keri no murabbo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course murabbo, અથાણું, મુરબ્બો
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કાચી કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 કાચી કેરી
  • 500 ગ્રામ સાકર
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 4-5 પીસ એલચી
  • 10-12 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી હળદર
  • ½ પાણી

Instructions
 

કેરી નો મુરબ્બો | કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo | kachi keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

  • કેરી નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં મરી, વરિયાળી, તજ નો ટુકડો, એલચી દાણા ને અધ કચરા પીસી એક બાજુ મૂકો.
  • હવે કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કેરી ને છોલી લ્યો ને જે સાઇઝ કે આકાર ના કટકા કરવા હોય એ સાઇઝ ને આકાર ના કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કેરી ના કટકા નાખી ઢાંકી પાંચ સાત મિનિટ અથવા કટકા નરમ થઈ જાયત્યાં સુંધી ચડાવી લ્યો
  • કટકા નરમ થાય એટલે ચારણી માં નાખી પાણી અલગ કરી એક બાજુ મૂકો હવે સાકાર ને ફૂટી ને પીસી લ્યો પીસેલી સાકર ને કડાઈ માં નાખો ને એમાં કેરી નું બચેલ પાણી નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહી મિક્સ કરી સાકર ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો.
  •  સાકર ઓગળી જાય એટલે એમાં અધ કચરા પીસેલામસાલા નાખી ને મિક્સ કરી લ્યો. મસાલા સાથે પાંચ સાત મિનિટ ચડવા દયો મસાલા બરોબર મિક્સ થઈ ચડી જાય એટલે એમાં એક બાજુ ચારણી માં મુકેલી કેરી નાખો નેગેસ ફૂલ કરી હલકા હાથે મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર નાખી ઉકાળી એક તાર ની ચાસણી બનવા લાગે ત્યાં સુંધી ચડાવો
  •  એક તાર થવા લાગે એટલે ગેસ બંધ કરોનાખો ને મુરબ્બા ને ઠંડો થવા દયો ને મુરબ્બો સાવ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો  કેરીનો મુરબ્બો.

keri no murabbo recipe in gujarati notes

  • જો મુરબ્બો લાંબો સમય રાખવો હોય તો જે કેરી માં ગોટલી પાકી ગઈ હોય ને જારી બની ગઈ હોય એ કેરી વાપરવી
  • મુરબ્બો બનાવવા માં જે મસાલા તમને ના પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો
  • કેરીના કટકા થોડા મોટા જ કરવા જેથી ચડાવતી વખતે ગરી ના જાય
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો