Go Back
+ servings
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત - fruit salad with ice cream banavani rit - fruit salad with ice cream recipe in gujarati

ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit | fruit salad with ice cream recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત - fruit salad with ice cream banavani rit શીખીશું, આજ આપણે જે ફ્રુટસલાડ બનાવશું એમાં કોઈ કન્ડેશ મિલ્ક, કોઈ કસ્ટર્ડ પાઉડર કે કોઈખાંડ  ઉપયોગ કર્યા વગરતૈયાર કરીશું જે એકદમ સરળ અને ઝડપી બની જશે ને ઘરમાં બધા ને પસંદ પણ આવશે જે તમે વ્રતઉપવાસ માં પણ બનાવી ખાઈ શકો છો તો ચાલો fruit salad with ice cream recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 29 mins
Total Time 29 mins
Course sweet recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 તપેલી

Ingredients
  

ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
  • 3-4 પાકેલા કેળા
  • ¼ કપ મધ
  • 15-20 કેસરના તાંતણા
  • ¼ કપ કાળી દ્રાક્ષ સુધારેલ
  • ¼ કપ સ્ટ્રોબેરી સુધારેલ
  • ¼ કપ પાકા આંબા સુધારેલ
  • ¼ કપ રાસબરી સુધારેલ
  • ¼ કપ સંતરા ની પીસ
  • ¼ કપ દાડમના દાણા
  • ¼ કપ સફરજન સુધારેલ
  • 1-2 ચમચી બદામની કતરણ
  • 1-2 ચમચી કાજુની કતરણ
  • 1 ચમચી પિસ્તાની કતરણ
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ

Instructions
 

ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit | fruit salad with ice cream recipe in gujarati

  • ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ બે ત્રણ ચમચી ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકી રાખો ત્યાર બાદ કાળી દ્રાક્ષ સાફ કરી પાણી માં ધોઇ ને દાડી થી અલગ કરી કટકા કરી એક વાટકામાં મૂકો,
  • ત્યારબાદ સ્ટ્રોબેરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ કાઢી નાખી ચાર કે છ કટકા કરી એક વાટકામાં મૂકો, પાકા આંબા નેઅડધો કલાક પાણી માં પલાળી ત્યાર બાદ છોલી ને કટકા કરી એક વાટકા માં મૂકો.
  • હવે રાસબરી ને ધોઇ સાફ કરી લ્યો ને એને પણ સુધારી લ્યો , સંતરા ને છોલી સાફ કરી એના બીજ અને છાલ કાઢી નાખી એક વાટકા માં મૂકો,
  •  દાડમ ને છોલી એના દાણા કાઢી વાટકામાં મૂકો અને સફરજન ને ધોઇ એની છાલ ઉતારી અથવા છાલ સાથે એના પણ કટકા કરી લ્યો અને એના પરબે ચાર ટીપાં લીંબુ નો રસ નાખી દયો જેથી સફરજન કાળુ ના પડેઅને કેળા ને છોલી કેળા નાપા કપ નાના અને બાકી ના મોટા કટકા કરવા.
  • હવે મિક્સર જાર માં પાકેલા કેળા ના કટકા નાખો સાથે ઠંડુ દૂધ નાખી ને પીસી ને સ્મુથ બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અને મધ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં કાળી દ્રાક્ષ સુધારેલ,સ્ટ્રોબેરી સુધારેલ, પાકા આંબા સુધારેલ,રાસબરી સુધારેલ, સંતરા ની પીસ, દાડમ ના દાણા, સફરજન અને કેળા ના કટકા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફ્રુટ સલાડ. તૈયાર ફ્રુટ સલાડ નેસર્વિંગ બાઉલ નાખો ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ અને દાડમના દાણા થી ગાર્નિશ કરી મજા લ્યો ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ.

fruit salad with ice cream recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના ફ્રુટ વધારે અને ના પસંદ ફ્રુટ ઓછા કે ના નાખો તો પણ ચાલે.
  • આઈસક્રીમ તમે તમારી પસંદ ની મૂકી શકો છો અને જો તમે વ્રત ઉપવાસમાં આ ફ્રુટ સલાડ બનાવેલ હોય તો ફરાળી આઈસક્રીમ મૂકવો.
  • સફરજનના કટકા કતી નાખ્યા પછી એના પર થોડું લીંબુ નો રસ નાખી દેવો જેથી સફરજન કાળુ ના પડે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો