Go Back
+ servings
કુરકુરી ભીંડી બનાવવાની રીત - kurkuri bhindi banavani rit - kurkuri bhindi recipe in gujarati

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કુરકુરી ભીંડી બનાવવાની રીત - kurkuri bhindi banavani rit શીખીશું. ઉનાળા માં ભીંડા ખૂબ સારા મળે છે, ને ભીંડા ખાવા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા હોય છે ત્યારે ઘણા મારા જેવા લોકોહસે જેને ભીંડા ની ચિકાસ ના કારણે ભીંડા ખાવા નથી ગમતા તો આજ એવા જ લોકો માટે અમે લાવ્યાછીએ એકદમ ક્રિસ્પી ને ચિકાસ ના રહે એવા ભીંડા જેને તમે નાસ્તા જેમ પણ ખાઈ શકો ટિફિનકે સ્કૂલ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો kurkuri bhindi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Snack
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કુરકુરી ભીંડી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ભીંડા
  • ½ કપ બેસન
  • ¼ કપ ચોખાનો લોટ
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ભીંડાના બીજ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ભીંડા ના બીજ
  • 1 ચમચી જીરું
  • 2-3 તીખા લીલા મરચા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 3-4 લસણની કણી
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

ભીંડાની ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભીંડા ના બીજ  અને લીલા મરચા સુધારેલ નાખી ને ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો બીજ ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં ઠંડા થએલા ભીંડા ના બીજ અને મરચા ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, લસણ ની કણી નાખી દરદરી પીસી લ્યો તો તૈયાર છે સ્વાદિષ્ટ ભીંડાના બીજ ની ચટણી.

કુરકુરી ભીંડી બનાવવાની રીત

  • કુરકુરી ભીંડી બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી પંખા નીચે સુકાવી લ્યો ત્યાર બાદ ભીંડા નો ઉપર નીચે ની દાડી કાઢી ને અલગ કરી લ્યો ને ચાકુથી ઉભા બે ભાગ કરી લ્યો ને વચ્ચે રહેલા બીજ અલગ વાસણમાં કઢી લ્યો.
  • ત્યારબાદ ભીંડા ને ઉભા જ લાંબા પાતળા કટકા કરી એક વાસણમાં મૂકતા જાઓ આમ બધા ભીંડા ના બીજ અલગ કરી ભીંડા ને પાતળી સ્લાઈસ માં લાંબી કાપી લ્યો.
  • હવે ભીંડા ની સ્લાઈસ ઉપર બેસન, ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને અડધી ચમચી જેટલું પાણી છાંટી ને મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા મસાલા વાળા ભીંડા  નાખી ભીંડા ક્રિસ્પી થાય ત્યાં સુધીતરી લ્યો ,
  • ભીંડા ક્રિસ્પી થાય અને તેલ માં ફુગ્ગા થવાના બંધ થાય એટલે ઝારા થી ચારણીમાં કાઢી લ્યો અને બીજા મસાલા વાળા ભીંડા તરવા નાખો આમ બધા ભીંડા થોડા થોડા નાખી ગોલ્ડન ક્રિસ્પી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો ને તૈયાર કુરકુરી ભીંડી ને ચટણી સાથે સર્વકરો કુરકુરી ભીંડી.

Kurkri bhindi recipe in gujarati notes

  • ભીંડાને જેટલા પાતળા કાપી શકો એટલા પાતળા કાપવા જેથી એ તરી લીધા બાદ ક્રિસ્પી રહે.
  • પાણી બને તો ના નાખી થોડી વાર મીઠા સાથે ભીંડા રહેશે તો એમાંથી પાણી અલગ થવા લાગશે જેનાથી ભીંડા પર બીજા મસાલા બરોબર કોટિંગ થઈ જશે.
  • ભીંડાને ફૂલ તાપે જ તરવા.
  • જો તમે તેલ માં તરવા ના માંગતા હો તો એર ફાયર માં શેકી પણ શકો છો 350 ડિગ્રી તાપમાન પર 5 -5 મિનિટ માટે મૂકી ને શેકી પણ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો